૨૦૩૦ માં ચંદ્ર બદલશે પોતાની જગ્યા અને તેની અસરથી ધરતી પર આવશે વિનાશકારી પુર

Posted by

જળવાયુ પરિવર્તનને કારણે ધરતી પર ઝડપથી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. તેના કારણે ગ્લેશિયર પીગળી રહ્યા છે અને ઘણા દેશોમાં પુર ની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. વળી હવે અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ પોતાના એક અધ્યયનમાં દાવો કર્યો છે કે વાતાવરણમાં બદલાવનું કારણ ચંદ્ર પણ હોઈ શકે છે. નાસાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2030માં જલવાયુ પરિવર્તનને કારણે વધતા જતાં જળ સ્તર ની સાથે ચંદ્ર પણ પોતાની કક્ષાથી ડગી જશે, જેનાથી ધરતી પર વિનાશકારી પુર આવશે.

નાસાનું આ અધ્યયન ક્લાયમેટ ચેન્જ પર આધારિત જર્નલ નેચર માં ૨૧ જુનનાં રોજ પ્રકાશિત થયું છે. અધ્યયનમાં ચંદ્ર પર હલચલને કારણે ધરતી પર આવનાર પુરને “ઉપદ્રવી પુર” કહેવામાં આવેલ છે. આ પ્રકારનું પુર તટીય વિસ્તારોમાં આવે છે, જ્યારે સમુદ્રની લહેરો દૈનિક સરેરાશ ઊંચાઈ ની સરખામણીમાં બે ફૂટ ઊંચી ઊઠે છે. ઘર અને રસ્તા બધું જળમગ્ન થઈ જાય છે અને દૈનિક દિનચર્યા પ્રભાવિત થાય છે.

નાસાનાં અધ્યયન અનુસાર વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉપદ્રવી પુરની સ્થિતિ સતત જળવાઈ રહેશે અને અચાનક થી અનિયમિત બની જશે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી તટીય વિસ્તારોમાં સમુદ્રની લહેરો પોતાની સામાન્ય ઊંચાઇની સરખામણીથી ત્રણથી ચાર ફુટ ઊંચી આવશે અને આ સિલસિલો એક દશક સુધી રહેશે. અધ્યયનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પુરની સ્થિતિ સમગ્ર વર્ષમાં નિયમિત રૂપથી થશે નહીં, ફક્ત અમુક મહિના દરમિયાન આ પુરની સ્થિતિ રહેશે જેનાથી ખતરો વધી જશે.

તટીય વિસ્તારોમાં થશે ભારે નુકસાન

નાસાનાં પ્રશાસક બિલ નેલ્સને કહ્યું હતું કે સમુદ્રના વધતા જતા સ્તરને કારણે નીચલા વિસ્તારોમાં પુરનો ખતરો સતત વધી રહ્યો છે. વારંવાર પુર આવવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે અને આ મુશ્કેલી આવનારા સમયમાં હજુ વધવાની છે. તેમણે કહ્યું હતું કે પોતાની કક્ષામાં ચંદ્રનાં જગ્યા બદલવાથી ગુરુત્વીય ખેંચાણ, વધતા સમુદ્રીય જળ સ્તર અને જલવાયુ પરિવર્તન એકસાથે મળીને વૈશ્વિક સ્તર પર તટીય વિસ્તારોમાં પુરની સ્થિતિ ઉત્પન્ન કરશે, જેનાથી ભારે નુકશાન થઇ શકે છે.

પોતાની જગ્યા બદલશે ચંદ્ર

યુનિવર્સિટી ઓફ હવાઈમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને અધ્યયનનાં મુખ્ય લેખક ફિલ થોમ્પસને પૃથ્વી પર ચંદ્રના અસરને કારણે આવનાર પુર વિશે જણાવ્યું હતું કે, ચંદ્ર જયારે પોતાની કક્ષા માં ડગમગે છે તો તેને પુર્ણ થવામાં ૧૮.૬ વર્ષનો સમય લાગે છે. પરંતુ પૃથ્વી પર વધતી ગરમી ને કારણે વધતા સમુદ્રીય જળ સ્તરની સાથે મળીને તે વધારે ખતરનાક બની જાય છે.

ચંદ્રની જમીન પર થશે અસર

થોમ્પસને એ કહ્યું હતું કે ૧૮.૬ વર્ષોમાં અડધો સમય એટલે કે અંદાજે ૯ વર્ષ સુધી પૃથ્વી પર સમુદ્રમાં સામાન્ય ટાઈડ નું ઉઠવું ઓછું થઈ જશે. હાઈ ટાઈડની ઊંચાઈ સામાન્ય રૂપથી ઓછી હોય છે, લો ટાઈડ ની ઊંચાઈ સામાન્ય રૂપથી વધારે હોય છે. વળી આવતા ૯ વર્ષ સુધી તેનું ઊલટું થઈ શકે છે. હવે આ ચક્ર ૨૦૩૦ ની આસપાસ બનશે. જેનાથી સામાન્ય જીવન સંપુર્ણ રીતે પ્રભાવિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *