ભગવાન શ્રીકૃષ્ણ અનુસાર આ ૭ સંકેત જણાવે છે કે તમારો સમય ક્યારે બદલશે

Posted by

તમે તે કહેવત જરૂર સાંભળી હશે કે કોઈને ભાગ્યથી વધારે અને સમય પહેલા કંઈ પણ મળતું નથી. વળી તમે જાણતા હશો કે સમય ખુબ જ બળવાન હોય છે, જેનાથી કોઈ બચી શકતું નથી. સમય જ રાજાને ભિખારી બનાવી શકે છે અથવા ભિખારીને રાજા બનાવી શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે આવું શા માટે કહી રહ્યા છીએ? તો મિત્રો તમે પણ એવો અનુભવ કર્યો હશે કે કોઈપણ વ્યક્તિનો સમય એકસરખો રહેતો નથી. જો હાલમાં કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય તો આગળ ચાલીને તેનો ખરાબ સમય આવવો પણ નિશ્ચિત છે અને સમય વિશે ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં અમુક એવા સંકેતો વિશે જણાવેલ છે. જેના પરથી તમે જાણી શકો છો કે તમારો કેવો સમય શરૂ થવાનો છે. તો ચાલો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા સંકેતો વિશે જાણી લઈએ.

Advertisement

ભગવત ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે તે સમયે જ હોય છે જે મનુષ્યના જીવનમાં આવનાર સુખ દુઃખ વિશે જણાવે છે. સાથોસાથ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સુખ આવવાનું હોય કે પછી દુઃખ, તેનો સંકેત આપણને પહેલાથી જ પશુ-પક્ષી અથવા કરવામાં આવતા કર્મો દ્વારા મળવા લાગે છે. પરંતુ અજ્ઞાનતાને લીધે મનુષ્ય તેને જાણી શકતો નથી.

ભગવત ગીતામાં વર્ણીત કથા અનુસાર એક વખત નારદ મુનિ ભગવાન વિષ્ણુને મળવા માટે વૈકુંઠધામ ગયા અને તેમણે મનુષ્યના જીવનમાં આવનાર સુખ અથવા દુઃખ પહેલા મળતા સંકેતો વિશે પુછવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિની આંખ બ્રહ્મ મુહુર્તમાં એટલે કે સવારે ૩ થી પ વાગ્યાની વચ્ચે ખુલી જાય છે અથવા આ સમયગાળામાં તેને સપનામાં ભગવાનનું સ્મરણ થાય છે અને મનુષ્યને એવું લાગે કે કોઈ તેને દિશા બતાવી રહ્યું છે, જે તેના જીવનને સમૃદ્ધ અને પ્રગતિ તરફ લઈ જશે. તો તેવામાં મનુષ્યએ જાણી લેવું જોઈએ કે તેના જીવનમાં સમૃદ્ધિ સાથે જોડાયેલ નવા રસ્તા ખુલવાના છે, જેને પુર્ણ કરવામાં ભગવાન સ્વયં તેની મદદ કરશે.

તે સિવાય જ્યારે કોઈ મનુષ્ય પુજા કરી રહેલ હોય અને તેની સામે ભગવાનને ચઢાવવામાં આવેલા ફુલ પડી જાય તો તેને ભગવાનના આશીર્વાદ માનવામાં આવે છે અને આ એક શુભ સંકેત માનવામાં આવે છે. એજ નહીં વધુ અન્ય અમુક એવી ઘટનાઓ હોય છે, જેનાથી મનુષ્ય આવનારા સમય વિશે જાણી શકે છે. જ્યારે કોઈ મનુષ્ય સવારે ઊઠીને અરીસામાં પોતાનો ચહેરો જોવે છે અને તેને પોતાનો ચહેરો ખુબ જ ખીલખીલાટ અને ચમકતો નજર આવે છે તથા આવું સતત અમુક દિવસો સુધી થતું રહે છે તો તેવામાં મનુષ્યએ જાણી લેવું જોઈએ કે હવે તેનો સારો સમય શરૂ થઈ ગયો છે. તેની સાથે જ જોડાયેલ વધુ એક સંકેત એવો પણ છે કે જો તમે અચાનકથી ખુશ રહેવા લાગો તો તેનો મતલબ છે કે તમારા મનમાં ભગવાનનો વાસ છે અને તે સમયમાં તમે જે પણ વિચારી રહ્યા છો અથવા કરવા માંગો છો તે જરૂરથી પુર્ણ થશે.

એવું પણ માનવામાં આવે છે કે જ્યારે તમને સપનામાં ભવિષ્યમાં થતી ઘટનાઓ પહેલાથી જ જોવા મળે તો તેને ભગવાનનો સંકેત માની શકો છો કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. આવા જ અન્ય વધુ સંકેત છે જે તમારા જીવનમાં આવનાર દુઃખનો નાશ થવાનો તથા સારા સમયની શરૂઆત થવા વિશે જણાવે છે. આવા જ એક સંકેત તરફ આગળ વધીએ જે તમારા ધન સંબંધિત સમસ્યાઓની સમાપ્તિ તરફથી ઈશારો કરે છે. જો સવાર-સવારમાં તમને ઘરમાં કોઈપણ સંબંધી અથવા અન્ય કોઈ વ્યક્તિ પૈસા આપીને જાય છે તો તે તમારા ઘરમાં લક્ષ્મીના પ્રવેશ વિશે જણાવે છે અને તમારે સમજી લેવું જોઈએ કે તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ ખતમ થવાની છે.

આગળ શ્રીકૃષ્ણ ધન સંબંધિત સમસ્યાઓ સાથે જોડાયેલ સંકેત વિશે કહે છે કે જો કોઈ મનુષ્યના હાથમાં પૈસા ટકતા ન હોય અને ત્યારબાદ અચાનકથી તેના હાથમાં પૈસા ટકવા લાગે તો મનુષ્ય સમજી લેવું જોઈએ કે તેનું ખાલી ખિસ્સું ભરાઈ જવાનો સંકેત છે. જે તેના જીવનમાં ચાલી રહેલા પ્રશ્નોને ખતમ કરી નાખશે. અમુક આવા જ સંકેત જે પશુ પક્ષી દ્વારા પણ મનુષ્યને મળતા હોય છે. જેમ કે જો કોઈ વાંદરો તમારી છત ઉપર કેરીની ગોટલી ફેંકીને ચાલ્યો જાય, કોઈ બિલાડી તમારા ઘરમાં બાળકોને જન્મ આપે અથવા તો કોઈ પક્ષી તમારી છત ઉપર કોઈ ચાંદીની ચીજ છોડીને જાય તો તે ભગવાનનો સંકેત છે કે હવે તમારો સારો સમય શરૂ થવાનો છે.

તે સિવાય એક સંકેત હિન્દુ ધર્મમાં પુજવામાં આવતી ગાય માતા સાથે જોડાયેલ છે. જો તમારા ઘરના દરવાજા ઉપર અચાનક ગાય માતા આવવાનું શરૂ કરી દે અને તમારા ઘરેથી ભોજન તથા પાણીનું સેવન કરવા લાગે તો સમજી લેવું જોઈએ કે હવે તમારા ઘર ઉપર ભગવાનની કૃપા થવાની છે. તે સિવાય જ્યારે તમે સવારે ઘરેથી બહાર નીકળો છો અને તમને સામે કોઈ પાણી અથવા દુધ લઈને પસાર થતું જોવા મળે તો તે સુખ સમૃદ્ધિ નો સંકેત માનવામાં આવે છે.

બાળકોને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે. એટલા માટે જો તમારા ઘરમાં બાળકોનું આગમન થાય તો તે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ બાળક તમારા ઘરમાં દરરોજ આવીને તમારા આંગણમાં ખુશીથી રમે છે તો નિશ્ચિત રૂપથી તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.