૨૬૦ કરોડ રૂપિયાનાં પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરે છે ધોની, જાણો સચિન-વિરાટ નાં જેટ્સની કિંમત

Posted by

દુનિયાભરમાં ફિલ્મી કલાકારોની જેમ જ ક્રિકેટર્સને પણ ઘણું પ્રેમ અને માન સન્માન મળે છે. ફુટબોલ બાદ ક્રિકેટ દુનિયાની સૌથી લોકપ્રિય રમત છે અને ફિલ્મી કલાકારોની જેમ જ ક્રિકેટર્સની એક ઝલક મેળવવા માટે પણ ફેન્સ આતુર રહે છે અને તેમને પૈસા ખર્ચીને સ્ટેડિયમમાં જોવા માટે જાય છે. ક્રિકેટર્સને ચાહવા વાળા ની સંખ્યા પણ કલાકારની જેમ જ લાખો કરોડોમાં હોય છે.

વાત કરીએ તો ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોની ગજબની દિવાનગી જોવા મળે છે. ક્રિકેટને ભારતમાં ધર્મની જેમ પુજવામાં આવે છે અને અહીં લોકો ક્રિકેટમાં કોઈ ઉત્સવની જેમ જ રૂચી પણ લે છે. વળી ભારતનાં ક્રિકેટર પણ દુનિયાભરમાં જાણીતા છે. તેમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, ભારતને વર્ષ ૧૯૮૩માં પહેલો વિશ્વકપ આપવાવાળા કપિલ દેવ, પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને વર્તમાન ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી થી તો આખી દુનિયા સારી રીતે વાકેફ છે.

વળી તમને જણાવી દઈએ કે આ ચારેય મહાન ક્રિકેટર પોતાની રમતની સાથે પોતાના પોતાની અમીરી માં પણ આગળ રહ્યા છે. જણાવી દઈએ કે આ બધાની પાસે પોતાના પ્રાઈવેટ જેટ છે, જેની કિંમત અબજો રૂપિયા આંકવામાં આવે છે. તો ચાલો એક નજર તેમના પ્રાઇવેટ જેટ ની કિંમત પર નાખીએ.

વિરાટ કોહલી

આ નામ તો ક્રિકેટની દુનિયામાં એક દશકથી ગુંજી રહ્યું છે અને આગળ પણ વર્ષો સુધી ગુંજતું રહેશે. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને આખી દુનિયામાં વિરાટનું નામ છે. તેમને કોઈ ઓળખની જરૂરિયાત નથી. પોતાની રમતથી તેમણે ચાહકોની સાથે જ દુનિયાભરનાં ક્રિકેટ દિગ્ગજોને પણ પોતાના ફેન બનાવી રાખ્યા છે. વળી તે કમાણી અને પૈસાની બાબતમાં પણ પોતાના આસપાસ કોઈને ભટકાવવા નથી દેતા. જાણકારી પ્રમાણે વિરાટ કોહલી ૧૨૫ કરોડ રૂપિયાની કિંમત વાળા પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરે છે. જાણકારી પ્રમાણે વિરાટ અને તેમની પત્ની અનુષ્કા શર્મા પાસે Cessna 680 Citation સોવરેન જેટ છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની ભારતના સૌથી સફળ કેપ્ટન અને વિકેટકીપર માં ગણવામાં આવે છે. તેમની કેપ્ટનશીપ માં ભારતે વર્ષ ૨૦૦૭નો પહેલો જ ટી-20 વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં તેમણે ૨૮ વર્ષો પછી ભારતને વિશ્વ વિજય બનાવ્યું હતું. મહેન્દ્રસિંહ ધોનીની ગણતરી દુનિયાનાં સૌથી પૈસાદાર ક્રિકેટર્સમાં થાય છે. તેમના પ્રાઇવેટ જેટની વાત કરીએ તો મહેન્દ્ર પાસે જે જેટ છે. તેની કિંમત મીડિયા રિપોર્ટ પ્રમાણે ૨૬૦ કરોડ રૂપિયા છે.

સચિન તેંડુલકર

જ્યારે પણ ક્રિકેટની વાત થાય છે, સચિન તેંડુલકરનું નામ તો આવે જ છે. માત્ર ૧૬ વર્ષની નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરવા વાળા સચિન તેંડુલકર આગળ જઈને “ક્રિકેટનાં ભગવાન” કહેવાયા. તેનાથી મોટી ઉપલબ્ધિ કોઇ ક્રિકેટર માટે શું હશે. માસ્ટર બ્લાસ્ટર નાં નામથી પણ આખી દુનિયામાં જાણીતા સચિને નામ ની સાથે જ અઢળક પૈસા પણ કમાયેલા છે. ખુબ જ આલીશાન જીવન જીવવા વાળા સચિન તેંડુલકર પાસે પણ પોતાનું પ્રાઇવેટ જેટ છે. તેમના જેટ ની કિંમત પણ મીડિયા રિપોર્ટમાં ૨૬૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. જોકે તેને લઈને અધિકારીક રૂપથી કંઈક કહી શકાતું નથી.

કપિલ દેવ

જણાવવામાં આવે છે કે ભારતના પુર્વ મહાન ક્રિકેટર કપિલ દેવ પાસે પણ પોતાનું પ્રાઇવેટ જેટ છે. જોકે તેમના જેટ ની કિંમતને લઇને કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *