તુલસીનાં છોડમાં અત્યારે જ બાંધી દો આ એક ચીજ, હજાર ગણું વધી જશે ધન, આ ચીજ વગર તુલસીનો છોડ અધુરો માનવામાં આવે છે

Posted by

તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં હોય છે, પરંતુ ખુબ જ ઓછા લોકો તુલસીના સંબંધમાં શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા મહત્વપુર્ણ નિર્ણય જાણતા હોય છે. તુલસીની પુજા કેવી રીતે કરવી જોઈએ, તુલસીને જળ કેવી રીતે અર્પિત કરવું જોઈએ અને તુલસીની પાસે કઈ વસ્તુઓ રાખવી જોઈએ વગેરે ઘણા મહત્વપુર્ણ નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. તે સિવાય જો તમે તુલસીની નીચે આ એક ચીજ બાંધી દો છો તો તમને માતા તુલસીનાં અઢળક આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા નિવાસ રહે છે.

Advertisement

તુલસીનો છોડ ઘરમાં હોવાથી પરિવારના દરેક સદસ્ય માટે તે લાભદાયક હોય છે. આ છોડ દરેક પ્રકારથી ઉપયોગી હોય છે. પુરાણો અનુસાર તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને નિયમિત રૂપથી આ જ છોડની પુજા કરવાથી પણ અવશ્ય લાભ મળે છે. પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખવાની સાથો સાથ તેની નીચે આ એક ખાસ ચીજ બાંધી દો છો તો તમને તુલસી લગાવવાનો અનેક ગણું વધારે ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે આ એક ચીજ વગર તુલસી નો છોડ અધુરો માનવામાં આવે છે. આ ચીજ તુલસીના સંપુર્ણ બનાવે છે, એટલા માટે શાસ્ત્રોમાં પણ આ ચીજને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે.

ભારતમાં જ નહીં, પરંતુ સંસારના મોટાભાગના દેશોમાં તુલસીને ખુબ જ ગુણકારી છોડ માનવામાં આવેલ છે. આ છોડમાં અનેક ઔષધીય ગુણ હોવાને સાથોસાથ તેનો આધ્યાત્મિક રૂપથી પણ ખુબ જ મહત્વ જણાવવામાં આવેલ છે. પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાન હોય અથવા તો કોઈ યજ્ઞ હોય તેમાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે.

વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવેલ છે, જેના લીધે તુલસી જગત જનની છે. તુલસીને સમસ્ત દેવી દેવતાઓથી વરદાન પ્રાપ્ત છે, જેના લીધે તુલસીના પાનને અમૃત ગુણોથી યુક્ત કહેવામાં આવેલ છે. જે જગ્યાએ તુલસીનો છોડ હોય છે તે જગ્યા પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવનો નિવાસ હોય છે તથા તુલસીની પુજા કરવાથી બધા જ પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે.

શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહેતો હોય છે તે ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ભગવાન વિષ્ણુની પુજામાં તથા તેમને ચઢાવવામાં આવતા ભોગમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ. કારણ કે તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુ કોઈપણ પ્રકારના ભોગનો સ્વીકાર કરતા નથી. એટલા માટે દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ.

જો તમારા ઘરમાં તુલસી છે તો સુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માટે તુલસી માતાને ચુંદડી અવશ્ય ચડાવી જોઈએ. મોટાભાગના લોકો ઘરમાં તુલસીનો છોડતો લગાવી દેતા હોય છે પરંતુ તેઓ એક મોટી ભુલ કરી બેસે છે કે તેઓ તુલસી ને ચુંદડી ચલાવતા નથી. જેના કારણે તેમને તુલસીનો છોડ લગાવવાનો શુભ ફળ પ્રાપ્ત થતું નથી. હંમેશા ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ ચુંદડી વગર અધુરો માનવામાં આવે છે. તુલસી ફક્ત એક છોડ નથી, પરંતુ તે ભગવાન વિષ્ણુના પત્ની છે અને આપણે તેને પોતાની માતા માનીએ છીએ એટલા માટે તુલસીને ચુંદડી અવશ્ય ચડાવી જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેવાવાળી મહિલાઓ હંમેશા સુહાગન અને સૌભાગ્યશાળી રહે છે.

પરંતુ તુલસીને ચુંદડી ચડાવતા સમયે તમારે તે વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ રંગની ચુંદડી ચડાવી જોઈએ નહીં. લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત હોય છે. મંગળ અને બુધ મિત્ર ગ્રહ નથી. બુધની અનુકુળ શુક્ર ગ્રહ અને શનિ ગ્રહ હોય છે. એટલા માટે તુલસી ઉપર લાલ રંગની ચુંદડી ક્યારે પણ ચડાવી જોઈએ નહીં. જો તમે તુલસી ઉપર લીલા પીળા અથવા તો વાદળી રંગની ચુંદડી ચડાવો છો તો તે વધારે શુભ માનવામાં આવે છે.

ઘણા લોકો જુની અથવા તો ફાટી ગયેલી ચુંદડી તુલસી ઉપર ચડાવતા હોય છે, આવું કરવું પણ અશુભ માનવામાં આવે છે. તુલસી ઉપર ચઢાવવામાં આવેલી ચુંદડી નવી હોવી જોઈએ. તુલસી ઉપર ચુંદડી ચડાવવા માટે એકાદશી નો દિવસ સર્વોત્તમ હોય છે. તમે કોઈપણ એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીમાં બાંધી શકો છો, તેનાથી તમને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.

તુલસીનાં વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ. તેનાથી મનુષ્યના બધા દુઃખનો અંત થાય છે અને સાંસારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. અમુક લોકો જાણતા અજાણતામાં તુલસીની પાસે અમુક એવી ચીજો રાખી દેતા હોય છે, જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખુબ જ સંવેદનશીલ હોય છે. તેની યોગ્ય રીતે દેખભાળ કરવી પડે છે, ત્યારે જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે તુલસીના છોડની પાસે તમારે અપશબ્દ બોલવા જોઈએ નહીં. તુલસીના છોડની પાસે ભુલથી પણ બુટ-ચપ્પલ અથવા સાવરણી રાખવી જોઈએ નહીં. કારણ કે તેને પાપ માનવામાં આવેલ છે.

જે જગ્યા પર તુલસીનો છોડ હોય તેની આસપાસ થુંકવાથી ઘોર અનર્થ થાય છે. તુલસી પાસે પાણીથી ભરેલું વાસણ પણ રાખવું જોઈએ નહીં. તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવ્યા બાદ જ્યારે દીવો બુજાઈ જાય તો તેને દુર કરી દેવો જોઈએ. કારણ કે તુલસીની નીચે બુજાયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય તે સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. એટલા માટે નિયમિત રૂપથી તુલસીના છોડની આસપાસ સાફ-સફાઈનું ધ્યાન રાખવું.

Advertisement

Leave a Reply

Your email address will not be published.