૨૨ વર્ષની ઉંમરમાં ૨૨ કરોડની માલિક છે બોલીવુડની આ સુંદર અભિનેત્રી, જાણો એક ફિલ્મ માટે લે છે કેટલા રૂપિયા

Posted by

બોલીવુડનાં ફેમસ કોમિક એકટર ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક ઓળખીતું નામ બની ચુકી છે. તેમણે વર્ષ ૨૦૧૯માં ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ ઈયર-૨” થી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મ બૉક્સ ઓફીસ પર તો કંઈ ખાસ કમાલ કરી શકી નહીં, પરંતુ તેમના અભિનયનાં ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ અનન્યા ૨૦૧૯માં કાર્તિક આર્યન સાથે પતિ પત્ની ઔર વો માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ઠીક-ઠાક કમાણી કરી હતી. આ ફિલ્મ પછી કાર્તિક અને અનન્યા વચ્ચે લવ અફેરની અફવાઓ પણ ઉડી હતી. જોકે આ કેટલું સાચું છે તે તો એ બંને જ જાણે.

અનન્યાની ત્રીજી ફિલ્મ શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર સાથે આવી હતી. ૨૦૨૦માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નામ ‘ખાલી પીલી’ હતું. આ ફિલ્મ કોરોનાને કારણે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોની કોઈ ખાસ પ્રતિક્રિયા મળી નથી.

વા જઈએ તો અનન્યાએ અત્યાર સુધી બોલિવૂડમાં ફક્ત ૩ ફિલ્મો જ કરી છે. પરંતુ તેમની નેટવર્થ ૨ મિલિયન ડોલર એટલે કે ૨૨ કરોડની આસપાસ છે. તો એવામાં સવાલ એ થાય છે કે અનન્યાની પાસે ફક્ત ૩ ફિલ્મો કરીને આટલા પૈસા આવ્યા કેવી રીતે? હકીકતમાં ફિલ્મો સિવાય અનન્યા વિજ્ઞાપન અને ફેશન શો કરીને પણ સારા એવા પૈસા કમાઈ છે.

અનન્યા પાંડે એક ફિલ્મના ૨ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય જો કોઈ એડ શૂટ કરવી હોય તોએના માટે ૧૦ લાખ રૂપિયા ચાર્જ કરે છે. એટલું જ નહીં અનન્યા ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અહીંયા તેને પ કરોડથી પણ વધારે લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર જો પ્રમોશન કરવું હોય તો તે એક પોસ્ટનાં ૨ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

આ રીતે અનન્યાએ ખૂબ જ ઓછા સમયમાં તગડી કમાણી કરી લીધી છે. બોલિવૂડમાં તે અત્યારે ટોપ ૩૦ એક્ટ્રેસમાં આવે છે. ૨૨ વર્ષની ઉંમરમાં અનન્યા પાસે ઓડી એ-8, મર્સિડિઝ-બેન્ઝ, બીએમડબ્લ્યુ 6 જીટી અને રેન્જ રોવર સ્પોર્ટ્સ જેવી મોંઘી ગાડીઓ છે. તે એક લકઝરી લાઈફ સ્ટાઇલ જીવે છે. હાલમાં જ તેને માલદિવ્સમાં હોલીડે માણતા પણ જોવામાં આવી હતી.

આ ફિલ્મ સિવાય પોતાના લુક અને ફેશન સેન્સ માટે પણ તે જાણીતી છે. તે સુંદર હોવાની સાથે સાથે ખૂબ જ ફીટ પણ છે. તે પોતાના ડાયેટનું પણ ખાસ ધ્યાન રાખે છે. આ સિવાય નિયમિત રૂપે જિમ જઈને પરસેવો પણ પાડે છે.

તો તમને લોકોને અનન્યાની એકટિંગ અને લુક કેવા લાગે છે, તે અમને કમેન્ટ કરીને જરૂર  જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *