શનિદેવ ન્યાયનાં દેવતા માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેઓ લોકોના કર્મ અનુસાર તેમને ફળ આપે છે, એટલે કે સારા કર્મો અનુસાર ફળ અને ખરાબ કર્મોનું ખરાબ ફળ દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળમાં શનિ સાડાસાતી નો સામનો કરવો પડે છે. પરંતુ જરૂરી નથી કે શનિ સાડાસાતી હંમેશા ખરાબ હોય. જે વ્યક્તિની કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં બિરાજમાન હોય છે, તેમના માટે શનિની મહાદશા ખુબ જ સુખદાયક સાબિત થાય છે. વળી જે વ્યક્તિની કુંડળીમાં શનિ કમજોર હોય છે, તેમણે શનિ સાડાસાતી દરમિયાન ખુબ જ કષ્ટોનો સામનો કરવો પડે છે. તો ચાલો તમને આ આર્ટિકલમાં જણાવીએ કે ૨૦૨૨ સુધી કઇ રાશિના જાતકોએ શનિની દશા થી સતર્ક રહેવાનું રહેશે.
જણાવી દઈએ કે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ થી શનિ મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. ધન, મકર અને કુંભ રાશિવાળા પર શનિની સાડાસાતી તો મિથુન અને તુલા રાશિવાળા પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિ સાડા સાતી ની વાત કરવામાં આવે તો તેના ૩ ચરણ હોય છે. દરેક ચરણની અવધિ અઢી વર્ષની હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિની સાડાસાતીનો બીજું ચરણ સૌથી વધારે કષ્ટદાયક માનવામાં આવે છે. આચરણમાં જાતકને માનસિક, આર્થિક અને શારીરિક કષ્ટનો સામનો કરવો પડે છે, એટલા માટે આ દરમિયાન વ્યક્તિએ ખુબ જ સતર્ક રહેવાની જરૂરિયાત હોય છે.
શનિ સાડાસાતી નું સૌથી કષ્ટદાયક ચરણ મકર રાશિવાળા પર ચાલી રહેલ છે, જે ૨૯ એપ્રિલ, ૨૦૨૦ સુધી રહેશે. આ દરમિયાન તમારે ખુબ જ સતર્ક રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારનાં વાદવિવાદમાં ફસાવાથી બચવું, નહીંતર તમને નુકસાન થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. પૈસાની લેવડ-દેવડ પણ સાવધાની રાખવાની જરૂરિયાત છે. આ દરમિયાન તમને કોઈ સગા સંબંધી તરફથી દગો મળી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે. કોર્ટ કચેરીના મામલામાં થી બચીને રહેવું.
શનિ ૨૯ એપ્રિલ, ૨૦૨૦ માં મકર રાશિમાં થી કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી ધન રાશિવાળા જાતકોને શનિની સાડાસાતી માંથી મુક્તિ મળી જશે. વળી મીન રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે. શનિ ઢૈયા ની વાત કરવામાં આવે તો મિથુન અને તુલા રાશિવાળા જાતકો તેમાંથી મુક્ત થઈ જશે. વળી કર્ક અને વૃશ્ચિક રાશિવાળા તેની ઝપેટમાં આવી જશે.