૧૧૯૯ રૂપિયામાં કરી શકશો વિમાનમાં મુસાફરી, આ એરલાઇન આપી રહી છે શાનદાર ઓફર

Posted by

ઇન્ડિગો બાદ એક બાદ એક એરલાઇન્સ મુસાફરો માટે શાનદાર ટિકિટ ડિસ્કાઉન્ટ ઓફર આપી રહેલ છે. આ ઓફર અંતર્ગત મુસાફર ૧,૧૯૯ રૂપિયામાં ડોમેસ્ટિક યાત્રા અને ૬,૧૩૯ રૂપિયામાં ઇન્ટરનેશનલ યાત્રા કરી શકે છે. આ ઓફર અંતર્ગત તમારે બે દિવસ એટલે કે ૨૪ ફેબ્રુઆરી સુધી બુકિંગ કરાવી શકો છો. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૩નાં રોજ આ પેકેજ રજુ કરવામાં આવેલ છે.

ગરમીની સિઝન પહેલા જ હવાઈ યાત્રા ઝડપી બની ગઈ છે. તેવામાં એરલાઇન કંપનીઓ ટિકિટમાં ડિસ્કાઉન્ટ ની ઓફર રજુ કરી રહી છે. ઇન્ડિગો દ્વારા એક દિવસ પહેલા જ ટિકિટ ઉપર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. વળી હવે લો કોસ્ટ એરલાઇન “ગો ફર્સ્ટ” એ ઓછી કિંમતમાં ટિકિટ આપવાની જાહેરાત કરેલી છે. ગો ફર્સ્ટ નું કહેવું છે કે ડોમેસ્ટિક ભાડું ૧,૧૯૯ થી શરૂ થશે. વળી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ નું ભાડું ૬,૧૩૯ રહેશે.

આ વેચાણ ૨૪ ફેબ્રુઆરી સુધી ચાલશે. વળી યાત્રાની સમય મર્યાદા ૧૨ માર્ચથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીની છે. તેવામાં જે લોકો આ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવવા માંગે છે, તેમણે એરલાઇનની વેબસાઈટ ઉપર જઈને બુકિંગ કરવાનું રહેશે. વળી ઇન્ડિગો એ ૨,૦૯૩ રૂપિયાની શરૂઆતની કિંમત ઉપર ટિકિટ આપવાની જાહેરાત કરી છે, જે ૧૩ માર્ચથી ૧૩ ઓક્ટોબર સુધીની યાત્રા માટે છે.

ઇન્ડિગો એ પોતાની વેબસાઈટ અને ટ્વીટર ઉપર જાણકારી આપી છે કે ટિકિટનું વેચાણ ૨૫ ફેબ્રુઆરી સુધી શરૂ રહેશે. તેવામાં કોઇ પણ વ્યક્તિ બુકિંગ કરાવે છે, તો તે ૧૩ માર્ચથી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી મુસાફરી કરી શકે છે. સાથો સાથ વેચાણ દરમિયાન અમુક ગાઈડ લાઈન પણ રજુ કરવામાં આવેલી છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે.

જણાવી દઈએ કે ઉનાળાની સિઝનમાં ફ્લાઈટમાં મુસાફરી વધી જાય છે. લોકો રજાઓ ગાળવા માટે દેશ અને વિદેશના અલગ અલગ સ્થાન પર જાય છે. તેવામાં એરલાઇન્સ આ અવસર નો લાભ ઉઠાવ માંગે છે અને તેના લીધે મુસાફરોને ઓછી પ્રાઈઝ માં ટિકિટ આપીને મુસાફરી કરવાનો અવસર આપી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *