૨૪ કલાક ઓનલાઇન ગેમ રમતો હતો બાળક, પછી ઘરવાળા સાથે રમી એવી ગેમ કે જોઈને પોલીસ પણ દંગ રહી ગઈ

એક જમાનો હતો, જ્યારે બાળક ઘરમાં ઓછું અને બહાર વધારે રમતા હતા. પરંતુ આજના ઇન્ટરનેટ, ઓનલાઇન ગેમ અને સોશિયલ મીડિયાનાં જમાનામાં એવું ઓછું જોવા મળે છે. બાળકો આખો દિવસ મોબાઇલની અંદર ઘુસી રહે છે. ખાસ કરીને જે રોજ ઓનલાઇન ગેમ રમે છે, તેની હાલત ઘણી ખરાબ છે. મોબાઈલ પર ઓનલાઇન ગેમ રમવાની લત તમારા બાળકોનું જીવન બર્બાદ કરી શકે છે. તે તેને માનસિક રૂપથી ઘણો પ્રભાવિત કરે છે. હવે મધ્યપ્રદેશના ભોપાલ શહેર ની અનોખી ઘટનાને જ લઈ લો. અહીં એક ૧૨ વર્ષનો બાળક પોતાના માતા-પિતા સાથે એક એવી રમત રમે છે કે તેના જીવ પર આવી જાય છે.

હકીકતમાં ભોપાલ માં રહેવાવાળો આ ૧૨ વર્ષીય બાળક આઠમાં ધોરણનો વિદ્યાર્થી છે. તેને ઓનલાઇન ગેમ રમવાનો ગેમ રમવાનો ઘણો શોખ છે. તે ૨૪ કલાક આ ગેમમાં ખોવાયેલો રહે છે. એક દિવસ તેને ઓનલાઈન ગેમ રમતા-રમતા પોતાના પરિવારના લોકો સાથે ગેમ રમવાનો વિચાર મનમાં આવ્યો. તે ૭ ઓક્ટોબરની બપોરે ઘરે થી નીકળ્યો અને પછી પરત આવ્યો નહીં.

પછી થોડા સમય પછી તેના પિતાનાં મોબાઈલ પર એસએમએસ આવ્યો કે, તમારું બાળક કિડ-નેપ થઈ ગયું છે. પરંતુ આ મેસેજ કરવા વાળો કોઈ કિડ-નેપર નહીં પરંતુ બાળક જાતે જ હતો. તે પોતાના ઘરવાળાની સાથે પોતાના અપ-હરણની રમત-રમવા ઈચ્છતો હતો.

બાળકનાં અપ-હરણનો મેસેજ જોઈને ઘરવાળા પર જેમ કે અચાનક દુઃખનો પહાડ તુટી પડ્યો. બધા ઉતાવળમાં પોલીસ પાસે દોડી ગયા. પોલીસે પણ બાળકની શોધખોળ શરૂ કરી દીધી. ભોપાલનાં એસપી સાઈ થોટાએ પરિવાર પાસેથી બાળકનો નંબર લીધો. તેમણે બાળકને પોતાની ઓળખાણ બતાવ્યા વગર મેસેજ મોકલ્યો. વાતો-વાતો માં જ તેમણે બાળક સાથે મિત્રતા કરી, તેની લોકેશન જાણી લીધી. બાળક ટ્રેન થી નીમચ ચાલ્યો ગયો હતો. તેવામાં પોલીસે ત્યાં રેલ પોલીસને સુચના આપી બાળકને પ્રાપ્ત કરી લીધો. બાળકને સહી-સલામત પોતાની પાસે જોઈ પરિવારના જીવમાં જીવ આવી ગયો.

બાળકે ભલે જ પોતાના પરિવાર સાથે ગેમ રમવા માટે આ કર્યું હોય, પરંતુ થોડી પણ ગરબડ થઈ હોત તો બાળકના જીવ પર આવી શકતે. તે એકલો આ ઉંમરમાં સફર કરી રહ્યો હતો. તેવામાં તેની સાથે કોઈ પણ ઘટના થઈ શકતી હતી કે કોઈ હકીકતમાં તેનું અપહરણ કરી શકતું હતું. ઓનલાઇન ગેમ બાળકોના દિમાગ પર કેવી રીતે અસર નાખે છે તે તેના પર મનોવૈજ્ઞાનિક ચિકિત્સક ડોક્ટર સુમિત રાય પોતાનું મંતવ્ય જણાવે છે. તે જણાવે છે કે ઓનલાઈન ગેમ અને સોશિયલ મીડિયા જેવી વસ્તુઓ માં ડુબી રહેવા વાળા બાળકો વાસ્તવિક દુનિયા થી દુર થઇ રહ્યા છે. તે પછી ઓનલાઇન ગેમિંગ ની દુનિયાને જ પોતાના રિયલ લાઇફમાં ઉતરવાનો પ્રયાસ કરે છે.

જણાવી દઇએ કે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ઓનલાઇન ગેમ ને માનસિક બીમારી માની લીધી છે. જો તમારા બાળકને પણ ઓનલાઇન ગેમ રમવાનો શોખ છે, તો તેના પર જરૂર નજર રાખો.