લોકડાઉન ૩.૦ : ૧૭ મે પછી આગળ શું? પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સહિત આ લોકો સાથે કરશે વાત

કોરોના વાયરસની મહામારીને રોકવા માટે દેશમાં લોકડાઉનનો ત્રીજો ફેઝ ચાલી રહ્યો છે. તે આવતી ૧૭ મે ના રોજ ખતમ થઇ રહ્યો છે. તેની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન ખતમ થતા પહેલા આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મીટીંગ બપોરે ૩ વાગ્યે શરૂ થશે. આ મિટિંગમાં ૧૭ મે બાદ નાં પ્લાન પર ચર્ચા કરવામાં આવશે.

આ મિટિંગમાં ગૃહમંત્રી અમીત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી સહિત બધા રાજ્યોના મુખ્યમંત્રી અને ડીજીપી હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી ૧૭ મેના ખતમ થઇ રહેલ લોકડાઉન બાદની રણનીતિ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.

આ પહેલા દેશમાં ૩ મે નાં રોજ લોકડાઉનનું બીજું ચરણ ખતમ થવા પર ૨૮ એપ્રિલના રોજ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ લોકડાઉનને ૩ મે સુધી વધારી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે રવિવારે બપોર સુધી દેશમાં કોરોના સંક્રમણના મામલા વધીને ૬૨,૯૩૯ થઈ ગયા છે. સાથો સાથ દેશમાં ૨,૧૦૯ લોકોના અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે મૃત્યુ થઇ ચુક્યા છે. વળી ૧૯,૩૫૮ લોકો આ સંક્રમણને હરાવીને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ચૂક્યા છે.