૨૩૦ કિલોનાં અદનાન સામી એ ૧૧ મહિનામાં ૧૬૫ કિલો વજન ઓછું કર્યું, જાણો તેનો ડાયટ પ્લાન અને રૂટિન વર્કઆઉટ

Posted by

“લિફ્ટ કરા દે” અને “તેરા ચહેરા” જેવા ગીતથી મશહુર સિંગર અદનાન સામી ને ફક્ત દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ખુબ જ નામ કમાલ છે. જ્યારે તેમના આ ગીત રીલીઝ થયા હતા તે સમયે તેમનું વજન ખુબ જ વધારે હતું. જો કે થોડા વર્ષ પહેલાં અદનાન સામીએ પોતાનું વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા હતા. એક સમયે અદનાન સામી ૨૩૦ કિલોનાં હતા. તેમના આ વધતા વજનને કારણે તેમના માટે જીવન જીવવું મુશ્કેલ બની ગયું હતું.

અદનાન સામીનાં આ વધતા વજનને લઈને ડોક્ટરોએ પણ તેમને ચેતવણી આપી દીધી હતી કે જો આવી જ રીતે તેમનો વધતો જશે, તો તેઓ ફક્ત ૬ મહિના સુધી જીવતા રહી શકશે. ડોક્ટરોની આ વાતને અદનાન સામીએ ડેથ એલર્ટ જેમ લીધેલ અને ત્યારબાદ તેમણે પોતાનું વજન ઓછું કરવાનું નક્કી કરી લીધું હતું.

ત્યારબાદ પોતાના દ્રઢ ઇચ્છાશક્તિ સંતુલિત ખાણી-પીણી અને એક્સરસાઇઝ દ્વારા ફક્ત ૧૧ મહિનામાં ૧૬૫ કિલો વજન ઘટાડી દીધો હતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન અદનાન સામી એ ખુલાસો કર્યો હતો કે તેમણે પોતાના વજનને ઓછું કરવા માટે ફક્ત જાળવણી રાખી હતી. તેમણે આલ્કોહોલ, ઓઇલ અને સુગરને સંપુર્ણ રીતે છોડી દીધા હતા. વજન ઘટાડવામાં અદનાન સામીની ન્યુટ્રીશનિસ્ટ એ પણ તેમની ખુબ જ મદદ કરી હતી.

અદનાન સામી નું વર્કઆઉટ રુટિન

અદનાન સામી નું વજન ખુબ જ વધી ગયું હતું, જેના કારણે જિમ જવું તેમના માટે કોઈ ખતરાથી ઓછું હતું નહીં. કારણ કે જીમ જવાથી તેમને હાર્ટ એટેક આવવાનો ખતરો હતો. એટલા માટે તેમણે પોતાનું વજન ઘટાડવા માટે સૌથી પહેલા વ્યાયામ, ટ્રેડમિલ પર ચાલવું અને કાર્ડિયો એક્સરસાઇઝ સામેલ કરી હતી.

જ્યારે તેમનું વજન થોડું ઓછું થયું તો તેમણે જીમ જવાનું શરૂ કર્યું હતું. જીમમાં જઈને પરસેવો વહ આવવાથી પરિણામ પણ ખુબ જ જલ્દી સામે આવવા લાગ્યા હતા અને અહીંથી શરૂ થઈ હતી અદનાન સામી ની “ફેટ ટુ ફિટ જર્ની.”

અદનાન સામીએ આ ડાયટ ફોલો કરેલી

અદનાન સામીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે પોતાનું વજન ઘટાડવા માટે તેણે સૌથી પહેલાં પોતાની ખાણીપીણીની આદતોમાં બદલાવ કર્યો હતો. સૌથી પહેલા તેઓ ખાંડ, ચોખા અને બટાટા જેવા હાઇ કાર્બ ફુડ્સ નું સેવન કરતા હતા. બાદમાં પોતાનું વજન ઘટાડવા માટે તેમણે સૌથી પહેલા પોતાની ખાવા-પીવાની ચીજોને બંધ કરી દીધી હતી. હવે અદનાન સામી ઓછી ફેટવાળા અને ઓછી સુગર વાળા ભોજનનું સેવન કરે છે. બની શકે તેટલું તેઓ ઘરનું ભોજન લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *