૧૨ મે થી ફરીથી શરૂ થશે પેસેન્જર ટ્રેન, કાલથી શરૂ થઈ જશે રિજર્વેશન

ભારતીય રેલવે સામાન્ય ટ્રેનોના પરિચાલનને ફરીથી શરૂ કરવા માટેની ઘોષણા કરી છે રેલ્વે તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર નવી દિલ્હી થી ચાલવા વાળી ટ્રેનોમાં રિઝર્વેશન માટે બુકિંગ ૧૧ મેં સાંજે ૪ વાગ્યાથી શરૂ થશે. કોરોના વાયરસ લોકડાઉનને કારણે બંધ પડેલી પેસેન્જર ટ્રેનનું સંચાલન ૧૨ મે થી શરૂ થઈ શકે છે. રેલ મંત્રાલય તેને લઈને એક વિસ્તૃત યોજના નું નિર્માણ કરેલ છે. શરૂઆતમાં ઓછી સંખ્યામાં તેનું સંચાલન કરવામાં આવશે. આ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય અને કોરોના સંક્રમણની તપાસ પણ કરવામાં આવશે.

કેવી રીતે કરી શકો છો ટીકીટ બુકિંગ?

જાણકારી અનુસાર, સ્ટેશન પર ટિકિટ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈપણ ટિકિટ કાઉન્ટર થી આપવામાં આવશે નહીં. આ બુકિંગ ફક્ત આઇઆરસીટીસીની વેબસાઈટ ઉપર જ ઉપલબ્ધ રહેશે. કોઈપણ મુસાફરને યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની પરેશાની ન થાય તેના માટે યાત્રીઓને ફેસ માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવેલ છે. રેલ્વે તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટેશન પર બધા મુસાફરોએ સ્ક્રિનિંગ કરાવવું પડશે. જે મુસાફરોમાં સંક્રમણના કોઈ પણ પ્રકારનાં લક્ષણ નહીં હોય તેમને જ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે.

આ છે રેલ્વેની યોજના

ભારતીય રેલવેની યોજના છે કે ૧૨ મે, ૨૦૨૦ થી પેસેન્જર ટ્રેનનું સંચાલન ધીરે ધીરે ફરીથી શરૂ કરવામાં આવે. ૧૫ જોડી ટ્રેનો (૩૦ રિટર્ન યાત્રા) ની સાથે. આ ટ્રેન દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ્, મડગાવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ તવી ને જોડવા વાળી નવી દિલ્હી સ્ટેશનથી વિશેષ ટ્રેનોના રૂપમાં ચલાવવામાં આવશે.