૨ પત્નીઓ હોવા છતાં પણ રાખેલી છે ડઝનેક ગર્લફ્રેન્ડ, તસ્વીરોમાં જુઓ આ વ્યક્તિ કેવા જલ્સા કરે છે

Posted by

આજના આ લેખમાં અમે એક એવા વિદેશી વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની બે પત્ની હોવા છતાં પણ તે બહાર અય્યાશી કરે છે. યુવતીઓ સાથે અય્યાશી કરે છે અને પાર્ટીનો પણ ખુબ જ મોટો શોખીન છે. દરરોજ આ વ્યક્તિ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તો આ વ્યક્તિ કોણ છે, ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક વાત કરીએ.

આ વિદેશી વ્યક્તિનું નામ ટ્રેવર્સ બેનન છે. ટ્રેવર્સ બેનન ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે અને તે એક અબજોપતિ છે. તેના શોખ અને ઐયાસીને કારણે લોકો “ગોલ્ડ કોસ્ટ પ્લે બોય” અને “ધ કેન્ડિમેન” નાં નામથી પણ બોલાવે છે.

૫૦ વર્ષીય અબજપતિ ટ્રેવર્સ બેનન નો જન્મ માર્ચ ૧૯૭૨માં થયો હતો. બેનન ઓસ્ટ્રેલિયામાં ખુબ જ મશહુર છે. તેની ઐયાસી અને લાઈફ સ્ટાઈલ દરેક લોકોને આકર્ષિત કરે છે. તેની પાર્ટીઓ પણ ખુબ જ મશહુર છે. તેની પાર્ટીઓમાં ખુબ જ ધમાલ મસ્તી અને ઐયાસી થતી હોય છે.

બેનન ની પાર્ટીમાં શરાબ પણ દિલ ખોલીને પીરસવામાં આવે છે. તેની આસપાસ સુંદર યુવતીઓ હંમેશા રહેતી હોય છે. તે હંમેશા બોલ્ડ અને હોટ યુવતીઓથી ઘેરાયેલો રહે છે. ક્યારેક યુવતીઓ કપડા વગર રહેતી હોય છે, તો ક્યારેક ફક્ત બિકીને પહેરીને રહેતી હોય છે.

જણાવવામાં આવે છે કે તંબાકુ વેચીને બેનન આજે આ સ્થાન ઉપર પહોંચેલો છે. તંબાકુનો વેપાર કરીને તેને અઢળક સંપતિ બનાવી લીધી છે, જેના લીધે લોકો તેને ટોબેકો કિંગ પણ કહે છે. ટ્રેવર્સ બેનન પોતાના “કેન્ડી શોપ મેન્સન” માં આલીશાન પાર્ટીઓ માટે પણ મશહુર છે. આ સિલસિલો વીતેલા ૨૨ વર્ષથી ચાલી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના અબજપતિ બેનન ની પાર્ટીઓમાં સામેલ થતાં મહેમાનોની મહેમાનગતિમાં પણ કોઈ કસર છોડવામાં આવતી નથી. મહેમાનોને ભોજન સિવાય અઢળક શરાબ પીરસવામાં આવે છે. વળી આસપાસ રહેલી સુંદર યુવતીઓ મહેમાનો નું મનોરંજન કરવાનું કામ કરે છે. મહેમાનો આ યુવતીઓ સાથે અશ્લીલ હરકતો પણ કરતા રહે છે.

ટ્રેવર્સ એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારી પાર્ટીમાં સામેલ થઈને લોકો હકીકતથી દુર થોડા સમય માટે પોતાના અસલ જીવનથી દુર સપનાઓમાં ખોવાઈ જાય છે. પોતાની પાર્ટી વિશે ટ્રેવર્સ બેનન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી પણ આપે છે.

ટ્રેવર્સ બેનન દ્વારા આયોજિત કરવામાં આવતી પાર્ટીઓ ખુબ જ લોકપ્રિય હોય છે. પાર્ટીઓમાં ખાવા પીવા સિવાય ડોક્ટર અને દવાઓની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે, જેના કારણે પાર્ટી દરમિયાન કોઈપણ પ્રકારની દુર્ઘટનાથી બચી શકાય.

જણાવી દઈએ કે બેનન નાં બે લગ્ન થઈ ચુકેલ છે. તેના પહેલા લગ્ન નિનીબેથ લીલ સાથે થયેલા છે, તો વળી તેના બીજા લગ્ન તાએશા બેનોન સાથે થયેલા છે. જણાવી દઈએ કે ૫૦ વર્ષીય બેનન બે બાળકોનો પિતા પણ છે. બે લગ્ન થયા હોવા છતાં પણ ટ્રેવર્સ બેનન એ એક ગર્લફ્રેન્ડ બનાવી હતી, જેનું નામ નિશા ડાઉન્સ હતું. ૭ વર્ષ સુધી સાથે રહ્યા બાદ બંને અલગ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *