વર્તમાન સમયમાં ખરાબ ખાણીપીણી, અસ્વસ્થ જીવનશૈલી, ફાસ્ટ ફુડનું વધારે પડતું સેવન, તણાવ અને આળસને લીધે લોકો સ્થુળતાનો શિકાર બની રહ્યા છે. આજના સમયમાં સ્થુળતા એક મોટી સમસ્યા બનીને સામે આવી રહેલ છે. સ્થુળતાને લીધે ફક્ત વ્યક્તિની બહારની સુંદરતા ખરાબ નથી થતી, પરંતુ ડાયાબિટીસ, હાર્ટ ડીસીઝ અથવા ઇન્ફર્ટીલીટી જેવી ઘણી ગંભીર અને ખતરનાક બીમારીઓ થવાનો પણ ખતરો વધી જાય છે.
વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના એક રિસર્ચ અનુસાર દુનિયામાં અંદાજે ૧૫ કરોડ બાળકો અને યુવાનો સ્થુળતા ની સમસ્યાથી પરેશાન છે અને આવતા ૧૦ વર્ષમાં આ સંખ્યા વધીને ૨૫ કરોડ થઈ જશે. વળી WHO નાં એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં કેન્સર બાદ સૌથી વધારે લોકો સ્થુળતાનો શિકાર બની રહ્યા છે. વધતાં વજનને ઓછું કરવું બિલકુલ પણ સરળ હોતું નથી.
સ્થુળતામાંથી છુટકારો મેળવવા માટે અમુક લોકો કલાકો સુધી જીમમાં પરસેવો પાડતા હોય છે. જોકે બાબા રામદેવનું માનવામાં આવે તો અમુક આયુર્વેદિક ઉપાય દ્વારા પણ સ્થુળતાની આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. યોગગુરૂ સ્વામી રામદેવ એ સ્થુળતાથી પરેશાન રહેલા લોકોને ખાણીપીણીમાં અમુક ચીજો સામેલ કરવાની સલાહ આપી છે, જેના દ્વારા શરીરને એક્સ્ટ્રા ચરબીને ઓછી કરી શકાય છે.
દુધીમાં વિટામીન એ, સી, આયરન અને હાઈ ફાઇબર રહેલા હોય છે. તે સ્થુળતાને ઓછી કરવામાં ખુબ જ કારગર હોય છે. વધતા વજનને ઓછો કરવા માટે તમે દુધીનું શાક, જ્યુસ અથવા સુપ નું પણ સેવન કરી શકો છો. તેનાથી તમે ખુબ જ ઝડપથી પોતાના વધતા વજનને ઘટાડી શકો છો.
ડોક્ટર્સ પણ દરરોજ એક સફરજનનું સેવન કરવાની સલાહ આપે છે. સફરજન માં વિટામિન એ, બી, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડન્ટની ખુબ જ વધારે માત્રા હોય છે. તે મગજમાં લોહીના પ્રવાહને યોગ્ય રીતે જાળવી રાખવાનું કામ કરે છે. તેવામાં વધતાં વજનથી પરેશાન લોકો પોતાના શરીરના વજનને ઓછું કરવા માટે દરરોજ એક સફરજનનું સેવન કરી શકે છે.
બાબા રામદેવ દ્વારા વજન ઓછું કરવા માટે સવારના સમયે નારંગી અને ગાજરનું જ્યુસ પીવાને સલાહ આપવામાં આવેલ છે. તે સિવાય તમે ભુખ્યા પેટે બે ગ્રામ શુદ્ધિ ચુર્ણ પણ ખાઈ શકો છો. તેનાથી પેટની યોગ્ય રીતે સફાઈ થઈ જાય છે, સાથોસાથ તમારે દિવસમાં અશ્વગંધાની ચા નું પણ સેવન કરવું જોઈએ. વજન ઘટાડવા માં ગૌધન અર્ક પણ ખુબ જ કારગર માનવામાં આવે છે.