સોશિયલ મીડિયા પર અરમાન મલિકનું નામ ખુબ જ જાણીતું બની ચુકેલ છે. ખાસ કરીને તે પોતાની બંને પત્નીઓ માટે ઓળખવામાં આવે છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી તસ્વીરો અને વિડિયો શેર કરતા રહે છે. તે સિવાય તેની બંને પત્નીઓ પણ તેની સાથેનો વિડીયો શેર કરતી રહે છે. હવે હાલના દિવસોમાં અરમાન મલિકની બંને પત્નીઓ એક સાથે પ્રેગ્નેન્ટ છે. ત્યારબાદ તેમને સોશિયલ મીડિયા પર ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવેલ અને ઘણા લોકોએ તેની મજાક પણ ઉડાવેલ.
અરમાન મલિક, જે આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે તેઓ એક નવી ગર્લફ્રેન્ડ લઈને આવેલ છે. હકીકતમાં તેમણે આ પ્રેન્ક કરેલ છે. પોતાની બંને પત્નીઓની સાથે અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરેલ, જેના લીધે તેમને ઘણા બધા વ્યુ મળ્યા હતા.
પરંતુ બે પત્નીઓ બાદ પણ હવે અરમાન મલિક ત્રીજી યુવતી ની સાથે પણ રોમેન્ટિક થતા નજર આવી રહ્યા છે. ત્યારબાદ લોકોએ તેને ફરીથી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.
હકીકતમાં અરમાન મલિકે હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર અમુક તસ્વીરો શેર કરી છે. જેમા તે એક સુંદર યુવતીની સાથે નજર આવી રહેલ છે. આ યુવતી ની સાથે તસ્વીર શેર કરીને અરમાન મલિકે કેપ્શન માં લખ્યું છે કે, “માય લાઈફ, માય રુલ્સ.” બંને એકબીજા સાથે રોમેન્ટિક થતા પણ નજર આવી રહ્યા છે. તેઓમાં જ્યારે યુઝર્સ ની નજર આ તસ્વીરો પણ પડી તો દરેક લોકો ચોકી ગયા હતા.
હકીકતમાં લોકોને લાગ્યું કે, “બે પત્ની પ્રેગ્નન્ટ હોવા બાદ હવે અરમાન મલિક ત્રીજી પત્ની લાવવા માંગે છે.” તેવામાં સોશિયલ મીડિયા યુઝર્સ તેમની મજાક ઉડાવવા લાગ્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે લાગે છે કે, “હવે આ યુવતી ઉપર તેમનું દિલ આવી ગયું છે.” વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, “તમારે આવી તસ્વીરો પોસ્ટ કરવી જોઈએ નહીં અને તે પણ એવા સમયે જ્યારે તમારી બંને પત્નીઓ પ્રેગ્નન્ટ છે.”
વળી અન્ય એક યુઝર દ્વારા લખવામાં આવ્યું હતું કે, “આ ભાઈ ચાર લગ્ન કરીને જ જંપશે.” રિપોર્ટનું માનવામાં આવે તો અરમાન મલિકની સાથે નજર આવી રહેલી યુવતીનું નામ તાન્યા છે, જે અરમાનના લેટેસ્ટ સોંગ “કુછ રાતે” માં નજર આવવાની છે. હાલમાં જ્યારે અરમાને બંને પત્નીઓ પ્રેગ્નેટ હોવાના ગુડ ન્યુઝ લોકોની સાથે શેર કરેલા હતા, તો લોકોએ તેમને ખુબ જ ટ્રોલ કરેલા હતા.
તેવામાં કપલે ખુલાસો આપીને કહ્યું હતું કે, “પહેલી પત્ની પાયલ નેચરલી કંસીવ કરી શકે એમ ન હતી. જ્યારે તેમણે પરિવાર માટે ટ્રાય કરેલ તો ડોક્ટરે જણાવ્યું હતું કે તે નેચરલી કંસીવ કરી શકતી નથી. ત્યારબાદ તેમણે આઈવીએફ ની મદદ લીધી. પાયલનું પહેલું આઈવીએફ ફેલ રહ્યું હતું.
તેના ૨-૩ દિવસ બાદ મને જાણવા મળ્યું હતું કે કૃતિકા પ્રેગ્નન્ટ છે. પાયલે ફરીથી બીજી વખત આઈવીએફ ની મદદ લીધી અને રિઝલ્ટ પોઝિટિવ આવ્યું. તેવામાં બંને પત્નીઓની પ્રેગ્નન્સીમાં ફક્ત એક મહિનાનો ફરક છે. કૃતિકા નો પાંચમો મહિનો ચાલી રહ્યો છે, જ્યારે પાયલ નો ચોથો મહિનો ચાલી રહ્યો છે.