૧૫ દિવસમાં જ પેટની ચરબી ઓગળી જશે, બાબા રામદેવ દ્વારા જણાવેલ આ ૪ ઉપાય આજે જ અપનાવી લો

Posted by

આજકાલ મોટાભાગની મહિલાઓ વધતા વજનને લીધે ખાસ કરીને પેટની આસપાસ જમા થયેલ ચરબીથી પરેશાન છે. પેટની પાસે જમા થયેલ ચરબી ફક્ત તમારી સુંદરતાને ઓછી નથી કરતી, પરંતુ તમને ઘણા પ્રકારની બીમારીઓની ઝપેટમાં પણ લઈ શકે છે. વધી રહેલું વજન કોઈપણ વ્યક્તિને પસંદ આવતું નથી. એટલા માટે મહિલાઓ તેનાથી બચવા માટે ઘણા પ્રકારના ઉપાય અપનાવે છે. તેઓ ડાયટિંગથી લઈને એક્સરસાઇઝ અને બજારમાં મળતા વેઇટ લોસ પ્રોડક્ટ સિવાય ઘણું બધું અપનાવે છે. જો કે પેટની જિદ્દી ચરબીને ઓછું કરવાનું કામ એટલું સરળ હોતું નથી, પરંતુ તે અશક્ય પણ નથી. તમે અમુક યોગાસનને પોતાના ફિટનેસ રૂટિનમાં સામેલ કરીને સરળતાથી વધી રહેલા વજનને ઓછું કરી શકો છો. આ યોગાસન વિશે સ્વામી રામદેવ અવારનવાર જણાવતા રહે છે.

જો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો તો આ યોગાસનને પોતાના રૂટિનમાં સામેલ કરો. સ્થુળતા માંથી છુટકારો મેળવવા માટે દરરોજ અમુક યોગાસન જરૂર કરવા જોઈએ. આવું કરવાથી તમે થોડા દિવસોમાં જ ઘણા કિલો વજન ઓછો કરી શકો છો.

ચક્કી ચલનાસન

આ યોગાસનને કરવા પર આકૃતિ ચક્કી ચલાવવા જેવી થાય છે, એટલા માટે તેનું નામ ચક્કી ચલનાસન છે. આ આસન એવી રીતે કરવામાં આવે છે, જેવી રીતે હાથથી લોટ પીસવાની ચક્કી ચલાવવામાં આવે છે. તેને કરવું બિલકુલ પણ મુશ્કેલ નથી. તમારે તેને એવી રીતે કરવાનું છે, જે રીતે તમે ક્યારેક પોતાના વડીલોને ચક્કી ચલાવતા જોયેલા હશે. આ આસનને કરવાથી પેટની ચરબીને ઘટાડવામાં મદદ મળે છે. ઘણી વખત માં બની ગયા બાદ મહિલાઓનું પેટ લટકવા લાગે છે, જે દેખાવમાં ખુબ જ ખરાબ લાગે છે. પરંતુ આ આસન ને કરવાથી લટકી ગયેલા પેટને ફરીથી શેપમાં લાવવામાં મદદ મળે છે.

ચક્કી ચલનાસન કરવાની રીત

તેને કરવા માટે મેટ પાથરીને બેસી જવું. ત્યારબાદ બંને પગને બિલકુલ સામેની તરફ ફેલાવી દેવા. બેસી ગયા બાદ બંને હાથને જોડીને પગની પાસે લઈ જવા. બંને હાથને જોડીને તેને ક્લોક વાઈઝ ફેરવવાનું શરૂ કરો, જેવી રીતે ચક્કી ચલાવવામાં આવે છે. આવી જ રીતે એન્ટી ક્લોકવાઈઝ હાથને ફેરવો. શરૂઆતમાં તમે તેને પાંચ મિનિટ કરી શકો છો, પરંતુ ત્યારબાદ પોતાની ક્ષમતા અનુસાર સમયને વધારી શકો છો.

તિર્યક તાડાસન

જે મહિલાઓ ઝડપથી પોતાનું વજન ઓછું કરવા માંગે છે તેમણે દરરોજ ૩ થી ૪ વખત આ આસનને કરવું જોઈએ. તે પેટની ચરબીને ઓછું કરવાની સાથોસાથ સમગ્ર શરીરની ચરબીને ઓછી કરે છે. આ આસન કરવાથી કમર પાતળી થાય છે અને સાઈડમાં જમા થયેલ ચરબી ઓછી થઈ જાય છે. સાથોસાથ તેના નિયમિત અભ્યાસથી શરીર ફ્લેક્સિબલ બને છે.

તિર્યક તાડાસન કરવાની રીત

તેને કરવા માટે સૌથી પહેલા તાડાસનમાં ઊભા રહી જવું. બંને પગની વચ્ચે થોડો ગેપ અને પગ બિલકુલ સીધા હોવા જોઈએ. બંને હાથની આંગળીઓને પરસ્પર જોડી લેવી. ત્યારબાદ તેને માથાની ઉપર લઈ જવી અને હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરવા. પગની આંગળીઓ ઉપર ઉભા રહેવાની કોશિશ કરો. હવે શરીરને કમરથી પહેલા જમણી અને ત્યારબાદ ડાબી તરફ ઝુકાવો. આ પોઝીશનમાં થોડો સમય રોકાવાની કોશિશ કરો. ત્યારબાદ ફરીથી પહેલાની સ્થિતિમાં આવી જવું. આવું બંને તરફ ઓછામાં ઓછું ૪ વખત કરો.

બધ્ધ કોણાસન

આ આસન પેટની ચરબીને ઓછી કરે છે. તેને લાંબો શ્વાસ લેવાની સાથો સાથ ૫૦ વખત કરી શકાય છે. પેટની ચરબીને ઓછી કરવા સિવાય તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન માં સુધારો લાવે છે. થાય ની અંદરના હિસ્સા પીઠ અને ઘુંટણમાં સ્ટ્રેચ લાવે છે અને ઘણી બીમારીઓ દુર કરે છે.

બધ્ધ કોણાસન કરવાની રીત

તેને કરવા માટે દંડાસનમાં બેસી જવું. બંને ઘુંટણને વાળીને પગને જોડી લેવા. જેથી તળિયા એકબીજાને સ્પર્શ કરે. બની શકે એટલા પગને શરીરની નજીક લઈ જવા, પરંતુ બળજબરી કરવી નહીં. હાથથી ઘુટણને નીચે તરફ દબાવો. જેથી તે જમીનને સ્પર્શ કરે. બંને પગને હાથથી પકડી લેવા. જો શરૂઆતમાં ઘુંટણ જમીનને સ્પર્શ ન કરે તો ધીરજ રાખવી. સમયની સાથે ઘુંટણ નીચે સ્પર્શ કરવા લાગશે.

શલભાસન

આ આસન નાભિની નીચેની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ આસન પીઠ ને મજબુત બનાવે છે. સાથોસાથ ડાયજેસ્ટિવ સિસ્ટમને સુધારે છે અને પેટના આંતરડાને મજબુત બનાવે છે.

શલભાસન કરવાની રીત

આ યોગાસનને કરવા માટે જમીન ઉપર પોતાના પેટ ઉપર સુઈ જવું. ત્યારબાદ બંને હાથ શરીરના બગલમાં હથેળીઓની નીચે તરફ અને દાઢી જમીન ઉપર રાખવી ધીરે ધીરે જમણા પગને ઉપર ઉઠાવો. લગભગ એક ફુટ જેટલો પગ ઊંચો કરીને ઘુંટણ થી સીધો રાખો. આ સ્થિતિમાં ૫-૬ શ્વાસ સુધી રોકાયેલા રહો અને આરામ કરો. ત્યારબાદ તેનું બીજા પગમાં પુનરાવર્તન કરવું. આ આસન કરવા દરમિયાન પીઠના નીચેના હિસ્સા ઉપર દબાણ પડે છે.

બાબા રામદેવ દ્વારા જણાવવામાં આવેલા આ યોગાસનને રેગ્યુલર કરવાથી તમને થોડા દિવસોમાં જ ફરક મહેસુસ થવા લાગશે. ફિટનેસ સાથે જોડાયેલી જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *