૩ કલાક સુધી ચાલી મોદી અને મુખ્યમંત્રીઓ વચ્ચેની બેઠક, આ રાજ્યનાં મુખ્યમંત્રીએ કહ્યું કે ૧ મહિના સુધી વધારવામાં આવે લોકડાઉન

Posted by

લોકડાઉનનું બીજું ચરણ ૩ મે ના રોજ ખતમ થઈ રહ્યું છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે એક બેઠક કરી અને આ બેઠકમાં લોકડાઉનની સમય મર્યાદા અને કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે વાત કરવામાં આવી હતી. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી હતી, જે ૩ કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ઘણા મુખ્યમંત્રીઓએ લોકડાઉનની સમય મર્યાદા વધારવાની વાત પ્રધાનમંત્રીને કરી હતી.

૯ મુખ્યમંત્રીઓ સાથે થઈ વાત

સમયના અભાવને કારણે આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફક્ત ૯ મુખ્યમંત્રીઓ સાથે જ વાત થઈ શક્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા રાજ્યમાં ૩ મે બાદ પણ લોકડાઉન ચાલુ રાખવાના પક્ષમાં છે. જ્યારે ઓડીશા અને ગોવાના મુખ્યમંત્રીએ પણ લોકડાઉનની અવધિ વધારવાની વાત પ્રધાનમંત્રી સાથે કરી હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પ્રધાનમંત્રીને ૧ મહિના સુધી લોકડાઉન વધારવા માટે કહ્યું હતું. વળી કેરળના મુખ્યમંત્રી પી. વિજયન ની જગ્યા પર આ બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવે ભાગ લીધો હતો.

આ બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગ્રીન ઝોન વાળા વિસ્તારોમાં અમુક છૂટછાટ આપવામાં આવશે. વળી કેન્દ્ર સરકારે કઈ કઈ જગ્યાએ દુકાનો ખોલવામાં આવે અને આર્થિક ગતિવિધિઓને શરૂ કરવામાં આવે તેનો નિર્ણય રાજ્ય ઉપર છોડી દીધો છે. આ બેઠકમાં મુખ્યમંત્રીઓએ રાજ્યો માટે વિશેષ પેકેજ આપવાની વાત પણ પ્રધાનમંત્રી મોદી સાથે કરી છે.

આ બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના સાથે લડવા માટે સમગ્ર દેશ એક ટીમની જેમ કામ કરી રહ્યો છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોની કોશિશો પણ સ્પષ્ટ જોઈ શકાય છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં સ્થિતિ ખૂબ જ સારી છે અને લોકડાઉનના પરીણામો સકારાત્મક રહ્યા છે. લોકડાઉનને કારણે દોઢ મહિનામાં ઘણા લોકોના જીવ બચી શક્યા છે. મોદીએ કહ્યું કે આપણે કોરોના સાથે લડતા અર્થવ્યવસ્થાને પણ મહત્વ આપવાનું છે. જે જગ્યાઓ પરથી સૌથી વધારે કેસ આવ્યા છે, ત્યાં લોકડાઉન શરૂ રાખવામાં આવશે.

મહત્વનું છે કે હવે થોડા દિવસો બાદ જ લોકડાઉનની અવધિ ખતમ થવાની છે. તેવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તે નિર્ણય લેવામાં લાગેલી છે કે લોકડાઉનની અવધી આગળ વધારવામાં આવે કે નહીં. તમને જણાવી દઈએ કે મોટાભાગની રાજ્ય સરકારો લોકડાઉનને વધારવાના પક્ષમાં છે. તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે મોદી ત્રીજી વખત પણ દેશમાં લોકડાઉન લગાવી શકે છે. જોકે આ લોકડાઉન થી અમુક જિલ્લાઓને રાહત આપવામાં આવી શકે છે.

વધી રહ્યા છે કોરોનાનાં મામલા

હજુ પણ ઘણા એવા રાજ્ય છે જ્યાં કોરોના વાયરસ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. હાલના સમયે મુંબઈ, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો ખૂબ જ ખરાબ રીતે કોરોનાથી પ્રભાવિત છે અને આ રાજ્યોમાં દરરોજ કોરોનાનાં નવા મામલા સામે આવી રહ્યા છે. વળી દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૨૭ હજારની ઉપર પહોંચી ચૂકી છે, જ્યારે ૬૧૦૦ લોકો કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી ચુક્યા છે. કોરોનાનાં વધતા મામલાને જોઈને હાલમાં લોકડાઉનની અવધિ વધારવામાં આવે એમાં જ ભલાઈ નજર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *