મનુષ્યના જીવનનો કોઈ ભરોસો નથી. ક્યારે કોની સાથે શું થઈ જાય તેની ખબર લોકોને પડી જાય તો દુનિયામાં અકસ્માત નામની કોઈ ચીજ ના રહે. કંઈક આવું જ થયું હતું બોલિવૂડની બાળ કલાકાર તરુણી સચદેવની સાથે. આ નામ કદાચ તમને યાદ ના હોય પણ તે રસના ગર્લ યાદ છે? તે જે માસૂમિયત ની સાથે આઇ લવ યુ રસના બોલતી હતી. જી હાં, એ જ તરૂણી સચદેવ એક ઇન્ડિયન મોડલ અને બાલ અભિનેત્રી રહી ચૂકી છે. પરંતુ જિંદગીએ તેની સાથે એવી મજાક કરી કે ૧૪ વર્ષની ઉમરમાં દુનિયાને અલવિદા કહી ગઈ રસના ગર્લ. તો આજે જણાવીશું કે શું થયું હતું તે બાળકી સાથે?
૧૪ વર્ષની ઉમરમાં દુનિયાને અલવિદા કહી ગઈ હતી રસના ગર્લ
૧૪ મે, ૧૯૯૮ મુંબઈમાં જન્મેલી તરુણી સચદેવ બાલ કલાકાર હતી. તેમના પિતા હરેશ સચદેવ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે અને માતા મુંબઈની ઈસ્કોનના રાધા ગોપીનાથ મંદિરની એક ભક્ત મંડળીની સદસ્ય હતી. તરૂણીએ પોતાનો અભ્યાસ મુંબઈ માં જ કર્યો હતો અને તે પોતાના માંની સાથે મંદિરમાં તહેવારોમાં અનેક નાટકોમાં ભાગ લેતી હતી. તરુણી ૫ વર્ષની ઉંમરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગઈ હતી અને તે પોતાના સમયની સૌથી વધારે પૈસા કમાતી બાળ કલાકાર માંથી એક હતી.
તરુણીને રસના, કોલગેટ, આઇસીઆઇસીઆઇ બેન્ક, રિલાયન્સ મોબાઇલ, એલ. જી., કોફી બાઈટ, ગોલ્ડ વિનર, શક્તિ મસાલા જેવા ઉત્પાદકોમાં ખૂબ જ ટેલિવિઝન એડમાં અભિનય કર્યો હતો. તે ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી હોશિયાર અને હંમેશા વ્યસ્ત રહેતી ચાઇલ્ડ મોડલ હતી. તરુણી સ્ટાર પ્લસના શો “કયા આપ પાંચવી પાસ સે તેજ હે?” મા પણ કન્ટેસ્ટન્ટ બનીને નજરે આવી ચુકી છે અને આ શોને શાહરૂખ ખાને હોસ્ટ કર્યો હતો. તેમણે વર્ષ ૨૦૦૪માં આવેલી મલયાલમ ફિલ્મોમાં વેલીનક્ષત્રમ માં પોતાનું ડેબ્યુ કર્યું છે.
૧૪ મે, ૨૦૧૨ એ અચાનક ખબર આવી કે તરૂણી યે દુનિયા છોડી છે અને તેમનું નિધન એક અકસ્માતમાં થઈ ગયું છે. વાસ્તવમાં જ્યારે નેપાલના અગ્નિ એર ફ્લાઇટ સીએચટી પ્લેન ક્રેશ થયું હતું, તે જ ફ્લાઇટમાં તરુણી પણ હતી. તે પોતાની માં ગીતા સચદેવ ની સાથે ફ્લાઈટમાં હતી અને તેની માતાનું પણ તેજ અકસ્માતમાં નિધન થઈ ગયું હતું. તે દિવસે તરુણીનો જન્મદિવસ પણ હતો. આ કહાની તમારી આંખોમાં આંસુ લાવી શકે છે. સોમવારે પશ્ચિમી નેપાલમાં ૨૦ સીટર વિમાન ક્રેશ થયું હતું અને તેમાં ૧૬ ભારતીય, ૨ ડેનમાર્ક નિવાસી અને ચાલક દળના ૩ સદસ્યો પણ હતા. જેમાં ૧૩ યાત્રીઓ અને ચાલક દળનાં ૨ સદસ્યોનું મૃત્યુ થયું હતું. લગભગ ૯:૪૫ વાગે પ્લેન ટુકડામાં બદલાઇ ગયું હતું. ૧૫ લોકો તે અકસ્માતમાં મરી ગયા હતા, જેમાંથી ૬ યાત્રીઓ બચી ગયા હતા.
મજામાં મિત્રોને અલવિદા કહ્યું
૧૧ મે, ૨૦૧૨ તરુણીને નેપાળ જવાનું હતું અને તે ત્યાં જવા માટે તૈયાર થઈ. તેના પહેલા પોતાના મિત્રોને મળી અને તે સમયે તરૂણીએ બધાને કહ્યું કે હું તમને બધાને છેલ્લી વાર મળી રહી છું. તરુણી તે સમયે મજાક માં વાત કરી રહી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તરુણીના દોસ્તોએ જણાવ્યું કે આ પેલા ક્યારેય પણ તરૂણીએ તેમને ક્યારેય ગળે લગાવ્યા ના હતા અને કોઈપણ ટ્રીપ પર જતા પહેલા અલવિદા પણ બોલતી હતી. છેલ્લી વખત તેણે પોતાના મિત્રોને મજાકમાં કહ્યું હતું કે ઉડાન સમયે પ્લેન ક્રેશ થઈ જાય તો… પછી તે હસતા-હસતાં પોતાના મિત્રોને આઇ લવ યુ બોલીને ચાલી ગઈ હતી.