૨૦ વર્ષ બાદ પણ “પિયા બસંતી” ની આ એક્ટ્રેસની સુંદરતામાં જરા પણ ઘટાડો થયો નથી, આજે પણ જોઈને લોકો થઈ જાય છે ફીદા

Posted by

૯૦નો દશક એવો સમય હતો, જ્યારે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક વીડિયો ચાલતા હતા. લકી અલી, યુફોરિયા, આર્યન બેન્ડ, ફાલ્ગુની પાઠકે સમયે ઘણા જ નવા મ્યુઝિક આલ્બમ લઈને આવતા હતા. ત્યારે ભારતીય દર્શકોએ પોપ મ્યુઝિક અને ફ્યુઝનને પસંદ કરવાનું શરૂ કર્યું હતું. આજે પણ આપણે જો તે સમયનાં ગીત સાંભળી લઈએ તો માઇન્ડ રિલેક્સ થઇ જાય છે. લકી અલી નું “ઓ સનમ…”  ગીત હોય કે પછી ફાલ્ગુની પાઠકનું “મેરી ચુનર ઉડ ઉડ જાયે..” અમુક એવા એવા ગીત હતા, જે આજે પણ આપણી યાદમાં વસેલા છે. તેમને સાંભળવા આજે પણ પસંદ આવે છે.

એવું જ એક હિટ ગીત હતું “પિયા બસંતી..”. આ ગીતને જે કોઈ વ્યક્તિ એક વખત સાંભળતુ હતું તો તે ઘણા દિવસ સુધી તેને ગાયા કરતાં હતા. આ ગીત કાશ્મીરની સુંદર પહાડીઓમાં ફિલ્માવવામાં આહેલ હતું. તેમાં બે કાશ્મીરી યુવાઓની લવ સ્ટોરી બતાવવામાં આવી હતી. આ ગીતમાં પોતાની સુંદર અવાજ ઉસ્તાદ સુલતાન ખાન અને કે.એસ. ચિત્રા એ આપી હતી. જ્યારે ગીત લીડ એક્ટર Donovan Wodehouse જ્યારે લીડ એક્ટ્રેસ નૌહિદ સાયરસી હતી.

આ ગીતમાં નૌહિદ સાયરસી એ કાશ્મીરી કપડાં પહેર્યા હતા. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ ગીતનાં શુટિંગ સમયે તે ૧૮ વર્ષની હતી. વર્તમાનમાં નૌહિદ સાયરસી ની ઉંમર ૩૮ વર્ષની છે. હાલ માં જ આ ગીતને ૨૦ વર્ષ પણ પુરા થયા છે. રસપ્રદ વાત એ છે કે આ આ ૨૦ વર્ષ પછી પણ નૌહિદ ની સુંદરતા અને નુરમાં જરા પણ કમી નથી આવી. તે આજે પણ ઘણી સુંદર લાગે છે.

નૌહિદ હવે ફિલ્મોમાં તો ઓછી દેખાય છે, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે પોતાના “પિયા બસંતી” ગીતનાં ૨૦ વર્ષ પુરા થવા પર તેને રિક્રિએટ કર્યો હતો. તેણે તેની એક વીડિયો ક્લિપ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં ફેન્સને નૌહિદ નો એકદમ અલગ અંદાજ જોવા મળ્યો હતો. આ દરમિયાન તે વેસ્ટર્ન આઉટફિટમાં નજર આવી હતી.

નૌહિદ નાં ગીત “પિયા બસંતી” ને વર્ષ ૨૦૦૧માં એમટીવી વીડિયો મ્યૂઝિક એવોર્ડમાં ઇન્ટરનેશનલ વ્યુવર એવોર્ડ મળ્યો હતો. આ ગીતનને લીધે તે ફેમસ થઈ ગઈ હતી અને તેણે મ્યુઝિક વિડીયો, ડેલી સોપ અને ફિલ્મોની ઓફરો મળવા લાગી હતી. તે લકીર, અનવર, ઇન્તેહા અને સખીયા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તેની ફિલ્મી કારકિર્દી ભલે ણની હતી પરંતુ તે ઘણી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકે દેખાઈ હતી.

એક લાંબો બ્રેક લીધા બાદ તે મંદિરા બેદીની વેબ સીરીઝ “સિક્સ” પણ નજર આવી હતી. તે તેનું કમબેક હતું, જેમાં તે એક આરોપીનો રોલ કરી રહી હતી. આ સિવાય નૌહિદ ડેલી સોપ “હિપ હિપ હુર્રે” માં પણ જોવા મળી હતી. આ શો ઘણો પોપ્યુલર થયો હતો.

વર્ષ ૨૦૧૭માં નૌહિદ એ પોતાના જુના સાથી રુસ્તમ સાથે લગ્ન કર્યા હતા. વર્તમાનમાં બંને હસી-ખુશીથી એકબીજા સાથે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

“પિયા બસંતી” રિક્રીટેડ

 

View this post on Instagram

 

A post shared by Nauheed Cyrusi (@nauheedc)

“પિયા બસંતી” ઓરીજનલ મ્યુઝિક વીડિયો.


હવે તમને લોકોને “પિયા બસંતી” ની આ એક્ટ્રેસ કેવી લાગી અમે કમેન્ટમાં જરૂર બતાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *