અમુક લોકો અમીર અને અમુક લોકો ગરીબ શા માટે હોય છે? મોટા લક્ષ્મીએ સ્વયં તેનું રહસ્ય જણાવેલું છે

Posted by

દરેક વ્યક્તિ જીવનમાં બધી જ સુખ સગવડતાઓ મેળવવા માંગે છે. વ્યક્તિ પોતાના પરિવારને તમામ પ્રકારની સુખ સગવડતાઓ આપવા માંગે છે અને તેના માટે તે અઢળક મહેનત પણ કરે છે, તેમ છતાં પણ અમુક લોકો ખુબ જ જલ્દી ધનવાન બની જતા હોય છે. તો અમુક લોકો આખી જિંદગી મહેનત કરવા છતાં પણ પૈસા એકઠા કરી શકતા નથી અને ગરીબ રહે છે. ઘણા લોકોના મનમાં એવો સવાલ જરૂરથી ઊભો થતો હશે કે આખરે અમુક લોકો અમીર બની જાય છે, તો અમુક લોકો શા માટે આખી જિંદગી ગરીબ રહે છે. લક્ષ્મી માતાએ ઇન્દ્ર દેવને તેની પાછળનું સાચું રહસ્ય જણાવ્યું હતું.

Advertisement

વૈભવની દેવી માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે. માં લક્ષ્મી ની પુજા આરાધના તે દરેક મનુષ્ય કરે છે, જેને ધન મેળવવાની ઈચ્છા હોય છે. પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય અથવા તો દરેક વ્યક્તિ ધનવાન બની શકે. આ સવાલનો જવાબ માંગવા માટે એક વખત સ્વયં ઇન્દ્ર દેવ માતા લક્ષ્મી પાસે ગયા અને તેમણે પુછ્યું કે તમારી પુજા અર્ચના તો દરેક વ્યક્તિ કરે છે તેમ છતાં પણ એવું શા માટે બને છે કે અમુક વ્યક્તિ અમીર રહે છે અને અમુક વ્યક્તિ ગરીબ રહી જાય છે.

તેના જવાબમાં માતા લક્ષ્મી એ કહ્યું હતું કે દરેક વ્યક્તિ અમીર ગરીબ પોતાના કર્મોથી બને છે અને તેનાથી પણ વધારે જરૂરી છે કે જે વ્યક્તિ મારી પુજા અર્ચના કરે છે તે વ્યક્તિ તેનું માન સન્માન પણ જાળવી રાખે. કહેવાનો મતલબ છે કે જો તમે માતા લક્ષ્મીની આરાધના પુરી શ્રદ્ધાથી નહીં કરો તો તમને કોઈ લાભ મળશે નહીં. તે સિવાય માતા લક્ષ્મી એ વધુ એક વાત ઈન્દ્ર દેવને જણાવી હતી, જે સૌથી વધારે મહત્વપુર્ણ માનવામાં આવે છે.

માતા લક્ષ્મીનો વાસ તે ઘરમાં ક્યારેય પણ સંભવ નથી, જ્યાં દિવસ રાત કલેશનું વાતાવરણ રહેતું હોય. માતા લક્ષ્મી એ સ્વયં ઇન્દ્રદેવને જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ ગમે એટલી મારી પુજા અર્ચના કરી લે, પરંતુ હું એવા ઘરમાં ક્યારેય રહી શકતી નથી જ્યાં શાંતિ ન હોય. લક્ષ્મીનો વાસ ત્યાં જ થાય છે જ્યાં સુખ-શાંતિ હોય અને પરિવારમાં લોકો હળીમળીને રહેતા હોય. માતા લક્ષ્મીનો વાસ એવા ઘરમાં બિલકુલ પણ થતો નથી, જ્યાં દિવસ-રાત કલેશનું વાતાવરણ હોય અને લડાઈ ઝઘડા થતા રહેતા હોય.

એટલા માટે જો તમે પણ અમીર અને ધનવાન બનવા માંગો છો તો પોતાના ઘરમાં શાંતિ જાળવી રાખો અને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો કલેશ કરવો નહીં, નહિતર માતા લક્ષ્મી રિસાઈને તમારા ઘરેથી જઈ શકે છે. આવા ઘરનો ત્યાગ માતા લક્ષ્મી કરી દેતા હોય છે. લક્ષ્મી માતાએ એવું કહ્યું છે કે અન્ન પણ મારું એક રૂપ છે. અમુક લોકો ક્રોધ આવવા પર ભોજનની થાળી ફેંકી દેતા હોય છે. આ પ્રકારની આદત ધન, વૈભવ તથા પારિવારિક સુખ માટે નુકસાનદાયક હોય છે. જ્યાં અન્નનું કોઈપણ રૂપમાં અપમાન થાય છે, હું ત્યાં રહેતી નથી. આવા લોકો હંમેશા ગરીબ રહે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.