આજનું રાશિફળ ૭ ઓગસ્ટ : આજે આ ૫ રાશિવાળા લોકોનાં જીવનમાં આવશે નવો વળાંક, આજે ભગવાન પાસે જે માંગશો એ બધુ જ મળશે

Posted by

મેષ રાશિ

Advertisement

આજે સંતાનના આરોગ્યની ચિંતાથી મન વ્યાકુળ રહેશે. આજે પરેશાનીથી દુર રહેશો. સમાન્ય દિવસોમાં જે સમસ્યાઓ પરેશાન કરી રહી હતી તે પરેશાનીઓ આજે બિલકુલ પણ સામે આવશે નહીં. આજે તમે ખુબ જ શાંતિની સાથે પોતાનો દિવસ પસાર કરવામાં સફળ રહેશો. અમુક મોટા સોદા થતા જોવા મળી શકે છે. નસીબ ઉપર ભરોસો રાખીને બેસી રહેવાથી કંઈ થશે નહીં. તમારા માટે સ્વસ્થ રહેવું જરૂરી સાબિત થશે. વડીલોનાં સ્વાસ્થ્યની ચિંતા પરેશાન કરશે.

વૃષભ રાશિ

આજે તમે પોતાને શ્રેષ્ઠ મહેસુસ કરશો. આજે સાહિત્ય તથા કળામાં તમારી રુચી રહેશે. તમે બૌદ્ધિક ક્ષમતાનાં ધની છો, જે હંમેશા જ્ઞાન અને જાણકારી પ્રાપ્ત કરવા માટે તત્પર રહો છો. આજે તમારી આ ખુબી તમારા કામમાં આવશે. સમય તમારા માટે અનુકુળ સાબિત થવાનો છે. દિવસમાં અમુક મોટા અટવાયેલા કાર્ય પુર્ણ થશે. વ્યવસાયમાં માન સન્માન મળશે.

મિથુન રાશિ

આજે તમે પોતાના આત્મબળથી બધા કાર્ય સંપન્ન કરી લેશો. બધી પારિવારિક સમસ્યાઓનો પણ અંત થઇ જશે. આજે તમારે પોતાની આસપાસ નજર દોડાવવી પડશે અને સમજવાનું રહેશે કે કયો વ્યક્તિ તમારા પક્ષમાં છે અને કયો વ્યક્તિ તમારા વિરોધમાં ઉભેલો છે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા જઈ રહ્યા છો તો તેના માટે સમય બિલકુલ પણ યોગ્ય નથી. ભાઈ-બહેનોની સાથે તમારા સંબંધો સારા રહેશે. આર્થિક પ્રગતિનાં નવા રસ્તા ખુલશે. આજે ધર્મ તથા શુભ કાર્યો પ્રત્યે રુચિ વધશે.

કર્ક રાશિ

આજે કોઈ નજીકના વ્યક્તિ તરફથી દગો મળી શકે છે, જેથી આંખ બંધ કરીને કોઈની ઉપર વિશ્વાસ કરવો નહીં. આજે તમારે પોતાના વડીલોની ઉપેક્ષાનો સામનો કરવો પડશે અને તમારા સહયોગી તમારી કમજોરીઓને જાણીને ખેલ બગાડવાનું કામ કરશે. તમે કાર્યમાં પોતાની મનપસંદ ચીજો તરફ ધ્યાન આપશો અને પોતાના ક્ષેત્રમાં નિપુણ બનશો. વેપારમાં ફાયદો વધારે નહીં મળે. કામકાજના બોજને લીધે પરેશાની વધી શકે છે.

સિંહ રાશિ

આજે મિત્રો સાથે મુલાકાત થશે અને તેમના તરફથી લાભ મળી શકે છે. આત્મબળ ની મદદથી સફળતા મળશે. પોતાના સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે. પુરી મહેનત અને ધગશથી પોતાના કાર્યમાં જોડાયેલા રહો. જો તમે પરીક્ષા અથવા પ્રતિયોગિતાના માધ્યમથી પોતાની સ્થિતિને સુદ્રઢ કરવા માંગો છો તો પોતાનું ધ્યાન અને સમર્પણ ખોવું નહીં. થોડા પરિશ્રમથી વધારે ધન પ્રાપ્ત થશે. ભાગીદારીથી લાભ થશે. માનસિકતા બદલો અને સારું વિચારો.

કન્યા રાશિ

કોઈ વાતની વધારે ચિંતા આજે તમને થઈ શકે છે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે લાભની સ્થિતિ ઊભી થશે. જો તમે હાલમાં જ કોઈ નવો વ્યવસાય કે સંપર્ક બનાવેલ છે તો તેનાથી તમને સારો ફાયદો મળી શકે છે. જીવન સાથેની સાથે સંબંધોમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહેશે. પરિવારના લોકો દરેક કામમાં તમારી સાથે રહેશે. જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવો. તમે પોતાના અંદાજથી બીજા લોકોને પોતાની તરફ આકર્ષિત કરશો.

તુલા રાશિ

આજે પરિવારના કોઈ સદસ્ય સાથે મતભેદ થઈ શકે છે. ઓફિસમાં શ્રેષ્ઠ કામ ને લીધે બોસ તરફથી પ્રશંસા મળશે. વ્યાપારિક મામલામાં આજે આર્થિક રૂપથી અમુક તંગી નો સામનો કરવો પડી શકે છે. પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. શારીરિક પીડાથી ગ્રસિત થઈ શકો છો. જો તમે કોઈને સાચા મનથી પ્રેમ કરો છો તો તમારે પોતાના પ્રેમનો પ્રસ્તાવ હાલના સમયે આપવો જોઈએ. ઘરના વડીલોને નજરઅંદાજ ન કરવા.

વૃશ્ચિક રાશિ

તમારામાંથી અમુક લોકો વાહન સંબંધિત વ્યવસાય અને કૃષિ માંથી વધારાની આવક પ્રાપ્ત કરી શકે છે. આર્થિક દ્રષ્ટિ કોણ થી આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાની સંભાવના છે. આવકથી વધારે ખર્ચ થઈ શકે છે, જેનાથી તમે તણાવમાં રહેશો. પોતાના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા શબ્દોને લીધે તણાવગ્રસ્ત બની શકો છો. તમારે આજનો દિવસ શાંતિથી પસાર કરવાની કોશિશ કરવી જોઈએ. કામકાજની વાત કરવામાં આવે તો ઓફિસમાં સહકર્મચારીઓની સાથે તમારે તાલમેળ સારો જાળવી રાખવો જોઈએ.

ધન રાશિ

આજે તમારી લવ લાઇફની બાબતમાં તમારે ઘણી બધી પરેશાનીઓ દુર થશે. વિદેશી યાત્રાના યોગ બની રહ્યા છે. ભુતકાળમાં કરવામાં આવેલા રોકાણ થી ફાયદો મળશે. મનમાં ને મનમાં કોઈ વાત પરેશાન કરી રહી છે, તો પોતાના પરિવારજનો સાથે તેની ચર્ચા કરો. વ્યવસાયક રોગથી તમે સક્રિય અને સતત રહેશો. કોઈની ભુલને લીધે તમે બોસના ગુસ્સાનો શિકાર બની શકો છો. પ્રેમ પ્રસંગોમાં સફળતા મળી શકે છે.

મકર રાશિ

આજનો દિવસ તમને ચારોતરફથી ખુશીઓ આપી શકે છે. અટવાયેલી સેલેરી મળવાની પણ સંભાવના છે. યુવાનો વધારે પડતા મોબાઈલ ટીવી અને લેપટોપ નો ઉપયોગ કરવાથી બચે. સતત આવું કરવાથી આંખો સાથે સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે. તમારે પૈસાની બાબતમાં સાવધાન અને સતત રહેવું જોઈએ, નહિતર નુકસાન થઈ શકે છે. પક્ષીઓને દાણા ખવડાવો. તમારા જીવનમાં ખુબ જ પ્રગતિ થશે.

કુંભ રાશિ

સરકારી કાર્ય ગતિ પકડી શકે છે. પૈસાનો ખર્ચ વધારે થઈ શકે છે, જેથી ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. હાલમાં જ અમુક નવા મિત્ર બની શકે છે. તમે પોતાની પસંદ અથવા મરજી અનુસાર કામ કરવા માટે ઉત્સુક રહેશો. આજે સુખના સાધનોમાં વધારો થશે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થશે. બાળકોના અભ્યાસ ઉપર પૈસા ખર્ચ થશે. પૈસાની સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આવક વધારવાના અમુક સારા અવસર પણ મળી શકે છે, જેનાથી તમે પોતે આશ્ચર્યચકિત થઈ જશો.

મીન રાશિ

આજે તમારું સંપુર્ણ ધ્યાન પોતાની કારકિર્દી ને આગળ વધારવા પર રહેશે. સામાજિક કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર પણ મળી શકે છે. મિત્રોની સાથે ખુબ જ સારો સમય પસાર થશે. ભાગ્ય પક્ષક કમજોર છે, જેથી નવા કાર્યોમાં હાથ નાખવો નહીં અને નવું રોકાણ અથવા આર્થિક જોખમ ઉઠાવવાથી બચવું. સખત પરિશ્રમ કરવાથી તમને દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના જોવા મળી રહી છે. આજે તમે થોડા વધારે સંવેદનશીલ બની શકો છો.

Advertisement

Leave a Reply

Your email address will not be published.