ફક્ત ૧૯૯૯નું રિચાર્જ કરાવવા પર ૨ વર્ષ સુધી ચાલશે જીયો નો આ પ્લાન, ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ પણ ફ્રી

Posted by

રિલાયન્સ જિયોએ ફેબ્રુઆરીમાં નવો જીયો ફોન લોન્ચ કર્યો હતો, જેમાં નવી ડિઝાઈન અને અમુક નવા ફીચર્સ આપવામાં આવ્યા હતા. કંપનીનો નવો ફોન ખરીદવા વાળા લોકોને અમુક સ્પેશિયલ ઓફર ઓફર આપવામાં આવી રહી છે. આ ઓફર અંતર્ગત તમારે ૩ અલગ અલગ પ્રકારના પ્લાન ખરીદવાનું રહેશે. જેની સાથે જીયો નો ફિચર ફોન JioPhone ફોન મફતમાં મળી જશે. આ પ્લાન ની કિંમત ૧૯૯૯, ૧૪૯૯ અને ૭૪૯ રૂપિયા છે. ખાસ વાત એ છે કે ૧૯૯૯માં જીયો ફોનની સાથે તમને ૨ વર્ષની વેલીડિટી વાળો પ્લાન આપવામાં આવશે.

૧૯૯૯ રૂપિયા વાળો જીયો ફોન પ્લાન

૧૯૯૯ રૂપિયા વાળા પ્લાનની સાથે તમને એક જીયો ફોન અને ૨ વર્ષ માટે અનલિમિટેડ કોલિંગ અને ડેટા પ્લાન મળશે. એટલે કે એક વખત ફોન લીધા બાદ તમારે બે વર્ષ સુધી રિચાર્જ કરવાની જરૂરિયાત રહેશે નહીં. આ પ્લાનમાં ગ્રાહકોને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ૨ જીબી ડેટા દર મહિને મળશે. એક વખત ડેટા લિમીટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે.

૧૪૯૯ રૂપિયા વાળો જીયો ફોન પ્લાન

જો તમને ૧૪૯૯ રૂપિયા વાળો પ્લાન મોંઘો લાગી રહ્યો હોય તો તમે ૧૪૯૯ પ્લાન ઉપર પણ જઈ શકો છો. જો કે આ પ્લાન ફક્ત એક વર્ષની વેલીડીટી સાથે આવે છે. એટલે કે એક વખત ફોન લીધા બાદ તમારે એક વર્ષ સુધી રિચાર્જ કરાવવાનું રહેશે નહીં. પ્લાનમાં બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દર મહિને 2GB ડેટા મળશે. એક વખત ડેટા લિમીટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64kbps રહી જશે.

૭૪૯ રૂપિયા વાળો જીયો પ્લાન

કંપની ૭૪૯ રૂપિયાનો વધુ એક પ્લાન ઓફર કરી રહી છે. જેની સાથે જીયો ફોન મફત મળશે. જોકે આ પ્લાન ફક્ત તે યુઝર્સ માટે છે, જે પહેલાથી જીયો ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. સુવિધાઓમાં આ પ્લાન ૧૪૯૯ રૂપિયા જેવો છે. તેમાં પણ એક વર્ષ માટે બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દર મહિને 2GB ડેટા મળશે. એક વખત ડેટા લિમીટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64kbps રહી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *