૧૪ વર્ષની યુવતીને સુતા સમયે મોબાઈલનો ઉપયોગ કરવો પડયો ભારે, આ ભુલને કારણે જીવ ગુમાવવો પડયો

Posted by

આજના જમાનામાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન જરૂર હોય છે. આ સ્માર્ટફોન ખૂબ જ કામ નો હોય છે. તેનાથી આપણે ઇન્ટરનેટ ચલાવી શકીએ છીએ, ગેમ રમી શકીએ છીએ, તસ્વીરો લઇ શકીએ છીએ, વીડિયો જોઈ શકીએ છીએ અને ગીતો પણ સાંભળી શકીએ છીએ. જો કે તેના જેટલા ફાયદા છે એટલા જ તેના નુકશાન પણ છે. આજકાલ મોટાભાગના લોકો સ્માર્ટફોનનાં બંધાણી બની જતા હોય છે. તેમને તેનો એક નશો ચડી જતો હોય છે. પરિસ્થિતિ એવી થાય છે કે મોબાઇલ ફોન અને હંમેશા તેઓ પોતાની પાસે રાખે છે, પછી તેઓ ભોજન લઇ રહ્યા હોય, ટોયલેટમાં હોય કે પછી સૂઈ રહ્યા હોય.

ઘણા લોકોની આદત હોય છે કે તેઓ પોતાના મોબાઈલને સૂતા સમયે તકિયાની પાસે રાખી દેતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. કઝાકિસ્તાનનાં બાસ્તોબમાં રહેવાવાળી ૧૪ વર્ષીય યુવતીને આવું કરવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી.

એક રિપોર્ટ અનુસાર આલુઆ સિત્સ્કીજી અબ્જલબેક નામની ૧૪ વર્ષની યુવતી સુતા પહેલા મોબાઈલમાં ગીતો સાંભળી રહી હતી. જોકે આવું કરતા સમયે તેને ઊંઘ આવી ગઈ. ત્યાર બાદ રાતના સમયે તે મોબાઈલ ફાટી ગયો. મોબાઇલનાં ફાટવાને કારણે યુવતીના માથા માં ખૂબ જ ઇજા થઇ, જેના કારણે તેનો જીવ ચાલ્યો ગયો. સવારે જ્યારે પરિવારજનો યુવતીના રૂમમાં આવ્યા તો તેની ડેડ બોડી મળી.

જણાવી દઈએ કે અહીંયા યુવતીની સૌથી મોટી ભૂલ હતી કે આ દરમિયાન તેનો મોબાઈલ ચાર્જિંગ પર લગાવ્યો હતો. એટલે કે ચાર્જિંગ પર લગાવીને તે મોબાઇલમાં ગીતો સાંભળી રહી હતી અને ત્યારબાદ તેને ઊંઘ આવી ગઈ હતી. આ બાજુ મોબાઈલમાં ગીતો ચાલુ રહી ગયા અને સાથોસાથ ચાર્જિંગ પણ થઈ રહ્યું હતું. તેના કારણે મોબાઇલ વધારે ગરમ થયો અને તેમાં વિસ્ફોટ થઈ ગયો.

ફોરેન્સિક રિપોર્ટમાં પણ તે વાતની પુષ્ટી થઇ ગઈ કે મોબાઈલ ઓવરહીટિંગને કારણે ફાટી ગયો હતો. જોકે પોલીસ હાલમાં આ મામલાની વધુ તપાસ કરી રહી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી મોબાઈલ ફોન કંપનીનું નામ ગુપ્ત રાખવામાં આવેલ છે. મિત્રો આ ઘટના તે બધા લોકો માટે એક ચેતવણી છે, જે હંમેશાં પોતાના મોબાઇલ ફોન સાથે ચીપકીને રહેતા હોય.

આટલી સાવધાની રાખવી

સૌથી પહેલાં તો પોતાના મગજમાં તે વાત ફીટ કરી લો કે જ્યારે પણ તમારો મોબાઇલ ફોન ચાર્જિંગ પર લગાવેલા હોય તો તેનો ઉપયોગ કરવો નહીં. અમુક લોકો ચાર્જિંગ પર ફોન લગાવીને કોલ પર વાત કરતા હોય છે. આ દરમિયાન ફોન કાનની ખૂબ જ નજીક રહે છે, જે ખૂબ જ ખતરનાક હોય છે. જો તમારા મોબાઇલમાં કંઈ કામ હોય તો સૌથી પહેલાં તેનુ ચાર્જિંગ બંધ કરી દો. તેની સાથે જ તમે ક્યારેય પણ પોતાના મોબાઇલ ફોન અને સાથે લઈને સુવો નહીં. તેને રાત્રે પોતાનાથી દૂર રાખીને સૂવું જોઈએ. મોબાઇલ ફોનથી નીકળતી તરંગો પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે.

વધુ એક વાત ધ્યાનમાં રાખો કે મોબાઈલ રિચાર્જ કરવા માટે હંમેશા ઓરીજનલ અથવા સારી કંપનીનાં ચાર્જરનો ઉપયોગ કરો. સાથો સાથ મોબાઇલમાં બેટરી બદલી રહ્યા છો, તો ઓરિજનલ બેટરી જ ખરીદો. આ નાની-નાની સાવધાનીઓ તમારો જીવ બચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *