૧ મહિનામાં ઘટાડો ૧૦ કિલો વજન, બાબા રામદેવે વજન ઘટાડવાનો અસરકારક ઉપાય જણાવ્યો

વધતા વજનથી હાલના સમયમાં દરેક લોકો પરેશાન છે. ઘણા રિસર્ચમાં ખુલાસો થયો છે કે યુવાનો માટે સ્થુળતા આજના સમયમાં એક મોટી પરેશાની બની ગયેલ છે. એક્સપર્ટ અનુસાર ખરાબ ખાણીપીણી, જંકફુડનું વધારે પડતું સેવન, આળસ અને અવ્યવસ્થિત જીવનશૈલીને લીધે સ્થુળતાની સમસ્યા વધી રહી છે. સ્થુળતાથી ફક્ત તમારી પર્સનાલિટી ખરાબ નથી થતી, પરંતુ તેના લીધે ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનો પણ ખતરો વધી જાય છે.

યોગગુરૂ બાબા રામદેવનું માનવામાં આવે તો ખાણીપીણી અને લાઈફ સ્ટાઈલ માં થોડો બદલાવ કરીને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. સ્વામી રામદેવ એ એવી પાંચ ટીપ્સ જણાવી છે, જેને દરરોજ ફોલો કરવાથી તમે એક મહિનાની અંદર ૧૦ કિલો સુધી વજન ઓછું કરી શકો છો.

બાબા રામદેવ દ્વારા જણાવવામાં આવેલી એક ખીચડીને પુષ્ટાહાર વાળી ખીચડી ના નામથી ઓળખવામાં આવે છે. પુષ્ટાહાર એટલા માટે કારણ કે તેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બ, વિટામીન અને મિનરલ્સ હોય છે. તેના માટે ૧૦૦ ગ્રામ દલિયો, ૧૦૦ ગ્રામ બાજરો, ૧૦૦ ગ્રામ છાલ વાળી મગની દાળ, ૧૦૦ ગ્રામ બ્રાઉન રાઈસ, ૧/૩ ચમચી અજમા, ૧૦ ગ્રામ સફેદ અથવા કાળા તલ, આ બધી ચીજોને એક સાથે મિક્સ કરો અને હવે તેની ખીચડી તૈયાર કરી લો. હવે તેમાંથી ૫૦ ગ્રામની માત્રા લો અને તેને ભોજન માટે બનાવો.

એક્સપર્ટ જણાવે છે કે સ્થુળતા વધવાનું મુખ્ય કારણ ખાંડ છે. એટલા માટે સ્થુળતા માંથી છુટકારો મેળવવા માટે ખાંડ અને મીઠાનું સેવન બિલકુલ ઓછું કરી દેવું જોઈએ. તેની સાથોસાથ વજન ઘટાડવું હોય તો વિટામીન ને આહારમાં સામેલ કરો. ડ્રાયફ્રુટ, ફળ અને પાન વાળા શાકભાજીનું સેવન કરો. વિટામિન સી જેમ કે, લીંબુ, જામફળ, સંતરા, પોપૈયા વગેરેનું સેવન તે લોકો માટે ફાયદાકારક છે, જે લોકો વજન ઓછું કરવા માંગે છે તે ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

બાબા રામદેવ જણાવે છે કે દરરોજ કપાલભાતિ કરવાથી ૪૫ દિવસની અંદર ઓછામાં ઓછું ૧૦ કિલો વજન ઓછું કરી શકાય છે. બાબા રામદેવ જણાવે છે કે ભોજન કર્યાના થોડા સમય બાદ અમુક મિનિટ સુધી વજ્રાસન અવસ્થામાં બેસી જવું જોઈએ. આ ઉપાય અપનાવાથી વજન ઓછું કરી શકાય છે.

એક્સપર્ટ જણાવે છે કે વધતા વજનને ઓછું કરવા માટે સપ્તાહમાં એક વખત વ્રત જરૂરથી રાખવું જોઈએ. કારણ કે વ્રત ઉપવાસ કરવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રિત રહે છે. તે સિવાય સ્વામી રામદેવ જણાવે છે કે નિયમિત રૂપથી તિર્યક તાડાસન, ત્રિકોણાસન, કોણાસન, પદસ્થ આસન અને ચક્કી આસન કરવાથી વધતા વજનને કાબુમાં કરી શકાય છે.