સુશાંતનાં નિધનનાં ૧ વર્ષ બાદ તેનું ફેસબુક પ્રોફાઇલમાં જોવા મળી હલચલ, લોકોએ કહ્યું “મહાનાયક હજુ જીવે છે”

Posted by

સુશાંત સિંહ રાજપુતનાં નિધનનું રહસ્ય આજ સુધી ઉકેલી શકાયું નથી. ૧૪ જુન, ૨૦૨૦નાં રોજ ફેન્સ તે સમયે દંગ રહી ગયા હતા, જ્યારે સુશાંતનું શબ તેમના મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં પંખાથી લટકેલું મળ્યું હતું. કોઈને વિશ્વાસ નહીં થયો કે સુશાંત જેવો એક બુદ્ધિશાળી અને શાનદાર અભિનેતા જીવન ટુંકાવી લેવા જેવુ મોટું પગલું પણ ઉઠાવી શકે છે. પોલીસને સુશાંતનાં રુમમાં કોઈપણ નોટ નથી મળી. જોકે પ્રાથમિક તપાસમાં તે વાત સામે આવી હતી કે સુશાંતે પોતાની જીવન ટુંકાવી લીધું છે. પરંતુ તેમનો પરિવાર અને અમુક આ વાત માનવ તૈયાર નથી.

સુશાંતનાં નિધન પર ઘણા લાંબા સમય સુધી તપાસ થઈ. પરંતુ આજ સુધી તેને લઈને કોઈ સાબિતી નથી મળી નથી. સુશાંતને દુનિયાને અલવિદા કહ્યાને ૧ વર્ષથી વધુનો સમય પસાર થઈ ગયો છે. ફેન્સ આજે પણ તેમને ઘણા મિસ કરે છે. સુશાંત સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહેતા હતા. તે એવા કલાકાર હતા જે પોતાના ફેન્સ કે કોમન મેનને પણ ફોલો કરી લેતા હતા. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર તે પોતાના ફેન્સને સવાલોનાં જવાબ આપવામાં પણ ઘણા એક્ટિવ રહેતા હતા. આ વસ્તુ તેમને બીજા કલાકારો થી અલગ બનાવતી હતી.

સુશાંતનાં નિધન પછી તેમનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સુનુ પડી ગયું હતું. તેમાં કોઈ હલચલ દેખાઇ ન હતી. પરંતુ હાલમાં જ સુશાંતના નિધનનાં એક વર્ષ પછી અચાનક થી તેમના ફેસબુક એકાઉન્ટ માં હલચલ થઇ. સુશાંતનું ડીપી એટલે કે ફેસબુક પ્રોફાઇલ ફોટો અચાનકથી ચેન્જ થઈ ગયું. તેમની પ્રોફાઈલમાં અપડેટ જોઇ ફેન્સ આશ્ચર્યમાં રહી ગયા. ઘણા તો ઈમોશનલ પણ થયા. તે સોશિયલ મીડિયા પર સુશાંતને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા.

ઉદાહરણ રીતે એક વ્યક્તિએ લખ્યું “કાશ, તું જીવિત હોતે” તે પછી એક યુઝર લખે છે “કાશ તમે ખરેખર જીવીત હોત અને પોતાનું ડીપી અપડેટ કરતાં હોત.” ત્યારબાદ સુશાંતનો એક ફેન લખે છે કે “એક સેકન્ડ માટે મને એવું લાગ્યું કે તે ફરી આવી ગયા”. એક ફ્રેન્ડ ભાવુક થઈને લખવા લાગ્યો “અમે તમને હજુ પણ મિસ કરીએ છીએ, પ્લીઝ ફરી આવી જાઓ.” પછી એક યુઝરે પણ કોમેન્ટ કરે છે કે “લેજેન્ડ (મહાનાયક) હંમેશા જીવીત રહે છે.”

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે સુશાંતનાં ફેસબુક પ્રોફાઇલને એક્ટરે જાતે અપડેટ નથી કર્યું. પરંતુ તેને સોશિયલ મીડિયા મેનેજરે અપડેટ કર્યું છે. જોકે આ ડીપી ચેન્જ થવાને લીધે એક પળ માટે સુશાંત ની યાદ અપાવી દીધી. ફેન્સને લાગ્યું કે ક્યાંક તે પરત તો નથી આવી ગયા. સુશાંતને ફેન્સનો જે રીતે પ્રેમ મળી રહ્યો છે, તે શબ્દોમાં કહી શકાય નહીં.

ફેન્સ હજી પણ સુશાંત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. આ કેસની સીબીઆઈ તપાસ ચાલી રહી છે. પરંતુ કોઈ ઠોસ પુરાવો નથી આવી રહ્યો. શરૂઆતમાં આ તપાસને લઈને ઘણા સમાચારો પણ થયા હતા. પરંતુ હવે એવું જણાઈ થઈ રહ્યું છે કે આ મામલો ઠંડો પડી ગયો છે અને સુશાંતનાં મૃત્યુનું રહસ્ય ઉકેલી શકાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *