૨૦ વર્ષ બાદ હવે ‘કભી ખુશી કભી ગમ’ ની “પુ” હવે થઈ ગઈ છે મોટી, દેખાય છે ગજબની સુંદર અને ગ્લેમરસ

Posted by

બોલીવુડમાં ઘણા એવા બાળ કલાકાર છે, જેમણે પોતાના સમયમાં ફિલ્મોમાં શાનદાર કામ કર્યું હતું અને પોતાના કામને લીધે આજે વર્ષો બાદ પણ તેમને ખુબ જ યાદ કરવામાં આવે છે. અમુક બાળ કલાકારોએ બાળ કલાકારના રૂપમાં કામ કર્યા બાદ મોટા થયા બાદ પણ ફિલ્મોમાં કામ કર્યું હતું, જ્યારે ઘણા બાળ કલાકાર આવું કરી શક્યા નહીં. અભિનેત્રી માલવિકા રાજનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. માલવિકા રાજ દ્વારા બાળ કલાકારનાં રૂપમાં શ્રેષ્ઠ કામ કરવામાં આવ્યું હતું અને આજે વર્ષો બાદ પણ તેને ખુબ જ યાદ કરવામાં આવે છે. જણાવી દઈએ કે હિન્દી સિનેમાનાં સૌથી પ્રસિદ્ધ અને ચર્ચિત ફિલ્મોમાંથી એક “કભી ખુશી કભી ગમ” માં માલવિકા ને જોવામાં આવી હતી.

“કભી ખુશી કભી ગમ” કરણ જોહરની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. તેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, ઋત્વિક રોશન, કાજોલ, જયા બચ્ચન અને કરિના કપુર જેવા મોટા મશહુર કામ કર્યું હતું. આ બધા કલાકારોનાં કામને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ દિગ્ગજો સિવાય એક નાની બાળકીએ પણ પોતાના કામથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તે નાની બાળકી હતી માલવિકા રાજ. ફિલ્મમાં કરીના કપુરનાં બાળપણનો કિરદાર નિભાવ્યો હતો.

જણાવી દઈએ કે કભી ખુશી કભી ગમ વર્ષ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. માલવિકા એ ફિલ્મમાં કરીના કપુરનાં બાળપણનો રોલ નિભાવ્યો હતો. માલવિકા રાજ દ્વારા “પુ” બનીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. કભી ખુશી કભી ગમ માં નજર આવેલી નાની બાળકી હવે ૨૦ વર્ષ બાદ સંપૂર્ણ રીતે બદલાય ચુકી છે અને તેના લુકમાં ગજબનો બદલાવ આવી ગયો છે.

જણાવી દઈએ કે માલવિકા રાજ હવે ૨૭ વર્ષની થઈ ચુકી છે. ફિલ્મ દરમિયાન તેની ઉંમર અંદાજે ૭ વર્ષ હતી. બાળપણમાં ખુબ જ ક્યુટ નજર આવનાર માલવિકા હવે મોટી થયા બાદ ખુબ જ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે.

તે ખુબ જ ગ્લેમરસ છે અને અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીરોથી ભરેલુ છે. ચાલો તમને જણાવી દઈએ કે આજે માલવિકા શું કરી રહી છે.

જણાવી દઈએ કે બાળ કલાકારનાં રૂપમાં માલવિકા એ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ક્યારેય ફિલ્મોમાં નજર આવી નથી. મોટી થયા બાદ તેમણે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું નથી. હાલમાં તે પોતાના અભ્યાસમાં વ્યસ્ત છે અને ૨૭ વર્ષની ઉંમરમાં પણ તે ગ્લેમર ઇન્ડસ્ટ્રી થી દુર છે. પરંતુ સારા સમાચાર એ છે કે તે ફરીથી ફિલ્મોમાં પરત ફરી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે માલવિકા લીડ એક્ટ્રેસનાં રૂપમાં ફિલ્મ “સ્કવોડ” થી હિન્દી સિનેમામાં પગલાં રાખવા જઈ રહી છે. એકસન ડાયરેક્ટર કીર બેક દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શુંટિંગ બેલારુસ માં થઈ ચુક્યું છે.

ઇન્સ્ટાગ્રામનાં માધ્યમથી માલવિકા રાજ એ પોતાના ફેન્સ સાથે જોડાઈ હતી. જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસનાં અંદાજે ૨ લાખ ફોલોવર્સ છે. વળી તે કુલ ૮૮૬ લોકોને ફોલો કરે છે અને અત્યાર સુધીમાં માલવિકા સોશિયલ મીડિયા પર ૯૩૧ પોસ્ટ શેર કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *