૧૩ વર્ષની સારા અલી ખાન પાપા સાથે પહોંચી હતી “KBC” માં, અમિતાભ બચ્ચનને આદાબ કરતો આ વિડીઓ વાઇરલ

Posted by

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા થી જ ખુબ જ લાઈમલાઈટમાં રહેતી હતી. વળી બે ફિલ્મો રિલીઝ થયા બાદ સારા અલી ખાને સાબિત કરી દીધું કે તે હકીકતમાં સ્ટારડમની હકદાર છે. સારા ને તેની એક્ટિંગ, ડાન્સ અને સુંદરતાની સાથે સાથે બિન્દાસ સ્વભાવને કારણે પણ ઓળખવામાં આવે છે. હવે સારા અલી ખાન નો એક જુનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

બાળપણનાં આ વીડિયોમાં સારા ખુબ જ ક્યુટ દેખાઈ રહી છે. આ વિડિયોની વાત કરવામાં આવે તો તે એક ફેન પેજ પર સારા અલી ખાનનો ૧૩ વર્ષ જુનો બાળપણ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન અમિતાભ બચ્ચનના શો “કૌન બનેગા કરોડપતિ” માં ઓડિયન્સમાં બેસેલી છે અને હોટ સીટ ઉપર બેસેલા પોતાના પિતા સૈફ અલી ખાન અને સપોર્ટ કરી રહી છે.

૨૦૦૫માં સૈફ અલી ખાન અને પ્રીતિ ઝિન્ટા પોતાની ફિલ્મ “સલામ નમસ્તે” નાં પ્રમોશન કરવા માટે “કૌન બનેગા કરોડપતિ સિઝન-૨” માં પહોંચ્યા હતા. ત્યારે સારા અલી ખાન પોતાની ફ્રેન્ડ પશ્મીના સાથે આ એપિસોડમાં પહોંચી હતી. ત્યારે શાળાના પેરેન્ટ્સ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ નાં છુટાછેડા થઈ ચુક્યા હતા. સૈફ અને અમૃતાએ વર્ષ ૨૦૦૪માં છુટાછેડા લઇ લીધા હતા. તેમ છતાં પણ સારા પોતાના પિતાને સપોર્ટ કરવા માટે શો માં ગઈ હતી.

સ્પષ્ટ છે કે સૈફ અને અમૃતા બંનેએ પોતાના સંબંધો ની અસર કોઈપણ બાળક ઉપર પડવા દીધી નથી. વાઇરલ વીડિયોમાં અમિતાભ બચ્ચન બંને બાળકીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સારા અલી ખાનનાં એક્સપ્રેશન ખુબ જ જોવા લાયક છે. આ વીડિયોને જોયા બાદ ફેન્સનું કહેવું છે કે સારા અલી ખાન જન્મથી જ એક સારી એક્ટ્રેસ છે. અમિતાભ બચ્ચન વીડિયોમાં સારા ને કહે છે કે, “શું તું મને આદાબ કરીશ?”

 

View this post on Instagram

 

A post shared by Bollywoodirect (@bollywoodirect)

અમિતાભ બચ્ચન ની વાત સાંભળીને સારા તેમને આદાબ કહે છે. બાદમાં અમિતાભ સારાની સાથે બેસેલી તેની મિત્ર પશ્મિના ને પણ ઈન્ટ્રોડ્યુસ કરે છે. કૌન બનેગા કરોડપતિનાં આ વીડિયોમાં સૈફ અલી ખાન એક સવાલ પર ફસાઈ જાય છે, જેનો જવાબ તેમને માલુમ હોતો નથી. પિતાને પરેશાન જોઈને સારા પણ ખુબ જ ટેન્શનમાં આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *