લોકડાયરોનાં ચોથા સ્ટેજમાં ઘણી બધી છૂટછાટ મળવાની શરૂ થઈ ગઈ છે. આ શ્રેણીમાં હવે દેશભરમાં ૨૫ મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ પણ ચાલુ કરવામાં આવી રહી છે. આ બાબતમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી દેશના બધા એરપોર્ટ અને એરલાઇન્સને પણ સૂચના આપી દેવામાં આવી છે. ફ્લાઇટ માટે બધી જરૂરી તૈયારીઓને પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
મંત્રાલયની નવી ગાઇડલાઇન માં જણાવવામાં આવ્યું છે કે એરપોર્ટ એરલાઇન્સ મુસાફરો અને સુરક્ષા એજન્સીઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનાં બધા જ નિયમોનું પાલન કરવાનું રહેશે. એરપોર્ટ અને યાત્રા દરમિયાન માસ્ક પહેરવું અને સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી છે.
૨૫ મેથી શરૂ થઈ રહેલ ફ્લાઇટ માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટનું સંચાલન ક્રમિક રીતે ચાલુ થશે. જણાવી દઈએ કે દેશમાં ૨૫ માર્ચ ના રોજ પહેલી વખત લોકડાઉન ઘોષિત થયું હતું. ત્યારબાદ થી બધી જ ફ્લાઇટ સ્થગિત કરી દેવામાં આવી હતી.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે દેશની બધી વિમાન કંપનીઓ અને વિમાન સ્થળ ૨૫ મીથી ક્રમિક રૃપથી શરૂ થઇ જશે. તમને જણાવી દઈએ કે આ પહેલાં જ્યારે લોકડાઉનનો ચોથો સ્ટેજ શરૂ થયો હતો તે સમયે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક તરફથી બધા જ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન યાત્રાઓને ૩૧ મે સુધી રદ્દ રાખવામાં આવેલ હતી. પરંતુ હવે આ નિર્ણયને બદલીને કહેવામાં આવ્યું છે કે ૨૫ મેથી ફ્લાઇટ શરૂ થશે.
મંત્રાલય તરફથી મુસાફરોની અવરજવર માટે નવી ગાઇડલાઇન રજૂ કરવામાં આવી છે. આ ગાઇડલાઇનમાં મુસાફરને યાત્રા કરવા માટે અનિવાર્ય શરતો વિશે જણાવ્યું છે.
મુસાફરોએ પૂરી કરવાની રહેશે આ ૧૨ શરત
- મુસાફરોને એરપોર્ટ જવા માટે ફક્ત અધિકૃત કરવામાં આવેલ ટેક્સીનો ઉપયોગ કરવાની જ પરવાનગી હશે.
- એરપોર્ટ પર જો તમે કંઈ વસ્તુ ખરીદો છો, તો તેનું ચુકવણું તમારે ફક્ત ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે.
- મુસાફરી માટે તમે ફક્ત વેબ ચેક ઇન જ કરી શકશો. તે સિવાય બોર્ડિંગ પાસ માટે એરપોર્ટ પર લગાવવામાં આવેલ મશીનનો ઉપયોગ કરી શકશો.
- દિશા નિર્દેશ અનુસાર એરપોર્ટમાં પ્રવેશ કરતા પહેલા હાથમાં ગ્લોઝ, મોઢા પર માસ્ક અને શુ કવર અનિવાર્ય રૂપથી પહેરવા પડશે. અતિસંવેદનશીલ એરપોર્ટ પર મુસાફરો પીપીઇ પણ પહેરવી પડી શકે છે.
- એરપોર્ટ પર ફ્લાઇટના ડીપાર્ચર સમય થી ૨ કલાક પહેલા પહોંચવું જરૂરી હશે.
- મુસાફરો ફક્ત ચેક ઇન બૈગેજ લઇ જઇ શકશે. કેબિન બેગ પર અત્યારે સંપૂર્ણ મનાય છે.
- ચેક ઇન બૈગેજનો વજન ૨૦ કિલો થી વધારે હોવો જોઈએ નહીં.
- મુસાફરોએ ચેકીન દરમિયાન જાતે પોતાની બેગ ઉઠાવીને બૈગેજ બેલ્ટમાં રાખવાની રહેશે.
- પહેલા સ્ટેજની ફ્લાઈટમાં ૮૦ વર્ષથી વધારે ઉંમરના લોકોને મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
- દેશના બધા એરપોર્ટ પર મુસાફરો એકબીજાથી ૬ ફૂટનું અંતર જરૂરથી રાખવાનું રહેશે.
- એરપોર્ટ પર એન્ટ્રી દરમિયાન ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. તે સિવાય ફ્લાઈટમાં એન્ટ્રી પહેલા પણ એક વખત ફરીથી ટેમ્પરેચર લેવામાં આવશે. જો કોઈપણ મુસાફરના શરીરનુ તાપમાન નિર્ધારિત ધોરણ કરતાં વધારે મળી આવે છે, તો ફ્લાઈટમાં એન્ટ્રી નહીં આપવામાં આવે.
- દિશા નિર્દેશ અનુસાર ફ્લાઈટમાં પોતાની સીટ પર બેસતા પહેલા એકવાર તમને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરવામાં આવશે. સાથોસાથ યાત્રા દરમિયાન ફ્લાઇટના ક્રૂ મેમ્બર સાથે બિનજરૂરી વાતચીત કરવાની નથી.