૧૦ વર્ષનો બાળક ૨ વર્ષથી ગાયબ હતો, એક દિવસ પિતાની નજર તેના કબાટ પર પડી

Posted by

એક બાળક કે જેની ઉંમર ૧૦ વર્ષની હતી અને એક દિવસ અચાનક તે પોતાના રૂમમાંથી ગાયબ થઈ જાય છે. વિચારો તેના માતા-પિતા પર શું વીતી હશે અને એક દિવસ તે બાળકના રૂમમાં કંઇક એવું જોવા મળે છે જેને જોયા બાદ બાળકના પિતા આશ્ચર્યચકિત રહી જાય છે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ એક સત્ય ઘટના છે. તો ચાલો તેને વિસ્તારથી વાંચીએ.

નોર્થ અમેરિકામાં રહેવા વાળા ડેનિયલ અંદાજે ૪ વર્ષ પહેલા નવું ઘર ભાડા પર રાખે છે અને પોતાના પરિવાર પત્ની સારા, બે દીકરા ટોમ અને જેકબ સાથે રહેવા લાગે છે. સમગ્ર પરિવાર ખૂશ હતો અને તેમને લાગી રહ્યું હતું કે તેમના જીવનમાં હવે ખૂબ જ ખુશીઓ આવનારી છે, પરંતુ તેમની સાથે આવું થયું નહીં.

જેકબ એક દિવસ અચાનક ગાયબ થઈ જાય છે

એક દિવસ સવારે જ્યારે બધા ભોજન માટે ટેબલ પર બેઠા હોય છે, તો માં સારા જુએ છે કે જેકબ હજુ સુધી નીચે આવ્યો નથી અને તે પોતાના રૂમમાં જ વધારે રહેતો હતો. એટલા માટે માં સારા જેકબ ને બોલાવવા માટે તેના રૂમમાં જાય છે. તે જુએ છે કે તેનું બાળક રૂમમાં નથી. આ પહેલી વખત હતું નહીં જ્યારે જેકબ આવી રીતે ગાયબ થઈ ગયો હતો. પહેલા પણ સવારે ઊઠતાની સાથે જ તે બહાર રમવા માટે ચાલ્યો જતો હતો, એટલા માટે માં તેને બહાર શોધવા લાગે છે. અંદાજે ૨ કલાકની તપાસ બાદ જેકબ કોઈ જગ્યાએથી મળતો નથી ત્યારે તેના પિતા અને માં બંને પોલીસમાં ખબર આપે છે. તે સમયે જેકબ ની ઉંમર ફક્ત ૮ વર્ષની હતી. પોલીસ ઘણા દિવસો સુધી જેકબ ને શોધતી રહે છે અને તેમને કોઈ પુરાવા મળતા નથી.

જેકબ ની યાદ માં પિતા પરેશાન રહેવા લાગ્યા

ડેનિયલ પોતાના દીકરાને ખુબ જ પ્રેમ કરતા હતા અને દરરોજ તેને ક્યાંક ને ક્યાંક શોધતા અને તેની યાદમાં રડતાં રહેતા હતા. જેકબ ની યાદ માં તેઓ શરાબી પણ બની ગયા હતા. પોતાના બાળકને શોધતા-શોધતા ૨ વર્ષ પસાર થઇ ગયા હતા, પરંતુ જેકબ નો હજુ સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. એક સમય એવો પણ આવ્યો જ્યારે બધા સમજવા લાગ્યા કે જેકબ હવે આ દુનિયામાં રહ્યો નથી. માં સારા અને ડેનિયલને સમજમાં આવી રહ્યું ન હતું કે અચાનક તેનું બાળક કેવી રીતે ગાયબ થઈ ગયું.

એક દિવસ ડેનિયલ નશામાં જેકબ ના રૂમમાં ગયા

ડેનિયલ જેકબને યાદ કરતા તેના રૂમમાં ગયા અને રૂમને સાફ કરવા લાગ્યા. જેકબ ની યાદોને દુર કરવા લાગ્યા અને ત્યારે તેમને કંઈક એવું નજર આવ્યું કે તેઓ હેરાન થઈ ગયા. તેમણે જોયું કે જેકબનાં કબાટની પાછળ કંઈક છે. ધ્યાન દઈને જોવા પર જાણવા મળ્યું કે દીવાલ પર ટેપ ચોંટાડવામાં આવે છે. જ્યારે તેઓએ આ ટેપને હટાવી તો તેમને એક હોલ નજર આવ્યું. ડેનિયલે જ્યારે હોલને વધારે મોટું કરીને જોયું તો દીવાલની પાછળ એક અંધારિયો રૂમ નજર આવ્યો. ડેનિયલ જ્યારે તે રૂમની અંદર ગયા તો ત્યાં તેમને જેકબ ના શુઝ મળ્યા.

જેકબ ના શુઝ જોતાં જ ડેનિયલ રડવા લાગ્યા અને તેમને કંઈક અજીબ લાગી રહ્યું હતું અને ધ્યાનથી જોવા પર તેમણે જોયું કે ત્યાં હથોડો, કરવત અને બીજો ઘણો સામાન પડ્યો હતો. જમીન પર વધુ એક ચીજ તેમની નજરમાં આવી, જે ચશ્મા હતા. ચશ્માને જોઈને તે ઓળખી ગયા કે આ ચશ્માં તો તેમના પાડોશીના છે. તેઓ ત્યાંથી પડોશીના ઘર તરફ ભાગ્યા અને જોરજોરથી તેનો દરવાજો ખખડાવવા લાગ્યા. પાડોશીએ દરવાજો ખોલ્યો તો ડેનિયલે જોરથી તેમનું ગળું પકડ્યું અને તેમને પૂછ્યું કે તેમનો દીકરો જેકબ ક્યાં છે? પાડોશીએ એક રૂમની તરફ ઈશારો કર્યો અને ત્યાંથી ભાગી ગયો.

રૂમ માં કોમિક્સ નો ઢગલો જોયો

જ્યારે ડેનિયલ રૂમમાં ગયા તો તેમણે જોયું કે ચારે તરફ ઘણી બધી કોમિક્સ પડી હતી અને તે ઢગલાની વચ્ચે તેમનો દીકરો જેકબ બેસીને કોમિક્સ વાંચી રહ્યો હતો. આ કોમિક્સ માનો કે ક્યારેય ખતમ જ નહોતી થવાની. બાળક પોતાના પિતાને જુએ છે અને રડવા લાગે છે. બંને પિતા અને દીકરો રડતા રડતા બહાર આવે છે, તો જુએ છે કે પાડોશી અને તેમની વાઈફ બંને ગાયબ છે.

ડેનિયલ પોલીસને ખબર આપે છે

નિયર જલ્દી ૧૧૯ પર કોલ કરે છે અને પોલીસને બધી જાણકારી આપે છે. પાડોશી વધારે દૂર જાય તે પહેલાં જ પોલીસ તેને પકડી લે છે અને પૂછપરછમાં માલુમ પડે છે કે પાડોશીનું નામ હેક અને તેમની પત્નીનું નામ કેરોલીન છે. બંનેને બાળકો નથી અને બાળકોની ઇચ્છાને કારણે તેઓ જેકબનું અપહરણ કરી લીધું હતું. કેરોલિને કહ્યું હતું કે તેઓએ જેકબને હંમેશા પોતાના બાળકની જેમ પાલન કર્યું છે અને આ ૨ વર્ષ તેના જિંદગીના સૌથી સારા રહ્યા છે. જોકે અન્ય કોઈના બાળકનું અપહરણ કરવું પણ ગુનો બને છે, જેના કારણે કેરોલીન અને હેક ને સજા થઈ.

જેકબ જ્યારે ડેનિયલને મળ્યો તો તે ૧૦ વર્ષનો થઇ ચુક્યો હતો. તેના મળ્યાના ૧ વર્ષ બાદ જેકબ અને તેના ઘરવાળાએ કેરોલિન અને હેક ને માફ કરી દીધા અને બંનેના જામીન કરાવી દીધા. જેકબે તેમના માટે એક પત્ર લખ્યો અને તે પત્રમાં તેમણે લખ્યું કે તેમણે તેની સાથે જે કર્યું તે ખોટું કર્યું હતું, પરંતુ તેમની સાથે કોઈ પણ પ્રકારનો ખોટો વ્યવહાર કર્યો ન હતો અને બાળક સાથેનો પ્રેમને જોઈને તેમને માફ કરી રહ્યા છે. આ પત્ર બાદ કેરોલીન અને હેકને જામીન મળી ગયા અને તેઓ ફરીથી ડેનિયલ ના પાડોશી બની ગયા હવે બન્ને પરિવાર એકસાથે જેકબ ની દેખભાળ કરે છે.

4 comments

 1. સ્ટોરી લાગે છે સાચી પણ સવાલ એ છે કે બે વર્ષ સુધી પોતાના જ ઘર માં અને દીકરા ના ખુદના જ રૂમમાં આવો અંધારિયો રૂમ હતો એ ખબર જ નથી બંનેને?બે વર્ષ સુધી આવી રીતે પુરાય ને શું દીકરો કોમિક જ વાંચ્યા કરતો હતો?આ સ્ટોરી માં કૈક ખૂટે છે

 2. This design is wicked! You certainly know how to keep a
  reader entertained. Between your wit and your videos, I was almost moved to start
  my own blog (well, almost…HaHa!) Great job. I really enjoyed what you had to say, and more
  than that, how you presented it. Too cool!

 3. This post gives clear idea designed for the new visitors of blogging,
  that in fact how to do blogging and site-building.

 4. ChemDiv’s Screening Libraries have been extensively validated both in our in-house biological assays and in the laboratories of over 200 external partners including Pharma, Biotech, Academia and Screening Centers in the U.S., Europe, and Japan. We offer a shelf-available set of over 1.6 M individual solid compounds.
  Aurora libraries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *