૧૧ મહિના સુધી ચાલશે Jio નાં આ ૩ સસ્તા પ્લાન, ફક્ત ૭૪૯ રૂપિયામાં મળશે ૧૧ મહિના અનલિમિટેડ કોલિંગ

Posted by

રિલાયન્સ જીયો પાસે લાંબા સમય સુધી ચાલવા વાળા ઘણા રીચાર્જ પ્લાન છે. જીયો નાં  અમુક પ્લાન ૧૨ મહિના સુધી ચાલવા વાળા છે. જ્યારે રિલાયન્સ જીયો નાં અમુક પ્લાનમાં ૧૧ મહિનાની વેલીડીટી મળે છે. જો તમે પણ જીયો ની લાંબી અવધિ સુધી ચાલવાવાળા પ્લાન શોધી રહ્યા છે. તો અમે તમને જીયોનાં ૧૧ મહિના સુધી ચાલવાવાળા રિચાર્જ પ્લાન વિશે બતાવી રહ્યા છે. આ પ્લાનમાં ફ્રી કોલિંગ સાથે પણ 504 GB  સુધીનાં ડેટા, SMS મોકલવાની સુવિધા અને ઘણા બીજા ફાયદા મળે છે. ૧૧ મહિના સુધી ચાલવાવાળા જીયોનું સૌથી સસ્તા રિચાર્જ ૭૪૯ રૂપિયાનું છે. આ જીયો  ફોનનું પ્લાન છે.

૭૪૯ રૂપિયામાં ૧૧ મહિનાની વેલીડીટી અને 24GB ડેટા

રિલાયન્સ જીયોનું ૭૪૯ રૂપિયા વાળું રિચાર્જ જીયો ફોનનો પ્લાન છે. ૭૪૯ રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં ૩૩૬ દિવસ (૧૧ મહિના) ની વેલીડીટી મળે છે. પ્લાનમાં દરેક ૨૮ દિવસે 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે પ્લાનમાં ટોટલ 24GB  ડેટા મળે છે. જીયો નાં આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ફાયદો મળે છે. પ્લાનમાં દરેક ૨૮ દિવસમાં ૫૦ SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જ જીયો એપ્સ સબસ્ક્રિપશન ફ્રીમાં મળે છે.

૧૨૯૯ રૂપિયાવાળા પ્લાનમાં ૧૧ મહિનાની વેલીડીટી, 24GB ડેટા

૧૨૯૯ રૂપિયા વાળું રિચાર્જ રિલાયન્સ જીયોનાં વેલ્યુ પ્લાનનો ભાગ છે. જીયોનાં આ પ્લાન માં ૩૩૬ દિવસ (૧૧ મહિના) ની વેલીડીટી મળે છે. પ્લાનમાં 24GB ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગ ફાયદો મળે છે. જીયો નાં આ પ્લાન માં ૩૬૦૦ SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જ જીયો  એપ્સનું ફ્રી સબસ્ક્રિપશન પણ મળે છે.

૨૧૨૧ રૂપિયા વાળો પ્લાન ૧૧ મહિનાની વેલીડીટી, 504 GB ડેટા

રિલાયન્સ જીયોનાં ૨૧૨૧ રૂપિયાવાળા પ્લાનમાં પણ ૩૩૬ દિવસ (૧૧ મહિના) ની વેલીડીટી મળે છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા મળે છે. પ્લાનમાં 504 GB ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલીંગનો ફાયદો મળે છે. પ્લાનમાં તમે દરરોજ 100 SMS મોકલી શકો છો. સાથે જ પ્લાનમાં જીઓ એપ્સનું ફ્રી સબસ્ક્રિપશન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *