૨૨ વર્ષની ચંદના હીરન સામે હિંદુસ્તાન યુનિલિવરને નમવું પડ્યું, કંપનીએ બદલવું પડ્યું “Fair & Lovely” નું નામ

હિંદુસ્તાન યુનીલીવર કંપનીએ પોતાની ફેમસ બ્રાન્ડ ફેયર એન્ડ લવલી માંથી “ફેયર” શબ્દ હટાવવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે ફેયર એન્ડ લવલી ભારતમાં લોકપ્રિય અને ખૂબ જ ઉપયોગ કરવામાં આવતી બ્રાન્ડ છે. હિંદુસ્તાન યુનીલીવર કંપની પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ફેયર એન્ડ લવલીને લઈને તેના પર પહેલા પણ આરોપ લાગી રહ્યા હતા કે તે ગેરસમજ અને ભેદભાવ ઊભો કરે છે. એ જ કારણ છે કે હવે કંપનીએ ફેયર એન્ડ લવલી નામ બદલવા જેવું મોટું પગલું ઉઠાવ્યું છે.

જણાવી દઈએ કે ફેયર એન્ડ લવલી થી ફેયર શબ્દ એમ જ હટાવવામાં નથી આવ્યો, પરંતુ તેની પાછળ મુંબઈને રહેવાસી ચંદના હીરન નો મોટો હાથ બતાવવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ કે આખરે આ સમગ્ર મામલો શું છે.

હકીકતમાં ૨૨ વર્ષીય ચંદના ચાર્ટડ એકાઉન્ટન્ટની છેલ્લા વર્ષની વિદ્યાર્થીની છે. ચંદાનાએ હિંદુસ્તાન યુનીલીવર કંપનીઓ વિરુદ્ધ એક ઓનલાઇન અરજી કરી હતી. ચંદના આ અભિયાનને લોકોનો ખૂબ જ સપોર્ટ મળ્યો હતો, દેશભરમાંથી હજારો લોકોએ ચંદના આ અભિયાનને પોતાની સ્વીકૃતિ આપી હતી.

મળતી જાણકારી અનુસાર તેમણે પોતાની આ અરજીમાં સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ કોસ્મેટિક કંપની પોતાના બ્યુટી પ્રોડક્ટનું આ રીતે બ્રાન્ડિંગ કરવું જોઈએ નહીં. તેમનું કહેવું છે કે જે પ્રોડક્ટ સ્પષ્ટ રીતે બ્યુટીને પ્રમોટ કરે છે, એવી બ્રાન્ડિંગને સંપૂર્ણ રીતે અટકાવવી જોઈએ. સાથોસાથ ચંદનાએ તમામ કોસ્મેટિક કંપનીઓ પર ઊભો કર્યો હતો કે ફેયર જ સારો શા માટે છે? ડાર્ક શા માટે?

ચંદના હિરનનાં અભિયાન પર “Black Lives Matter” ની વ્યાપક અસર

મહત્વપૂર્ણ છે કે હાલના સમયમાં અમેરિકામાં “Black Lives Matter” નામનું એક અભિયાન છેડાયું છે. આ આંદોલન અશ્વેત જોર્જ ફ્લોયડનાં મૃત્યુના કારણે નારાજગીને લીધે શરૂ થયું. માનવામાં આવી રહ્યું છે કે ચંદનાનાં આ અભિયાન પર “Black Lives Matter”  આંદોલનની પણ વ્યાપક અસર પડી છે. જણાવી દઈએ કે આંદોલન બાદ થી સમગ્ર દુનિયામાં લોકો પ્રત્યે ભેદભાવની વાતો પર ચર્ચાઓ વધુ તેજ બની ગઇ છે.

આ સમગ્ર મામલામાં ચંદના હિરનનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિની ચામડીના રંગને લઈને ભેદભાવ કરવો વ્યર્થ છે. મારો રંગ પણ શ્યામ છે, આ વાતને લઈને મને કોઈ ફરક પડતો નથી. જો મને કોઈ ફરક નથી પડતો, તો અન્ય લોકોને પણ ફર્ક પડવો જોઇએ નહીં. તેમનું કહેવું હતું કે વ્યક્તિના સ્કિનનો કલર કોઈ પણ હોય, બધાને જીવવાનો હક છે.

ચંદના કહે છે કે મારી આસપાસ ઘણા એવા લોકો છે જે પોતાના સ્ક્રીનના કારણે લઈને ખૂબ જ પરેશાન રહે છે. તે કહે છે કે સ્કીન મેગેઝીનમાં પણ શ્યામ રંગની સ્કીન વાળાને પ્રોત્સાહન આપવામાં આવે છે. સાથોસાથ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ ઉપર પણ બ્યુટી ફિલ્ટર્સ અને ફેયર ફોટો એડિટિંગના સોફ્ટવેર ભરેલા પડયા છે, તે વાત યોગ્ય નથી.

જાણો ફેયર એન્ડ લવલીનું નવું નામ

ચંદનાએ તે બધા લોકોનો આભાર માન્યો હતો, જે લોકોએ તેમની આ અરજીને સમર્થન આપ્યું હતું. સાથોસાથ એવું પણ કહ્યું હતું કે હિન્દુસ્તાન યુનિલીવર દ્વારા ફેયર એન્ડ લવલી માંથી “ફેયર” શબ્દ હટાવવો એક સાહસિક પગલું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ૨૫ જૂનના કંપનીએ “ફેયર” શબ્દને પોતાના પ્રોડક્ટ (ફેયર એન્ડ લવલી) થી હટાવી દીધો હતો. હવે તેને “ગ્લો એન્ડ લવલી” નામથી ઓળખવામાં આવશે.