૧૫ કરોડ માટે સતીશ કૌશિકને મારી નાંખવામાં આવ્યા, સતીશ કૌશિકનાં મૃત્યુને લઈને થયો સૌથી મોટો ખુલાસો

Posted by

એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિકનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક આવેલ છે. પોલીસ હજુ તેમના ફાર્મ હાઉસના સીસીટીવી વીડીયો ચેક કરી રહી છે. સાથોસાથ એક્ટરનાં બ્લડ સેમ્પલ અને હાર્ટના રિપોર્ટની રાહ જોઈ રહી છે. તેઓ આ મામલામાં શંકાસ્પદ પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી રહેલ છે. કારણ કે મેનેજરે એવું પણ જણાવ્યું હતું કે તેમને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો અને હોસ્પિટલ લઈ જવા દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ આ કેસમાં એક મહિલાએ નવો દાવો કરીને બધાને ચોંકાવી દીધા છે. તેણે પોતાના પતિ ઉપર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે “તેના પતિએ ૧૫ કરોડ રૂપિયા માટે કથિત રૂપથી સતીશ કૌશિક ને મારી નાખ્યા છે.”

Advertisement

દિલ્હીની રહેવાસી મહિલાએ પોતાના બિઝનેસમેન પતિ વિરુદ્ધ ફરિયાદ કરેલ છે અને દાવો કર્યો છે કે તેના પતિએ કથિત રૂપથી ૧૫ કરોડ રૂપિયા માટે સતીશ કૌશિકની હત્યા કરી છે. કારણ કે દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ માટે તેણે એક્ટર સતીશ કૌશિક પાસેથી પૈસા લીધા હતા, પરંતુ તે પરત આપી રહ્યા ન હતા. મહિલાએ દિલ્હી પોલીસની ઓફિસમાં ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે એક્ટર પૈસા પરત માંગી રહ્યા હતા, જેને તેના પતિ ચુકવવા માંગતા ન હતા. મહિલાએ એવો પણ દાવો કર્યો છે કે સતીશ કૌશિકની હત્યા અમુક દવાઓ દ્વારા કરવામાં આવેલ છે, જેની વ્યવસ્થા તેના પતિએ કરેલ હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને દિલ્હીના ફાર્મહાઉસ માંથી અમુક દવાઓ પણ મળેલી છે, જે પાર્ટીમાં એક્ટર સામેલ થયા હતા અને ત્યારબાદ કાર્ડિયાક અરેટ્સને લીધે તેમનું મૃત્યુ થઈ ગયું. IANS રિપોર્ટ અનુસાર મહિલાનાં જણાવ્યા અનુસાર ૧૩ માર્ચ, ૨૦૧૯નાં રોજ તેના લગ્ન બિઝનેસમેન સાથે થયા હતા. તેના પતિએ જ તેની મુલાકાત એક્ટર સતીશ કૌશિક સાથે કરાવેલ હતી. એટલું જ નહીં તેના પતિ સાથે સતીશ કૌશિક અવારનવાર દુબઈ અને ભારતમાં મુલાકાત કરતા હતા.

મહિલાના જણાવ્યા અનુસાર ૨૩ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ સતીશ કૌશિક દુબઈમાં તેમના ઘરે આવ્યા હતા અને તેના પતિ પાસે પોતાના ૧૫ કરોડ રૂપિયા માંગ્યા હતા. મહિલાએ કહ્યું હું ડ્રોઈંગ રૂમમાં હાજર હતી, જ્યાં સતીશ અને મારા પતિ ની વચ્ચે તકરાર થઈ હતી. સતીશ કૌશિક કહી રહ્યા હતા કે તેને પૈસાની સખત જરૂરિયાત છે અને તેણે મારા પતિને ૧૫ કરોડ રૂપિયા આપ્યા, તેને ૩ વર્ષ પસાર થઈ ગયા હતા. સતીશ કૌશિકે એવું પણ કહ્યું હતું કે તેણે કોઈ રોકાણ કરેલ નથી અને તેના પૈસા પણ પરત આપેલ નથી. તેમને હવે પોતાની સાથે દગો થયો હોય એવું મહેસુસ થઈ રહ્યું છે.

તેણે દુબઈમાં આયોજિત થયેલ પાર્ટીમાં તેના પતિ અને સતીશ કૌશિક ની એક ફોટો પણ શેર કરી છે. મહિલાનો આરોપ છે કે પાર્ટીમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ નો દીકરો પણ હાજર હતો. મારા પતિએ સતીશ કૌશિકને વચન આપ્યું હતું કે તેઓ ખુબ જ જલ્દી પૈસા ચુકવી દેશે. જ્યારે મેં પોતાના પતિને પુછ્યું કે આખરે સમગ્ર મામલો શું છે? તો તેમણે કહ્યું હતું કે સતીશ કૌશિકના રૂપિયા કોરોના મહામારી દરમિયાન તેઓ ગુમાવી ચુક્યા છે. મારા પતિએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ સતીશ કૌશિક થી છુટકારો મેળવવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

મહિલા તરફથી આપવામાં આવેલી ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેના પતિ ઘણા પ્રકાર ના ગેરકાયદેસર કામ પણ કરે છે. પૈસાને લઈને ૨૪ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ બિઝનેસમેનની સતીશ કૌશિક સાથે તકરાર પણ થઈ હતી. મહિલાએ દાવો કર્યો છે કે તેના પતિએ સતીશ કૌશિકને એવું પણ કહ્યું હતું કે તેઓ પૈસા પરત આપી ચુક્યા છે, પરંતુ તેમની પાસે કોઈ સાબિતી નથી. પરંતુ તેઓ ફરીથી ચુકવવા માટે તૈયાર છે. તેમને બસ થોડો સમય જોઈએ છે.

મહિલાએ કહ્યું હતું કે તેના પતિએ સતીશ કૌશિક ને કોઈ પ્રોમિસરી નોટ આપેલ હતી. પરંતુ જ્યારે તેને નિધનનાં સમાચાર સાંભળવા મળ્યા તો તેનો સંપુર્ણ શક પોતાના પતિ ઉપર ગયો. તેણે કહ્યું હતું કે મને શંકા છે કે મારા પતિએ જ પોતાના સાથીઓની સાથે મળીને ષડયંત્ર રચેલું છે અને સતીશ કૌશિકને નશીલા પદાર્થ ખવડાવીને મારી નાખ્યા છે, જેના લીધે તેમણે પોતાના પૈસા ચુકવવા ન પડે. પોલીસ દ્વારા આ બાબતમાં હજુ સુધી કંઈક કહેવામાં આવ્યું નથી, પરંતુ ફાર્મ હાઉસ પર થયેલી પાર્ટીમાં સામેલ થયેલા ૨૫ લોકોને પુછપરછ માટે બોલાવવામાં આવેલ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *