૧૦ રૂપિયામાં ૧૦૦ કિલોમીટર ચાલે છે આ શાનદાર બાઈક, લાઇફટાઇમની ગેરેન્ટી સાથે આવે છે બાઇક

Posted by

પેટ્રોલનાં ઝડપથી વધતા ભાવ વચ્ચે જો તમને એક એવી બાઈક મળી જાય જે એટલી સસ્તી હોય કે માત્ર ૧૦ રૂપિયામાં ૧૦૦ કિલોમીટરનું અંતર કાપે, તો તમને વિશ્વાસ નહીં થશે. પછી જો તમને એ કહીએ કે આ બાઈકની ફ્રેમ ઉપર લાઇફટાઇમની વોરંટી છે અને તેનું ચલણ પણ ટ્રાફિક પોલીસ બનાવી શકતી નથી, તો લોકો તેને અસંભવ કહેશે. જોકે હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટ અપ  દ્વારા એવી બાઈક લોન્ચ કરવામાં આવી છે જેનું નામ Atumobile Atum 1.0 છે.

હૈદરાબાદ સ્થીત ઈલેકટ્રીક વિહિકલ સ્ટાર્ટ અપ Atumobile Pvt Ltd ની Atum 1.0 ઈલેક્ટ્રીક બાઈક ની કિંમત ૫૦,૦૦૦ રૂપિયા છે. ભારતમાં આ ઈલેક્ટ્રીક બાઈક કંપની તેલંગાણા સ્થિત ગ્રીન ફિલ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં નિર્મિત કરવામાં આવી છે. આ યુનિટની વર્ષની ઉત્પાદન ક્ષમતા ૧૫,૦૦૦ બાઇકની છે. જેને ૧૦,૦૦૦ એકમની વધારાની ક્ષમતા સુધી વધારી શકાય છે.

જો વાત કરીએ આ શાનદાર Atum 1.0 બાઈક ની તો તે એક ICAT (મોટર વાહન પ્રોધોગિકી ના માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર) સ્વીકૃત ઓછી સ્પીડ વાળું ઇલેક્ટ્રિક વાહન છે. તેનો મતલબ છે કે આ બાઇકની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી સીમિત છે. એજ કારણ છે કે Atum 1.0 ઇ-બાઈક માટે કોઈ રજીસ્ટ્રેશન કે ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂરિયાત નથી.

પોર્ટેબલ લિથિયમ આયન બેટરી પેક દ્વારા પાવર્ડ Atum 1.0 સિંગલ ચાર્જ માં ૧૦૦ કિલોમીટરની રેન્જ સુધી જાય છે. તેની બેટરી ૪ કલાકથી પણ ઓછા સમયમાં ફુલ ચાર્જ થઈ જાય છે. ઈલેક્ટ્રીક બાઈક માં બેટરીની વોરંટી બે વર્ષની છે અને તે ઘણા રંગોમાં ઉપલબ્ધ છે.

Atum 1.0 ૬ કિલોગ્રામની હળવી પોર્ટેબલ બેટરી પેક સાથે આવે છે. આ બેટરી ની ડિઝાઇન ઉઠાવવામાં અને લાવવામાં સરળ છે. તેનાથી ચાલક સામાન્ય થ્રી પિન સોકેટનો ઉપયોગ કરીને તેને ક્યાંય પણ ચાર્જ કરી શકે છે.

Atumobile કંપનીનો દાવો છે કે બાઈક લગભગ ૧ યુનિટ પ્રતિ ચાર્જનો વપરાશ કરે છે અને ૭-૧૦ રૂપિયા પ્રતિ દિવસ (૧૦૦ કિલોમીટર માટે) બરાબર થાય છે. જ્યારે પારંપારિક ICE બાઇકની કિંમત લગભગ ૮૦-૧૦૦ રૂપિયા પ્રતિ દિવસ (૧૦૦ કિલોમીટર) થાય છે.

ઈલેક્ટ્રીક બાઈકમાં 20X4 ફેટ બાઇક ટાયર સીટ, સીટ ની ઓછી ઊંચાઇ, એલીડી હેડલાઈટ/ઇન્ડિકેતર/ટેલલાઇટ અને સંપુર્ણ રીતે ડિજિટલ ડિસ્પ્લે મળે છે.

Atum 1.0 બાઇકને ૩ વર્ષના વિકાસ ક્રમ પછી રજુ કરવામાં આવી છે. લિથિયમ આયન બેટરી  દ્વારા સંચાલિત Atum 1.0 એક સ્પેસ સેવિંગ કન્ફિગ્રેશન પ્રદાન કરે છે. કંપનીનો દાવો છે કે બેટરી ની ઉંમર પાંચ વર્ષથી વધારે છે.

જો વાત કરીએ તેના સ્પેસિફિકેશન ની તો તેમાં ૪૮ વોલ્ટ ની ૨૫૦ વોટ મોટર લાગેલી છે. અને તેની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક છે. તેના હેન્ડલને તમારી સુવિધા અનુસાર  એડજેસ્ટ કરી શકાય છે. બાઈકનું ગ્રાઉન્ડ કલીરેન્સ ૨૮૦ મીમી અને સીટ ની ઊંચાઈ ૭૫૦ મીમી છે. જ્યારે તેમાં ૧૪ મીટરનું બુટ સ્પેસ આપવામાં આવ્યું છે.

આ બાઇકની મુખ્ય ખુબી માટેના ફ્રેમ પર લાઇફ ટાઈમ વોરંટી મળવી, તેનું હળવું વજન (૩૫ કિલો ગ્રામ), સ્ટેબ્લ રાઈડ છે. જ્યારે આ બાઈકનું ચલણ બનતું નથી હોતું. પેટ્રોલની તુલનામાં આ લગભગ ૯૭% સસ્તી પડે છે. આ સિવાય આ બાઇકને કોઈ સર્વિસની જરૂરિયાત પડતી નથી. એટલે કે તેનો મેન્ટેનન્સનો ખિસ્સા પર ભારી નથી પડતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *