૨૦ હજાર વર્ષ પહેલા પણ દુનિયામાં ફેલાયેલો હતો કોરોના, તે સમયે પૃથ્વી પરથી આવી રીતે ખતમ થઈ હતી મહામારી

કોરોના વાયરસને લીધે અત્યાર સુધીમાં દુનિયાભરમાં અંદાજે ૩.૫ મિલિયન લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. માત્ર ૧૮ મહિનામાં આ વાયરસે આટલી તબાહી મચાવી છે. આ વાઇરસ માંથી છુટકારો મેળવવા માટે ઘણા દેશોએ રસી બનાવેલી છે. હવે બધાને રસી લગાવવાની શરૂઆત પણ થઇ ગઇ છે, પરંતુ આ વાયરસનાં રૂપ બદલવાની ક્ષમતાને કારણે તેની સાથે જોડાયેલા ખતરા ઓછું થવાનું નામ લઇ રહ્યા નથી. ઘણા દેશોના વૈજ્ઞાનિકો આ વાયરસ પર શોધ કરી રહ્યા છે, જેથી તેને જળમુડમાંથી સમાપ્ત કરી શકાય. તેની વચ્ચે હવે ઓસ્ટ્રેલિયાના યુનિવર્સિટી ઓફ કિંગ્સલેન્ડનાં એક્સપર્ટે જણાવ્યું છે કે આજથી ૨૦ હજાર વર્ષ પહેલાં પણ દુનિયામાં કોરોના વાયરસ ફેલાયેલો હતો.

યુનિવર્સિટી ઓફ કિંગ્સલેન્ડનાં એક્સપર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મનુષ્યનાં બદલતા ડીએનએ પર શોધ કરવામાં આવી હતી. તેમને જાણવા મળ્યું હતું કે એક સમયે મનુષ્યનાં ડીએનએમાં તેવો જ બદલાવ આવ્યો હતો, જેવો હાલમાં કોરોના વાયરસને લીધે આવી રહ્યો છે. તેમને જાણવા મળ્યું હતું કે કેવી રીતે આ વાઇરસને મનુષ્ય શરીરે બેઅસર કરી નાખેલ હતું. આ DNA એ એશિયન દેશોનાં લોકોનો હતો, એટલે કે અંદાજે ૨૦ હજાર વર્ષ પહેલા ઈસ્ટ એશિયન દેશોમાં કોરોના વાયરસ ફેલાયેલો હતો.

જાનવરો સાથે વાયરસનો જુનો ઈતિહાસ છે

જાનવરો થી મનુષ્યમાં વાયરસ ફેલાવવાનો કોરોનાનો પહેલો મામલો નથી. આ પહેલા પણ એવી ઘણી બીમારીઓ સામે આવી ચૂકી છે, જેમાં જાનવરોના શરીરથી મનુષ્યના શરીરમાં કોઈ બીમારી ફેલાયેલી હોય. તેમાં Severe Acute Respiratory Syndrome (Sarc) સામેલ છે. સાર્ક પણ ચીનથી ફેલાયેલો છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં MERS-CoV (Middle East Respiratory Syndrome) પણ દુનિયામાં ફેલાયેલો હતો. તેનાથી અંદાજે ૮૫૦ લોકોનાં નિધન થયા હતા. સાઉદી અરબમાં તેનો સૌથી પહેલો મામલો સામે આવ્યો હતો.

મનુષ્યના DNA થી થયો ખુલાસો

ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીનાં પેપર લેખક અને સિન્થેટિક જીવવિજ્ઞાની કિરીલ અલેક્જેડ્રીવ ની શોધ પર વધારે જાણકારી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે આધુનિક મનુષ્યનાં દ્વારા હજારો વર્ષોથી થયેલ ડેવલપમેન્ટ ની માહિતી મેળવી શકાય છે. તેને યોગ્ય રીતે સમજવા માટે તેમણે વૃક્ષનું ઉદાહરણ આપ્યું હતું. વૃક્ષની ડાળી પરથી તેની ઉંમરને લઈને તેમાં રહેલ કોઈ પણ બીમારી વિશે જાણી શકાય છે. તેવી જ રીતે વ્યક્તિના DNA પણ ઘણા રહસ્ય ખોલે છે. આ સ્ટડીમાં ટીમનાં ૧૦૦૦ જીન્સનાં ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે એક સમયે મનુષ્યના DNA આવી રીતે જ બદલાયા હતા, જે રીતે કોરોનાથી ઈનફેક્ટ થવા પર બદલાઈ રહ્યા છે.

આવી રીતે ખતમ થઈ હતી મહામારી

રિસર્ચમાં સામે આવ્યું હતું કે ૨૦ હજાર વર્ષ પહેલા આ મહામારી પૂર્વ એશિયાઈ લોકોમાં ફેલાઇ હતી, જેમાં હવે ચીન, જાપાન, મંગોલિયા, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા અને તાઇવાન સામેલ છે. આ વાયરસે ત્યારે પણ આટલી જ તબાહી મચાવી હતી. જો વાત આ વાયરસનાં ખતમ થવાની કરવામાં આવે તો સમયની સાથે મનુષ્યના શરીરે તેને એડોપ્ટ કરી લીધું હતું અને તે બેઅસર થઈ ગયેલ. તેની દવા ત્યારે પણ બની શકી ન હતી. આ સ્ટડીની સંપૂર્ણ ડિટેલ વર્તમાન જીવવિજ્ઞાન પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવેલ છે.