૧૧ વર્ષ પહેલા વિરાટ કોહલી આ યુવતીનાં પ્રેમમાં હતા પાગલ, હવે બની ચુકી છે એક્ટ્રેસ

Posted by

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરી કોઈથી છુપાયેલી નથી. દરેક જાણે છે કે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને તે પોતાની ગૃહસ્થી વસાવી ચુકયા છે. પરંતુ ઘણા ઓછા લોકો તેમની એક્સ ગર્લફ્રેન્ડ વિશે જાણે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનાં લગ્ન પહેલાં ઘણા બધા અફેર રહ્યા છે. તેમના ભુતકાળમાં કોઈ એવુ હતું, જેને તે ઘણો પ્રેમ કરતા હતા. આજે અમે તમને વિરાટ કોહલીનાં આવા જ રિલેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ખબર ખુબ જ ઓછા લોકોને છે.

હકીકતમાં પોતાના લગ્ન પહેલા પણ વિરાટ પોતાનું દિલ એક બોલિવુડ અભિનેત્રીને આપી ચુક્યા છે. બેટ્સમેન વિરાટ કોહલી એ અનુષ્કા સાથે લગ્ન કરવા પહેલા બ્રાઝીલિયન મોડલ અને બોલીવુડ અભિનેત્રી ઇઝાબેલ લિતે ને ડેટ કર્યું હતું. તે સમયે આ કપલની ચર્ચા દરેક લોકો કરતાં હતા. પરંતુ ક્યારેય પણ બંનેએ પોતાના સંબંધને સાર્વજનિક કર્યો ન હતો. બંને એકબીજાને ઘણું પસંદ કરતા હતા અને તેમનો રિલેશન ૨ વર્ષ સુધી ચાલ્યો હતો.

જણાવી દઈએ કે આ બંનેનાં સંબંધો માત્ર બે વર્ષ ચાલ્યા હતા, જેનો ખુલાસો ઇઝાબેલે જાતે કર્યો હતો. વળી તેમણે કહ્યું હતું કે ” હાં, હું અને વિરાટ બે વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા અને આ રિલેશન અંગત સહમતિથી સમાપ્ત થયો હતો.”

રસપ્રદ વાત એ છે કે ઇઝાબેલ લીતે બ્રાઝિલમાં જ જન્મી અને મોટી થઈ છે. જ્યારે પહેલીવાર બ્રાઝિલથી ઇન્ડિયા આવી હતી, તો તે માત્ર ૧૯ વર્ષની હતી. તેની જાણકારી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ૨૦૧૦માં આપી હતી અને એક ફોટો શેર કરતા કહ્યું હતું કે, “જ્યાંથી દરેક વસ્તુ ની શરૂઆત થઈ, મીની ઇઝા.”

હકીકતમાં તેમણે બોલિવુડમાં ડેબ્યુ આમિર ખાનની મુવી તલાશ થી કરી હતી. ત્યારબાદ તેમણે મુવી સિકસટીન માં કામ કર્યું અને તેમને જબરજસ્ત ઓળખાણ પણ મળી. ત્યારબાદ  તેને ઘણી ઓફર્સ પણ મળી. તેણે ફિલ્મ “પુરાની જિન્સ” માં શાનદાર કામ કર્યું હતું. જણાવી દઈએ કે તેણે હવે હિન્દી સિનેમા થી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રયાણ કર્યું છે. જ્યાં તે સારું પ્રદર્શન કરી રહી છે.

જ્યારે વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ ઈઝાબેલનાં ભુતકાળની વાત કરીએ તો આ તેમના બાળપણનાં દિવસોની તસ્વીર છે અને તે હવે ઘણી બદલાઈ ગઈ છે. ઈઝાબેલ પહેલા કરતાં ઘણી સુંદર થઈ ચુકી છે અને તેમની પર્સનાલીટી બદલાઈ ચુકી છે. આ ફોટામાં ઈઝાબેલે એક પ્લે સુટ પહેર્યો છે અને તેની સાથે જ બાથરૂમ સ્લીપર પહેર્યા છે. જ્યારે ગળામાં બિડ્સ ની માળા પહેરી છે. તે હંમેશાની જેમ ન્યુડ સ્ટાઇલ મેકઅપમાં શાનદાર લાગી રહી છે. હવે વિરાટ અને ઇઝાબેલ બંને પોતાના જીવનમાં આગળ વધી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *