૩ દિવસને બદલે હવે ૬.૨ દિવસે ડબલ થઈ રહ્યા છે કોરોના વાયરસનાં કેસ, લોકડાઉનથી ઘટ્યો વાયરસનો પ્રસાર

Posted by

દેશમાં કોરોના વાયરસનાં વધતા આ મામલાને જોઈને કેન્દ્ર સરકારે લોકડાઉનને ૩ મે સુધી વધારી દીધું છે. સ્વાસ્થ્ય મંત્રાલય જણાવ્યું છે કે પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસ નાં ૧૦૦૭ કેસ સામે આવ્યા છે અને ૩૦ લોકોના મૃત્યુ થયા છે. વળી, મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં લોકડાઉનની સમય મર્યાદા વધ્યા બાદ ડબલિંગ રેટ વધીને સરેરાશ ૬.૨ દિવસ થઈ ગયો છે. એટલે કે સરેરાશ ૬.૨ દિવસમાં કોરોના કેસની સંખ્યા ડબલ થઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે પહેલા આ સંખ્યા ૩ દિવસમાં ડબલ થઇ રહી હતી. લોકડાઉન વધવાને કારણે વાઇરસનો પ્રસાર અમુક હદ સુધી રોકી શકાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે લોકડાઉન પહેલા સુધી કોરોના વાયરસ ના કેસોનો ડબલિંગ રેટ ૩ દિવસનો હતો. તેમણે જણાવ્યું છે કે પાછલા ૭ દિવસો ના ડેટા અનુસાર વાયરસ ના કેસનો ડબલીંગ રેટ હવે ૬.૨ દિવસ થઈ ગયો છે.

સચિવે જણાવ્યું હતું કે ૧૯ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડબલિંગ રેટ સરેરાશ ડબલિંગ રેટથી ઓછો છે. તેમણે જણાવ્યું હતું કે તેમાં કેરળ, ઉત્તરાખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ, લદાખ, પોંડિચેરી, દિલ્હી, બિહાર, ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, અસમ, ત્રિપુરા વગેરે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ છે.

તમને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસ થી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ સારી બાબત એ છે કે હજુ સુધી ભારત ત્રીજા સ્ટેજમાં આવેલ નથી. વળી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર પાછલા ૨૪ કલાકમાં ૧૦૦૭ નવા કેસો સામે આવ્યા છે અને ૨૩ લોકોનાં મૃત્યુ થયા છે.

ત્યાર બાદ દેશમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૧૩૩૮૭ થઈ ગઈ છે. જેમાંથી ૧૧૨૦૧ એક સક્રિય કેસ છે, ૧૭૪૯ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે ૪૩૭ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આજે મહારાષ્ટ્રમાં ૨૮૮, ગુજરાતમાં ૯૨, રાજસ્થાનમાં ૩૮, કર્ણાટકમાં ૩૮ અને આંધ્ર પ્રદેશમાં ૩૮ નવા કેસ સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *