૧૧ મે, ૨૦૨૦ શનિ માર્ગી થી વક્રી થવા જઈ રહ્યા છે. ૧૪૨ દિવસ એટલે કે ૨૯ સપ્ટેમ્બર સુધી શનિ વક્રી રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિના માર્ગી થી વક્રી થઈ જવાને કારણે અમુક રાશિઓ પર તેનો અશુભ પ્રભાવ પડશે. તો ચાલો જાણીએ કે શનિના વક્રી થવાથી કઈ રાશિઓ એ સાવધાન રહેવાનું રહેશે.
મેષ રાશિ : શનિના વક્રી થવાથી મેષ રાશિના જાતકોએ સાવધાન રહેવાની આવશ્યકતા છે. તમારા કાર્યોમાં અડચણ આવવાની સંભાવના છે. આવકથી વધારે ધનનો ખર્ચ પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની આવશ્યકતા છે. ત્વચા સંબંધિત રોગ તમને પરેશાન કરી શકે છે.
વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકોને આ સમયે કોઈ પણ પ્રકારનું નુકસાન થઈ શકે છે. પારિવારિક કંકાસ થઈ શકે છે. કાર્યસ્થળ પર મહેનત કરવા છતાં પણ લાભ મળશે નહીં. આ સમય સંયમ રાખીને આગળ વધવાનો છે. આ સમયમાં કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં પડવું નહીં.
મિથુન રાશિ : મિથુન રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા છે. આ સમયે મિથુન રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. જેના લીધે શનિનું વક્રી થવું પરેશાની વધારી શકે છે. આ સમયે આર્થિક પરેશાનીઓ પણ સામનો કરવો પડી શકે છે.
તુલા રાશિ : તુલા રાશિના જાતકોએ આ સમયે સાવધાન રહેવાની આવશ્યકતા છે. તુલા રાશિ પર શનિની ઢૈયાનો પ્રકોપ ચાલી રહ્યો છે. જેના લીધે શનિની વક્રી થવાથી પરેશાનીમાં વધારો થઈ શકે છે. વેપારમાં નુકસાન પણ થઈ શકે છે. આ સમયે કોઈપણ વાદ-વિવાદમાં પડવું નહીં.
ધન રાશિ : ધન રાશિ પર શનિની સાડાસાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. આ સમયે ધન રાશિના જાતકોને ધૈર્યપૂર્વક કામ કરવાની સલાહ આપવામાં આવે છે. તમને આ સમયે આર્થિક પરેશાનીઓ પણ સામનો કરવો પડી શકે છે. વેપારમાં વધારે મહેનત કરવાની આવશ્યકતા છે.
મકર રાશિ : મકર રાશિના જાતકો પર શનિની સાડાસાતીનાં બીજા ચરણ ની શરૂઆત થવા જઇ રહી છે. આ સમયે તમારે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. જીવનસાથી સાથે મતભેદ થવાની પણ સંભાવના છે, એટલા માટે જીવનસાથી સાથે કારણ વગર તકરાર કરવી નહિ. વેપાર માટે સમય કઠિન છે.
કુંભ રાશિ : કુંભ રાશિના જાતકો શનિની સાડાસાતીના પહેલા ચરણમાં છે. શનિના વક્રી થવાથી કુંભ રાશિ વાળા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. આ સમયે વેપારમાં સમજી વિચારીને રોકાણ કરવું યોગ્ય રહેશે.