એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ખબર અનુસાર એક ૧૧ વર્ષની માસૂમ બાળકી અચાનક પ્રેગ્નેટ થઈ ગઈ, જેનું કારણ કોઈને સમજમાં આવી રહ્યું નથી. આ વાત તે સમયની છે જ્યારે તેના પેટમાં દુખાવો થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરે તપાસ કર્યા બાદ જણાવ્યું કે તે પ્રેગ્નન્ટ છે. આ ૧૧ વર્ષની બાળકીનું નામ ચેરીશ રોજ લાવેલે છે. મામલો ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડનો છે. ડોક્ટર પણ તે વાત સમજી નથી રહ્યા કે આખરે તે પ્રેગનેટ થઈ કેવી રીતે? આ ઘટના સામે આવ્યા બાદ ચેરીશનાં ઘરવાળા અને ડોક્ટર હેરાન છે.
આ યુવતી ફક્ત ૧૧ વર્ષની ઉંમરમાં જ પ્રેગનન્ટ થવાના સમાચાર હાલના સમયમાં ચર્ચામાં રહેલા છે. કોઈ પણ તે વાત નથી સમજી નથી શકતું કે તેની સાથે શું થયું અને આટલી નાની ઉંમરમાં તેમાં કેવી રીતે પ્રેગ્નન્ટ બની ગઈ. ખબર અનુસાર ઓસ્ટ્રેલિયામાં રહેવાવાળી ચેરીશ રોજ લાવેલે નામની યુવતીને એક દિવસ અચાનક સ્કૂલમાં પેટમાં દુખાવો થવા લાગ્યો. પેટનો દુખાવો ખૂબ જ વધારે હતો એટલા માટે તેમણે ડોક્ટરને બતાવ્યું. પરંતુ ડોક્ટરે તપાસ બાદ કહ્યું કે તે પ્રેગનેન્સીનો દુખાવો છે અને તે પ્રેગ્નન્ટ છે.
ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડમાં રહેવાવાળી આ યુવતી માટે પણ આ વાત આશ્ચર્યજનક છે, અચાનક તેની સાથે આવું કેવી રીતે બની ગયું. હકીકતમાં યુવતીના પેટના દુખાવાની શરૂઆતની તપાસમાં ડોક્ટરને એવું લાગ્યું કે તે પ્રેગનેટ છે, જે ભૂલ હતી. ત્યારબાદ યુવતીની બીજી વખત તપાસ કરવામાં આવી તો સમગ્ર મામલો સામે આવ્યો છે. જ્યારે બીજી વખત ચેક અપ કર્યું તો તેની ઓવરીને જર્મ સેલ કેન્સર છે તે વાતની પુષ્ટી થઇ. તમને જણાવી દઈએ કે આ એક કેન્સરનું રૂપ છે જે આ ઉંમરની યુવતીઓમાં સામાન્ય રીતે જોવામાં નથી આવતો.
એટલે કે ડોક્ટરે શરૂઆતી તપાસમાં તેની પ્રેગ્નન્સીની જે વાત કહી હતી તે સંપૂર્ણ રીતે ખોટી હતી અને તેને કેન્સર હતુ નહીં. ડોક્ટરે હાલમાં ચેરીશનો ૬ મહિના સુધી ઈલાજ કર્યો છે. ટ્રીટમેન્ટ દરમિયાન તે અભ્યાસ પણ કરતી હતી. ચેરીશનો ઈલાજ કીમોથેરાપી દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઈલાજ બાદ તેના ટ્યુમર ની સાઈઝ ઓછી થઈ ગઈ છે અને તેને કાપી નાખવામાં આવેલ છે. ચેરીશનો ઇલાજ હજુ પણ ચાલી રહ્યો છે અને ડૉક્ટરે પોતાની ભૂલને સુધારતા કેન્સરનો યોગ્ય ઈલાજ કરીને તેનો જીવ બચાવી લીધો છે.