૧૩ વર્ષનો બાળક મોબાઈલ ગેમમાં હારી ગયો ૪૦ હજાર રૂપિયા, “I am sorry માં” લખીને જીવન ટુંકાવી લીધું, દરેક વ્યક્તિએ જરૂરથી વાંચવું

દરેક માતા-પિતા એવું જ ઈચ્છા હોય છે કે તેમના બાળકો અભ્યાસ પર વધારે ધ્યાન આપે અને નકામો સમય બરબાદ ન કરે. વળી બાળકો માટે રમત ગમત પણ એટલી જ જરૂરી છે જેટલો અભ્યાસ. પરંતુ આજના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનાં જમાનામાં બાળકો આઉટડોર ગેમ્સ રમવાનું ખુબ જ ઓછું પસંદ કરે છે અને આખો દિવસ મોબાઇલમાં ગેમ રમતા હોય છે. ખાસ કરીને બાળકોને મોબાઈલમાં ગેમ રમવી ખુબ જ પસંદ આવે છે. તેઓ માતાપિતા થી ચોરીછુપી અથવા તો તેમની સામે કલાકો સુધી ગેમ રમતા હોય છે.

આવી જ મોબાઈલ ની ગેમ રમવાની આદત મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાનાં ૧૩ વર્ષના કૃષ્ણા ને પણ હતી. લોકડાઉન માં પોતાની માં નાં મોબાઈલથી ઓનલાઈન ક્લાસ લેતો હતો, પરંતુ ચોરીછુપીથી ગેમ પણ રમતો હતો. હવે વાત ગેમ રમવા સુધી તો બરોબર હતી પરંતુ તે આ ગેમમાં પૈસા પણ લગાવવા લાગ્યો હતો. કૃષ્ણાને ફ્રી ફાયર ગેમ રમવાનો ખુબ જ શોખ હતો. જોકે આ ગેમમાં તે ૪૦ હજાર રૂપિયા હારી ગયો હતો. આ પૈસા તેની માં નાં બેંક એકાઉન્ટમાંથી કપાયેલા હતા.

જ્યારે માં પ્રીતિ પાંડે ને મોબાઈલ પર બેંક માંથી પૈસા ડેબિટ થવાનો મેસેજ આવ્યો, તો તેમણે દીકરાની કોલ કર્યો. દીકરાએ જણાવ્યું કે તેમના પૈસા ફ્રી ફાયર ગેમ થી કપાયેલા છે. આ વાત સાંભળીને માં ખુબ જ નારાજ થઈ અને તેમણે દીકરાને ઠપકો આપ્યો હતો. માં નો ઠપકો સાંભળીને દીકરો એટલો ડિપ્રેશનમાં ચાલ્યો ગયો કે તેણે પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. તે પહેલા તેણે એક નોટ લખી હતી, જેને વાંચીને તમારી આંખમાંથી પણ આંસુ છલકાઈ જશે.

સાગર રોડ પર રહેવા વાળા કૃષ્ણા વિવેક પાંડે અને પ્રીતિ પાંડેનો એકમાત્ર દીકરો હતો. તેના પિતા પેથોલોજી સંચાલક છે, જ્યારે માં જીલ્લા હોસ્પિટલમાં કાર્યરત છે. કૃષ્ણા છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેની એક બહેન પણ છે. શુક્રવારે બપોરે ૩ વાગ્યે તે ઘરમાં પોતાની બહેન સાથે એકલો હતો. તેમના પિતા પેથોલોજી લેબમાં હતા, જ્યારે માં હોસ્પિટલમાં હતી. માં નાં મોબાઈલ પર ૧૫૦૦ રૂપિયા ડેબિટ થવાનો મેસેજ આવ્યો હતો. તેવામાં માં એ દીકરાને ફોન કરીને પૂછ્યું કે પૈસા કેવી રીતે કપાયા છે? તેના પર દીકરાએ ઓનલાઇન ગેમ ની વાત જણાવી. આ વાત પર માં એ તેને ઠપકો આપ્યો હતો.

માં નો ઠપકો સાંભળ્યા બાદ કૃષ્ણા રૂમમાં ગયો અને અંદરથી તેણે દરવાજો બંધ કરી દીધો. થોડા સમય બાદ તેની બહેને દરવાજો ખખડાવ્યો. જ્યારે અંદરથી કોઈ જવાબ આપ્યો નહીં તો તેને મમ્મી પપ્પાને કોલ કર્યો. પેરેંટ્સ જ્યારે ઘરે આવ્યા તો તેમણે કૃષ્ણાનાં રૂમનો દરવાજો તોડી નાખ્યો. પરંતુ અંદરનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમનો ૧૩ વર્ષનાં દીકરાએ ફાંસી લગાવીને જીવન ટુંકાવી લીધું હતું.

કૃષ્ણાનાં રૂમમાંથી એક નોટ પણ મળી હતી, જેમાં તેણે ફ્રી ફાયર ગેમ માં ૪૦ હજાર રૂપિયા હારવાની વાત લખી હતી. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં જવાને લીધે પોતાનું જીવન ટુંકાવી રહ્યો છે. તેણે પોતાની માં માટે લખ્યું હતું કે, “આઈ એમ સોરી માં. તું રડીશ નહીં.” બાળકની આ નોટ હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. વળી આ બાબતમાં તમારું શું મંતવ્ય છે તે અમને જરૂરથી જણાવશો.