૧૬ વર્ષ બાદ સલમાનની હિરોઈનને ઓળખવી થઈ મુશ્કેલ, ફિલ્મ “તેરે નામ” થી થઈ હતી રાતોરાત ફેમસ

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પહેલી ફિલ્મથી ખૂબ જ નામ કમાયું હોય પરંતુ ત્યાર બાદ ગાયબ થઈ ગઈ હોય. પહેલી ફિલ્મથી જ આ અભિનેત્રીઓએ દર્શકોના હૃદય ઉપર પોતાની એક અલગ છાપ છોડી. આ હિરોઇનો એક-બે ફિલ્મો કર્યા બાદ બીજી વખત ફરી ક્યારે નજર આવી નહીં. દર્શકો તેમની બીજી ફિલ્મ જોવા માટે તરસી ગયા, પરંતુ તેમને આ અવસર બીજી વખત મળ્યો નહીં. આજની આ પોસ્ટમાં અમે આવી જ એક હિરોઈન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે બોલિવૂડની એક સુપર હિટ ફિલ્મમાં કામ કર્યા બાદ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ અને લગ્ન કરી લીધા.

અમે વાત કરવા જઈ રહ્યા છીએ અભિનેત્રી ભૂમિકા ચાવલાની. ભૂમિકા ચાવલા સલમાન ખાનની સાથે ફિલ્મ “તેરે નામ” નજર આવી હતી. આ તેમની ડેબ્યૂ ફિલ્મ હતી. ભૂમિકા ની પહેલી ફિલ્મ જ સુપરહિટ સાબિત થઈ અને તે રાતોરાત સ્ટાર બની ગઇ. પરંતુ ત્યારબાદ તેમને બીજી વખત કોઈ સારી ફિલ્મની ઓફર થઈ નહીં અને એક-બે ફિલ્મોમાં કામ કર્યા બાદ તે સાઇડ રોલમાં નજર આવવા લાગી. જો કે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી હિરોઈન છે.

દીકરા સાથે થઈ સ્પોટ

ઘણા દિવસો બાદ ભૂમિકા વીતેલા શનિવારે પોતાના દીકરાની સાથે મુંબઈમાં સ્પોટ થઈ. આ દરમિયાન તેણે બ્લુ જીન્સ, બ્લેક ટોપ અને શ્રગમાં નજર આવી. ભૂમિકાએ કોઈ મેકઅપ કર્યો ન હતો અને મેકઅપ વગર પણ તે ખૂબ જ ક્યુટ દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયામા ભૂમિકાની આ લેટેસ્ટ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે અને ૪૦ની ઉંમરમાં પણ તે ખૂબ જ ક્યુટ અને ચાર્મિંગ દેખાઈ રહી છે.

ઘણા લોકોને તે માલૂમ નહીં હોય કે ભૂમિકા ચાવલા એ પોતાની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મ “Yuvkudu” થી કરી હતી. આ ફિલ્મ વર્ષ ૨૦૦૦ માં આવી હતી. દર્શકોએ આ ફિલ્મમાં ભૂમિકાને ખૂબ જ પસંદ કરી હતી. ફિલ્મ હિટ થયા બાદ તેણે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ “તેરે નામ” તેની સૌથી મોટી હિટ સાબિત થઈ. ભૂમિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેની જેમ જ તેનો દીકરો પણ ખૂબ જ ક્યુટ છે ભૂમિકાએ વર્ષ ૨૦૦૭માં ભારત ઠાકુરની સાથે લગ્ન કર્યા હતા.

આ ફિલ્મોમાં કર્યું છે કામ

તેરેનામ સિવાય ભૂમિકાએ “રન”, “જય હો”, “દિલ ને જિસે અપના કહા” જેવી ફિલ્મોમાં નજર આવી, પરંતુ તેમને મન મુતાબિક સફળતા પ્રાપ્ત થઈ નહીં. ત્યારબાદ તેઓએ ફિલ્મોથી અંતર બનાવી લીધુ. આજકાલ ભૂમિકા પોતાના પરિવારને સમય આપી રહી છે. ક્યારેક ક્યારેક જરૂરિયાત પડવા પર તે ફિલ્મોમાં સાઈડ રોલ પણ કરી લે છે. હાલ ઘણા સમયથી તે મોટા પડદા થી દુર છે અને દર્શકો આજે પણ તેમની રાહ જોઈ રહ્યા છે.