૧૫ દિવસમાં ૧૫ દેશોમાં ફેલાઈ ચુક્યો છે મંકીપોકસ વાયરસ, ભારતમાં ફેલાવવાનો ખતરો કેટલો

કોરોના મહામારી ની વચ્ચે હવે ઘણા દેશોમાં મંકીપોકસ વાયરસ નાં મામલા સામે આવવા લાગ્યા છે. બ્રિટનમાં શરૂ થયેલ મંકીપોકસ વાઇરસ નાં મામલા હવે કેનેડા અને સ્પેન સહિત ૧૫ થી વધારે દેશોમાં પહોંચી ચુક્યા છે. સંક્રમિત લોકોમાં સૌથી વધારે યુવાનો છે. ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયામાં પણ મંકીપોકસ નાં મામલા સામે આવી રહ્યા છે. મંકીપોકસ માટે જવાબદાર વાઈરસ વાંદરા અને અન્ય જંગલી જાનવર માં પેદા થાય છે. તેનાથી સંક્રમિત મોટા ભાગના દર્દીઓમાં તાવ, શરીરમાં દુખાવો, ઠંડી લાગવી અને થાકના લક્ષણ જોવા મળે છે. ગંભીર મામલામાં દર્દીના ચહેરા, હાથ અને શરીરના અન્ય ભાગમાં દાણા નીકળે છે.

મંકીપોકસ શું છે?

મંકીપોકસ વાયરસને લીધે થતી એક દુર્લભ બિમારી છે. જોકે સામાન્ય રીતે આ વધારે ગંભીર બિમારી નથી. આ એક ઓર્થોપોકસવાઇરસ છે, જે વાઇરસનો એક જીનસ છે. જેમાં વેરીયોલા વાયરસ પણ સામેલ છે. આ પરિવારના વૈકસીનિયા વાયરસ નો ઉપયોગ ચેચક નાં રસીમાં કરવામાં આવતો હતો. સામાન્ય રીતે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દુરના વિસ્તારોમાં થતો આ વાયરસ પહેલી વખત ૧૯૫૮માં વાંદરા મળી આવ્યો હતો. મનુષ્યમાં તેનો પહેલો કેસ ૧૯૭૦માં નોંધવામાં આવ્યો હતો.

કેવી રીતે ફેલાય છે મંકીપોકસ

મંકીપોકસ ત્યારે ફેલાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિ, જાનવર અથવા વાયરસથી સંક્રમિત ના સંપર્ક માં આવે છે. વાયરસ ત્વચા, રેસ્પિરેટરી ટ્રેક અથવા આંખ, નાક અને મોઢાના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરી શકે છે. મનુષ્યમાંથી મનુષ્યમાં તે સામાન્ય રૂપથી રેસ્પિરેટરી ડ્રોપ્સલેટ્સ નાં માધ્યમથી ફેલાય છે. જાનવરો માંથી મનુષ્યમાં તે બટકું ભરવા અથવા નખ લાગી જવાના માધ્યમથી ફેલાય શકે છે.

શું છે તેના લક્ષણ

મંકીપોકસ ની શરૂઆતમાં લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સોજો અને પીઠનો દુખાવો શામેલ છે. દર્દીઓમાં સામાન્ય રીતે તાવ આવ્યા બાદ ૧ થી ૩ દિવસ બાદ શરીરમાં દાણા નીકળે છે. મોટાભાગે તેની શરૂઆત ચહેરાથી થાય છે અને શરીરના અન્ય હિસ્સાઓમાં ફેલાઈ જાય છે. જેમ કે હાથની હથેળી અને પગના તળિયામાં દાણા માં ખંજવાળ પણ આવે છે. સંક્રમણ સામાન્ય રીતે ૨ થી ૪ સપ્તાહ સુધી રહે છે અને સામાન્ય રીતે આપમેળે જ ઠીક થઈ જાય છે.

કેટલો ખતરનાક છે આ વાયરસ

પશ્ચિમ આફ્રિકામાં અમુક મૃત્યુ થયેલા છે, એટલા માટે મંકીપોકસ ના મામલામાં ક્યારેક ક્યારેક વધારે ગંભીર બની શકે છે. જોકે સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે તેનાથી વધારે ખતરો નથી અને સામાન્ય જનતા માટે પણ જોખમ ખુબ જ ઓછું છે.