૨ બાળકો વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ, જલ્દી માં બનવાથી થાય છે આ નુકસાન

Posted by

કોઈપણ વિવાહિત કપલ માટે માતા-પિતા બનવું તેમના જીવનનો સૌથી સુંદર સમય હોય છે. અમુક કપલ એક જ બાળકોની સાથે સમગ્ર જિંદગી પસાર કરે છે, તો અમુક પણ બે બાળકો રાખવાની ઇચ્છા ધરાવે છે. તેઓ આ સવાલ ઊભો થાય છે કે પહેલા બાળકના જન્મ બાદ બીજા બાળક માટે કેટલું અંતર રાખવું યોગ્ય છે. જેનાથી પરિવારનું પાલન-પોષણ યોગ્ય રીતે થઇ શકે. વળી માતા-પિતા અને બાળકને પણ કોઈપણ પ્રકારની પરેશાની ન થાય. આજે અમે તમને આ આર્ટીકલનાં માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ કે બે બાળકોનાં જન્મની વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ.

એક સ્ટડી અનુસાર જો તમે પહેલા બાળક બાદ બીજા બાળક વિશે વિચારી રહ્યા છો તો ઓછામાં ઓછું તમારે દોઢ વર્ષથી બે વર્ષ સુધીનું અંતર રાખવું જોઈએ. જો તમે તે પહેલાં બીજા બાળક વિશે વિચારવા લાગો છો તો તેનાથી તમારા નવજાત બાળકનું વજન ઓછું થઈ શકે છે. સાથોસાથ તે સમય પહેલાં પણ જન્મ લઈ શકે છે. તે સિવાય પહેલા બાળક ઉપર પણ તેની અસર થાય છે.

હકીકતમાં એક સાથે બે નાના બાળકોનું પાલન પોષણ કરવું તમને પરેશાની માં મુકી શકે છે. ફક્ત તમારા બંને બાળકો પર જ નહીં પરંતુ માતા-પિતા ઉપર પણ તેની ખરાબ અસર થાય છે અને એક સાથે તમારા ઉપર ઘણી બધી વધારે જવાબદારી આવી જાય છે. જેના કારણે માતા-પિતા તણાવમાં રહે છે.

માં ને પણ થાય છે ઘણા નુકસાન

જો તમે એક વર્ષથી ઓછા સમયની અંદર બીજા બાળકનું પ્લાનિંગ કરો છો તો તમારી ડિલિવરીમાં પણ ખતરો વધી શકે છે. તેની સાથે જ ઘણી મોટી બિમારીઓથી પણ ઘેરાઈ શકો છો. અમુક સ્ટડી અનુસાર માં નો જીવ જવાનો ખતરો પણ વધી જાય છે. હકીકતમાં પહેલી ડિલિવરી માં લગાવવામાં આવેલ ટાંકા જો યોગ્ય રીતે સુકાયેલા નથી તો બીજી વખત થયેલ ડિલિવરી માં ખુલી જવાની સંભાવના રહે છે. તેવામાં તમારી કોશિશ કરવી જોઈએ કે બીજા બાળકનું પ્લાનિંગ બે વર્ષ બાદ કરો.

૧૮થી ૨૩ મહિનાનું હોવું જોઈએ અંતર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના જણાવ્યા અનુસાર પહેલા બાળકના જન્મ બાદ માતા પિતાએ અંદાજે બીજા બાળકને જન્મ આપવા માટે ઓછામાં ઓછું ૧૮થી ૨૩ મહિનાનું અંતર રાખવું જોઈએ. આવું કરવાથી માં અને પહેલા બાળકની સાથે બીજા બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ત્રણ માંથી કોઈને પણ ખતરો રહેશે નહીં. જણાવી દઈએ કે જો કોઇ મહિલા ૩૦ થી વધારે ઉમરની છે તો તેની ફર્ટિલિટી એટલે કે બાળકને જન્મ આપવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. જો કોઇ મહિલાને પહેલો બાળક ૩૦ વર્ષની ઉંમરમાં થયું છે તો તેમાં તેણે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પહેલા બાળકના જન્મ બાદ ઓછામાં ઓછું એક વર્ષનું અંતર રાખે, ત્યારબાદ બીજા બાળકનું પ્લાનિંગ કરે. જેથી ડિલિવરી સુરક્ષિત રીતે થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *