કોરોના વાયરસ : દેશનાં ૧૩૦ જીલ્લામાં રેડ ઝોન જાહેર, જાણો ગુજરાતનાં ક્યાં જિલ્લાને ક્યાં ઝોનમાં વહેંચવામાં આવેલ છે

Posted by

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે દેશભરમાં હાલના દિવસોમાં ૩ મે સુધી લોકડાઉન કરવામાં આવેલ છે. હવે આ લોકડાઉનને પૂરા થવામાં ૩ દિવસનો સમય રહી ગયો છે. તેવામાં દરેકના મનમાં સવાલ ઉભો થાય છે કે શું લોકોને ૩ મે બાદ લોકડાઉન માંથી છૂટ મળશે? કે પછી થોડા વધુ દિવસો માટે શહેરમાં લોકડાઉન લાગુ રહેશે. કેન્દ્ર સરકાર કોઇપણ સમયે નવી ગાઇડલાઇન રજૂ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે અલગ-અલગ ઝોનનાં હિસાબે લોકોને છૂટ મળી શકે છે.

હવે સરકાર દ્વારા અલગ-અલગ ઝોનનું લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે. તેમાં જણાવ્યા પ્રમાણે દેશના ૭૩૩ જિલ્લાને ૩ અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવેલ છે. ગ્રીન ઝોનમાં તે જિલ્લાઓ છે, જેમાં પાછલા ૨૮ દિવસોથી કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી. તે સિવાય ઓરેન્જ ઝોન એટલે કે તે વિસ્તારો છે, જ્યાં પાછલા ૧૪ દિવસોથી કોરોનાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી, ત્યાં પણ લોકડાઉન માં થોડી છૂટછાટ આપવામાં આવી શકે છે. તે સિવાય રેડ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવાની સંભાવના નથી. આવો એક નજર નાંખીએ કે કયા અલગ-અલગ રાજ્યના મુખ્ય શહેરો અને જિલ્લાને ક્યાં ઝોનમાં રાખવામાં આવેલ છે.

 • રેડ ઝોન (ઉત્તર પ્રદેશ) : લખનઉ, આગરા, કાનપુર, સહારનપુર, બુલંદશહેર, મેરઠ, રાયબરેલી, મુરાદાબાદ, ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ, મથુરા, બરેલી, વારાણસી, બિજનોર, રામપુર, અમરોહા, સંત કબીર નગર, ફિરોઝાબાદ, મુજફ્ફરનગર.
 • રેડ ઝોન (મહારાષ્ટ્ર) : મુંબઈ, પુણે, થાણે, નાસિક, પાલઘર, નાગપુર, સોલાપુર, યાવતમાલ, ઔરંગાબાદ, સતારા, અકોલા, જલગાંવ.
 • રેડ ઝોન (રાજસ્થાન) : જયપુર, જોધપુર, કોટા, અજમેર, ભરતપુર, નાગૌર, બાંસવાડા, ઝાલવાર.
 • રેડ ઝોન (પંજાબ) : જલંધર, પટિયાલા, લુધિયાના
 • રેડ ઝોન (મધ્ય પ્રદેશ) : ભોપાલ, ઈન્દોર, જબલપુર, ઉજ્જૈન, ગ્વાલિયર, ધાર, દેવાસ, બારવાની, ઈસ્ટ નિમાડ.
 • રેડ ઝોન (પશ્ચિમ બંગાળ) : કોલકાતા, હાવડા, ૨૪ પરગાના નોર્થ, ૨૪ પરગાના સાઉથ, મિદાનપુર ઈસ્ટ, દર્જિલિંગ, જલપાઈગુડી, માલદહ.

 • રેડ ઝોન (બિહાર) : મુંગેર, પટના, રોહતાસ, બક્સર, ગયા.
 • રેડ ઝોન (છત્તીસગઢ) : રાયપુર.
 • રેડ ઝોન (દિલ્હી) : દક્ષિણ-પશ્ચિમ, સેંટ્રલ, નોર્થ, સાઉથ, નોર્થ ઈસ્ટ, વેસ્ટ, શહાદરા, ઈસ્ટ, ન્યુ દિલ્લી, નોર્થ વેસ્ટ, સાઉથ વેસ્ટ.
 • રેડ ઝોન-૯ જિલ્લા (ગુજરાત) : અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર, અરવલ્લી.
 • ઓરેન્જ ઝોન – ૧૯ જિલ્લા (ગુજરાત) : રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીરસોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર, સુરેન્દ્રનગર.
 • ગ્રીન ઝોન – ૫ જિલ્લા (ગુજરાત) : મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા.
 • રેડ ઝોન (હરિયાણા) : સોનીપત, ફરીદાબાદ.
 • રેડ ઝોન (ઝારખંડ) : રાંચિ
 • રેડ ઝોન (તેલંગાણા) : હૈદરાબાદ, રંગારેડ્ડી, વિકારાબાદ, વારંગલ.
 • રેડ ઝોન (ઓડિશા) : જાજાપુર, ભદ્દ્ક, બાલેશ્વર.
 • રેડ ઝોન (કર્ણાટક) : બેંગલુરુ અર્બન, બેંગલુરુ રૂરલ, મૈસૂર.
 • રેડ ઝોન (ઉત્તરાખંડ) : હરિદ્વાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *