કોરોના મહામારી થી દર્દીઓને બચાવવા માટે વેન્ટિલેટર ની પર્યાપ્ત વ્યવસ્થા હોવી જરૂરી છે. પરંતુ જે ઝડપથી આ વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ઘણા હોસ્પિટલોમાં વેન્ટિલેટર ની અછત થઈ શકે છે. દર્દીઓ માટે વેન્ટિલેટર ઓછા પડી શકે છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે શહેરના ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસેસ એન્ડ રિસર્ચ સેન્ટર ના ડોક્ટરોએ વેન્ટિલેટર સાથે જોડાયેલા અમુક બદલાવ કર્યા છે. એક વેન્ટિલેટર ના તેમણે ઘણા ભાગ કરી દીધા છે.
ગુજરાતના ડોક્ટરોએ શોધી કાઢ્યો રસ્તો
આ સુવિધાનો હવે ફાયદો થઇ રહ્યો છે કે એક વેન્ટિલેટર પર ઘણા દર્દીઓનો ઈલાજ કરવામાં આવી શકે છે. ડોક્ટર કહે છે કે કોરોનાનાં દર્દીઓને શ્વાસ લેવામાં પરેશાની થાય છે. તેમાં પણ ૬૦ વર્ષથી વધારે ઉંમરવાળા વ્યક્તિની સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. તેવામાં આ દર્દીઓને મિકેનિકલ વેન્ટિલેટરની જરૂરિયાત રહેતી હોય છે. આ એક એવી મશીન છે જેમાં શ્વાસ લેવામાં અસમર્થ દર્દીઓને મદદ મળી શકે છે. આ મશીનની મદદથી દર્દીને શ્વાસ લેવાની નળીમાં એક ટ્યૂબ મૂકવામાં આવે છે જેના દ્વારા તે દર્દી ફેફસા સુધી શ્વાસ ખેંચી શકે છે.
એક વેન્ટિલેટર થી ઘણા દર્દીઓનો ઈલાજ થયો
આઈકેડીઆરસી ના નિર્દેશક વિનીત મિશ્રાએ કહ્યું હતું કે આપણને દરેક દર્દી માટે વેન્ટિલેટર ની આવશ્યકતા છે. પરંતુ અમારી પાસે પર્યાપ્ત માત્રામાં વેન્ટિલેટર ની સંખ્યા નથી. જેના કારણે અમે વેન્ટિલેટરને સંશોધિત કર્યું છે અને તેમાં અલગ-અલગ નળીઓ કાઢવામાં આવી છે. જેનાથી ઘણા દર્દીઓને શ્વાસ લેવાની નળીમાં મૂકીને એક સાથે તેમનો ઇલાજ કરવામાં આવી શકે છે.
ભારતમાં જ નહીં દુનિયાભરમાં ઓછા પડી શકે છે વેન્ટિલેટર
કોરોના વાયરસને કારણે અમેરિકા જેવા દેશમાં પણ વેન્ટિલેટર ઓછા પડી રહ્યા છે. જેના લીધે ત્યાં પણ ઉત્પાદન શરૂ કરી દેવામાં આવેલ છે. વળી ભારતમાં પણ અમુક જગ્યાએ વેન્ટિલેટરની અછત દેખાઈ રહી છે. જેના માટે સરકાર પણ તૈયારીઓમાં લાગી ગયેલ છે. તેવા સમયમાં ગુજરાતી ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલા સંશોધનને સરકાર એપ્લાય કરી શકે છે.
તમે આ લેખ અમારા ફેસબુક પેજ નિ:શબ્દ પ્રેમ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ નિ:શબ્દ પ્રેમ જરૂરથી લાઈક કરજો.