૨૩ વર્ષ પહેલા રાની મુખર્જીની દીકરી બનેલી આ એક્ટ્રેસ હવે થઈ ગઈ છે મોટી, હવે તેના ફોટા સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યા છે

Posted by

તમે બધા લોકોએ સુપરહિટ ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” તો જોઈ જ હશે. આ ફિલ્મમાં બોલિવુડ ઇન્ડસ્ટ્રીના કિંગ કહેવાતા જાણીતા અભિનેતા શાહરુખ ખાન, અભિનેત્રી કાજોલ અને અભિનેત્રી રાની મુખર્જી નજર આવ્યા હતા. હિન્દી સિનેમામાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. તમને બધા લોકોને આ ફિલ્મમાં રાની મુખર્જી અને શાહરૂખ ખાનની દીકરી અંજલી તો યાદ જ હશે. અંજલીએ પોતાના શાનદાર અભિનયથી બધા લોકોના દિલ જીતી લીધા હતા. અંજલીનું કિરદાર અભિનેત્રી સના સઈદે નિભાવ્યું હતું અને હવે તે ૩૩ વર્ષની થઈ ગઈ છે.

જ્યારે સના સઈદે ફિલ્મમાં કામ કર્યું હતું, તો તે સમય દરમિયાન તેની ઉંમર માત્ર ૧૦ વર્ષની હતી. પરંતુ હવે સના સઈદ ઘણી મોટી થઈ ગઈ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે પોતાની સુંદર તસ્વીરોને શેર કરી સોશિયલ મીડિયા પર તહલકો મચાવતી રહે છે. લોકોને તેમની તસ્વીરો ઘણી પસંદ આવે છે. સના સઈદનું સોશિયલ મીડિયા અકાઉન્ટ સુંદર અને ગ્લેમરસ તસ્વીરો થી ભરેલું છે.

સના સઈદનો જન્મ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૮૮માં મુંબઈમાં થયો હતો અને તેમણે નાની ઉંમરમાં જ અભિનયની દુનિયામાં પગલાં રાખી દીધા હતા. સના સઈદ  “કુછ કુછ હોતા હૈ” સિવાય “હર દિલ જો પ્યાર કરેગા” અને “બાદલ” જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમણે પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું છે. સના સઈદે હાલમાં સોશિયલ મીડિયા પર પોતાની અમુક તસ્વીરો શેર કરી છે. આ ફોટામાં સના સઈદ ખુબ સુંદર લાગી રહી છે. આ ફોટામાં તેનો ખુબ ગ્લેમરસ અંદાજ જોઈ શકાય છે.

સના સઈદે ફિલ્મો સિવાય ટીવી ધારાવાહિક માં પણ કામ કર્યું છે. તે વર્ષ ૨૦૦૮માં બાબુલ કા આંગન છુટે ના, લો હો ગઈ પુજા ઇસ ઘર કી, જલક દિખલા જા-6, ઝલક દિખલા જા-7, નચ બલિયે-7, ઝલક દિખલા જા-9 અને યે હૈ આશિકી માં નજર આવી ચુકી છે. ત્યારબાદ સના સઈદે કરણ જોહરની “સ્ટુડન્ટ ઓફ ધ યર” થી ફરી પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સના સઈદ સાઈડ રોલમાં નજર આવી હતી.

રિપોર્ટ અનુસાર એવું જણાવવામાં આવે છે કે એક સમય એવો પણ હતો, જ્યારે સના સઈદે પોતાના ગ્લેમરસ લુકને કારણે ઘરવાળાની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. હકીકતમાં તે સમયે સના સઈદ ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર” માટે કામ કરી રહી હતી, તો તેને પોતાના પરિવારના ગુસ્સાનો શિકાર થવા પડ્યું હતું. તેમના પિતાજી ઇચ્છતા ન હતા કે તેમની દીકરી અભિનયની દુનિયામાં પોતાનું કારકિર્દી બનાવે. જ્યારે સનાનાં પેરન્ટસને જાણવા મળ્યું કે “સ્ટુડન્ટ ઓફ ધ યર” માં તેમની દીકરીએ ખુબ જ ગ્લેમરસ કપડાંમાં દેખાવાની છે, તો તેઓ ઘણા નારાજ થયા.

સના સઇદે આ વિશે કહ્યુ હતુ કે, “મારા માતા-પિતાએ જનરેશનનાં છે, જ્યાં ઘું ટણની ઉપર પહેરવાનું આપણે વિચારી પણ નથી શકતા. તેમને આ વાતનો ડર લાગે છે કે ક્યાંક આવા એક્સપોઝર થી કંઈક ખોટું ન થઈ જાય. જો કે મારે શું કરવાનું છે, અને શું નહીં? તેનો નિર્ણય હું જાતે કરું છું.” સના નું એવું કહેવાનું છે કે તેમના ઘરવાળાનાં મનમાં બોલિવુડની ખોટી છબી છે.

સના સઈદે એક ઇન્ટરવ્યુ દરમિયાન “કુછ કુછ હોતા હે” માં કામ કરીને પોતાના અનુભવ ને શેર કરતા જણાવ્યું હતું કે, “આ ફિલ્મ કરવા દરમિયાન હું ઘણી નાની હતી. મને જરા પણ ખબર ન હતી કે હું શાહરુખ ખાન, સલમાન ખાન જેવા મોટા કલાકાર સાથે કામ કરી રહી છું. જો કે હવે તે જરૂર વિચારું છું કે તેણે કેટલા મોટા લોકો સાથે સ્ક્રીન શેર કરી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મમાં તે જે પણ ઇમોશનલ સીન કરતી હતી. તેનું કારણ કરણ જોહર હતા.

સના સઈદ અનુસાર દરેક સમય પહેલા કરણ જોહર મારી સાથે બેસતા હતા અને તે સિચ્યુએશન ક્રીએટ કરવાની કોશિશ કરતા હતા. જેથી હું તે ઇમોશનને ફીલ કરી શકું. સીન શુટ થયા બાદ બધા લોકો મને અટેન્શન આપતા હતા.

જણાવી દઈએ કે છેલ્લી વખત સના ૨૦૧૯માં ટીવી શો “ખતરા ખતરા ખતરા” અને “કિચન ચેમ્પિયન-5” માં નજર આવી હતી. ત્યારબાદ તેમણે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું. પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી સક્રિય રહે છે અને તેના માધ્યમથી તે પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *