૨૧ વર્ષ પહેલા થઈ રહ્યા હતા સલમાન ખાનનાં લગ્ન, કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ ૬ દિવસ પહેલા સલમાને તોડી દીધા લગ્ન

Posted by

સલમાન ખાનના લગ્ન ક્યારે થશે? આ સવાલના જવાબની રાહ તેમના કરોડો ફેન્સ જોઈ રહ્યા છે. સલમાન ખાન ૫૪ વર્ષના થવા આવ્યા, પરંતુ હજુ સુધી તે લગ્નનું નામ નથી લઈ રહ્યાં. તેમની પાસે પૈસો, રૂપ બધું જ છે તેમ છતાં પણ તે ઘર વસાવવા તૈયાર નથી. એવું નથી કે સલમાન ખાનને કોઈ છોકરી મળતી નથી.

તે ઈશારો કરે તો તેમનાથી નાની ઉંમરની છોકરીઓ પણ તૈયાર થઈ જાય તેની સાથે લગ્ન કરવા, પરંતુ સલમાન ખાનનું હમણાં લગ્ન કરવાનો કોઈ જ મૂડ નથી. તેમણે ૨૧ વર્ષ પહેલાં લગ્ન કરવાનો મૂડ બનાવ્યો હતો. પરંતુ ૫-૬ દિવસ પહેલા જ લગ્ન કેન્સલ કરી નાખ્યા હતા. તે સમય દરમિયાન તેમના લગ્નના કાર્ડ પણ વેચાઈ ગયા હતા.

આ વાતનો ખુલાસો તેમના મિત્ર સાજિદ નડિયાદવાલા એ કપિલ શર્માના શોમાં કર્યો હતો. સાજીદ કપિલ શર્માના શોમાં હાઉસફુલ-૪ ના પ્રમોશન માટે આવ્યા હતા. ત્યાં તેમને મજાકમાં જણાવ્યું હતું કે સલમાન ખાનનાં ૨૧ વર્ષ પહેલાં લગ્ન નક્કી થઈ ગયા હતા. પરંતુ ભાઈજાને ૬ દિવસ પહેલાં સંબંધ તોડી નાખ્યો. સાજીદે જણાવ્યું કે ૧૯૯૯માં તેમને લગ્ન કરવાનો મૂડ બનાવ્યો હતો. તેવામાં બંનેએ પોતાના લગ્ન નક્કી કરી લીધા. કાર્ડ પણ છપાઈ ગયા હતા અને વહેંચાઈ પણ ગયા હતા. પરંતુ તે સમય દરમિયાન સલમાન ખાને નિર્ણય લીધો કે તે લગ્ન નહીં કરે. સલમાને તેનું કારણ નહોતું જણાવ્યું પરંતુ લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી.

ત્યાર બાદ જ્યારે સાજીદ નક્કી કરેલી તારીખે લગ્ન કરી રહ્યા હતા, ત્યારે સલમાને સ્ટેજ ઉપર આવીને કાનમાં કહ્યું હતું કે, “પાછળ ગાડી ઊભેલી છે, ભાગી જા.” પરંતુ તેની ઉપર સાજીદે કોઈ રીએક્શન આપ્યું નહીં. તેવામાં સલમાન ખાન શાંત થઇ ગયા, નહિતર તેમની પણ એવી જ ઈચ્છા હતી કે સાજીદ પણ લગ્નના કરે. તમે આ પુરા આ કિસ્સાને સાજીદના મોઢે આ વિડીયો દ્વારા સાંભળી શકો છો.

આ વિડિયો જૂનો છે પરંતુ ફરી એક વખત ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. સલમાનની જિંદગીમાં અનેક મોટી એક્ટ્રેસ અને સુંદર છોકરીઓ આવી, પરંતુ આજ સુધી લગ્નની વાત કોઈ સાથે થઈ નથી. હવે ૨૧ વર્ષ પહેલા સલમાન ખાન કોની સાથે લગ્ન કરવાના હતા તેનો ખુલાસો આજ સુધી નથી થયો પરંતુ એ વાત તો નક્કી છે કે સલમાન જ્યારે લગ્ન કરશે ત્યારે તેમના ફેન્સ ખુબ જ ખુશ થઇ જશે અને તેની સાથે તેમના લગ્ન મીડિયા પર ૨૪ કલાક પ્રસારિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *