૨૪ વર્ષ બાદ ફિલ્મોમાં કામ કરવા માંગે છે અક્ષય કુમારની આ સુંદર એક્ટ્રેસ, અત્યારે પણ સુંદરતા જોઈને તમે દિવાના બની જશો

Posted by

૯૦નાં દશકની માં શરૂઆતમાં ફિલ્મ “જાન તેરે નામ” થી એક્ટ્રેસ ફરહિન પ્રભાકરે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેમણે અક્ષય કુમાર સાથે “સૈનિક” માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમારે એક ફોજીનો કિરદાર નિભાવ્યો હતો અને ફરહિને આ ફિલ્મમાં અક્ષયની બહેનનું કિરદાર નિભાવ્યું હતું. ફરહિને બોલીવુડમાં માધુરી દીક્ષિતની કોપી કહેવામાં આવતી હતી. લાંબા સમયથી પડદાથી ગાયબ ફરહિન હવે એક વાર ફરી કમબેક કરવા ઈચ્છે છે. ફરહિન ની આ વાપસીની ચર્ચા ફિલ્મ છોડ્યાનાં ૨૪ વર્ષ પછી શરૂ થઈ છે.

હકીકતમાં હાલમાં એક ઇન્ટરવ્યુમાં ફરહિને પોતાના બોલીવુડમાં કમબેક ને લઈને વાત કરી છે. ત્યારબાદ તે ચર્ચાનો ભાગ બની ગઈ છે. ઇન્ટરવ્યુમાં ફરહિન કહ્યું કે, “મેં આટલી જલદી સેટલ થવા વિશે વિચાર્યું ન હતું. જોકે લગ્ન થયા બાદ પહેલા પરિવાર અને પછી બાળકો જ મારા માટે પ્રાયોરિટી હતા.” તમને જણાવી દઈએ કે ફરહિનનાં લગ્ન દિગ્ગજ ઇન્ડિયન ક્રિકેટર મનોજ પ્રભાકર સાથે થયા છે અને લગ્ન પછી એક્ટ્રેસ મુંબઈથી દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી. ફરહિને કહ્યું કે – લગ્ન પછી જો હું મુંબઈમાં જ રહેતી હોત તો કદાચ હું આજે પણ કામ કરતી હોત.”

ફરહિને આગળ કહ્યું કે, હવે મારા બાળકો મોટા થઇ ચુક્યા છે અને કદાચ હવે હુ ફિલ્મમાં ફરી એક્ટિંગ શરૂ કરીશ. કારણ કે હવે હું કામની બાબતમાં ટ્રાવેલ કરવા માટે તૈયાર છું. ફરહિને જણાવ્યું હતું કે અંદરથી એક્ટિંગ ક્યારે ગઈ નથી. એટલું જ નહીં જ્યારે ફરહિને પોતાના પતિને પોતાના કામ વિશે પુછ્યું તો તેમણે કહ્યું કે, તારી પાસે તારા માટે ટાઇમ છે અને જે ઈચ્છે તે કરી શકે છે.

જણાવી દઇએ કે કારકિર્દીનાં પિક પર એક્ટ્રેસ ફરહિને લગ્ન કરી લીધા હતા અને ઇન્ડસ્ટ્રી થી અંતર જાળવી લીધુ હતું. ૧૯૯૭માં ફરહિનએ વિવાહિત ક્રિકેટર મનોજ પ્રભાકર સાથે સિક્રેટ લગ્ન કરી દિલ્હી આવીને વસી ગઈ હતી. ત્યારબાદ તેણે પોતાની બોલીવુડ કારકિર્દીને પણ અલવિદા કહી દીધું. ફરહિનનાં પતિ મનોજના પહેલા લગ્ન ૧૯૮૬માં સંધ્યા સાથે થયા હતા. ત્યારબાદ સંધ્યા સાથે અલગ થઈને મનોજ ફરહિન સાથે ૪ વર્ષ સુધી લીવ-ઈનમાં રહ્યાં હતા. કહેવામાં આવે છે કે મનોજ પ્રભાકર અને સંધ્યાનાં લગ્ન તુટવાનું કારણ પણ ફરહિન જ બની હતી.

ફરહિન અને મનોજનાં બે દીકરા રાહિલ અને માનવંશ છે. ફરહિને ફિલ્મોથી દુર રહેવાનું કોઈ દુ:ખ નથી રહ્યું. તે કારકિર્દીની ઊંચાઈ પર હતી ત્યારે પણ તેમણે કારકિર્દીની ચિંતા ન કરી અને કંઈ પણ વિચાર્યા વગર તેમણે પોતાની ટોપ કારકિર્દી છોડી દીધી હતી.

મહત્વપુર્ણ છે કે ફરહિને પોતાની કારકિર્દીમાં અક્ષય કુમાર, રોનિત રોય જેવા ટોપ કલાકારો સાથે કામ કર્યું છે. એક કિસ્સો એવો પણ છે, જ્યારે ફિલ્મ બાજીગરમાં જે રોલ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ નિભાવ્યો હતો, તે પહેલા ફરહિનને જ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે એક્ટ્રેસે ત્યારે શાહરુખ ખાનને ના કહેતા કમલ હસન સાથે ફિલ્મ સાઈન કરી લીધી હતી. હાલમાં હવે ફરહિન પોતાના માટે સારા કિરદારની શોધમાં છે. તેમનું કહેવાનું છે કે તે એવા કિરદાર કરવા ઈચ્છે છે, જે હવે તેમની ઉંમર પ્રમાણે હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *