૧૦૦ વર્ષ સુધી સ્વસ્થ અને તંદુરસ્ત જીવવા માંગો છો તો ભોજનમાં સામેલ કરી લો ફક્ત આ એક ચીજ

દુનિયામાં દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે તે એક લાંબુ અને સ્વસ્થ જીવન જીવે, પરંતુ બધા લોકોની આ ઈચ્છા પુરી થઈ શકતી નથી. બીમારીઓ અને અન્ય કારણોને લીધે મોટા ભાગનાં લોકો ૭૦ વર્ષ સુધીનું આયુષ્ય ભોગવે છે.

રિસર્ચમાં મળ્યું લાંબા ઉંમરનું રહસ્ય

હવે એક રિસર્ચમાં આખરે આ વાતનો જવાબ મળી ગયો છે કે અમુક લોકો ૧૦૦ વર્ષ સુધી કેવી રીતે જીવી શકે છે. ચાલો અમે તમને આ રહસ્યનો જવાબ અહીં જણાવીશું. તમે પણ રહસ્ય જાણીને લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવી શકો છો. ધ અમેરિકન જર્નલ ઓફ લાઈફ સ્ટાઈલ મેડિસિનનાં સ્ટડી અનુસાર દુનિયામાં બ્લુ જોન્સ એવી જગ્યા છે, જ્યાં સામાન્ય રીતે લોકો ૧૦૦ વર્ષ સુધીનું જીવન જીવે છે. વૈજ્ઞાનિકોએ તેમની લાંબી ઉંમરનું રહસ્ય જાણવા માટે તે વિસ્તારમાં રહેતા લોકોની ખાણી-પીણી અને લાઈફસ્ટાઈલ વિશે સ્ટડી કરી હતી.

લીલા કઠોળ નું નિયમિત સેવન કરો

તપાસમાં જાણવા મળ્યું હતું કે તે બધા લોકો ની ખાણી-પીણી અને લાઇફસ્ટાઇલ દુનિયાનાં અન્ય હિસ્સાઓ થી બિલકુલ અલગ છે. તેમ છતાં પણ તે બધામાં એક વાત કોમન જોવા મળી હતી. તે વાત હતી કે તેઓ બીન્સ એટલે કે લીલાં કઠોળનું સેવન નિયમિત રૂપથી કરે છે. આ બીન્સમાં રાજમાં અને ચોળી પણ આવે છે. તેના સેવનથી તેમને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન અને ફાઇબર મળે છે. જે શરીરને ફિટ રાખવા માટે જરૂરી હોય છે. સૌથી મોટી વાત એ છે કે આ બીન્સ માં કોઈ ફેટ પણ હોતું નથી.

તે સિવાય બ્લુ જોન્સમાં રહેતા લોકોમાં મળી આવ્યું હતું કે તેઓ લીલા કઠોળ અને શાકભાજી ખાવા પર વધારે ધ્યાન આપે છે. સાથોસાથ નિયમિત રૂપથી પગપાળા ચાલવા જવું, વિકેન્ડ રિલેક્સ કરવું અને તણાવમુક્ત રહેવા માટે મામુલી માત્રામાં પેશાબનું સેવન કરે છે.

બીમારીઓથી બચાવે છે કઠોળ

વૈજ્ઞાનિકો અનુસાર કઠોળમાં પોલીફેનોલ નામનું મજબુત એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સ્વસ્થ રીતે ઉંમરને વધારવામાં મદદ કરે છે. આ એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ ડાયાબિટીક હોવાની સાથોસાથ સ્થુળતા અને હ્રદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો પણ ઓછો કરે છે. આ કઠોળમાં રહેલ ફાઈબરની પર્યાપ્ત માત્રામાં ડિપ્રેશન હાઈપરટેન્શન ડાયાબિટીસ અને ડિમેન્શિયા નો ખતરો ઓછો કરે છે.

દરરોજ અડધો કલાક પગપાળા ચાલવું

ડાયટ એક્સપર્ટનું કહેવું છે કે જો તમે પણ લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માંગો છો તો પોતાના ભોજનમાં કઠોળને જરૂર સામેલ કરો. કઠોળમાં લીલા ઉપરાંત લાલ રાજમાં પણ સામેલ કરો. તેની સાથે તમે સલાડ, લીલા શાકભાજી, દાળ અને દુધ-દહીં નિયમિત સેવન કરો. સાથોસાથ દરરોજ અડધો કલાક પગપાળા ચાલવા માટેનો સમય કાઢો.