૩ લાખ રૂપિયાથી પણ સસ્તી આ ફેમિલી કાર પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ, ૪૩,૦૦૦ સુધીની થશે બચત

Posted by

દેશની સૌથી સસ્તી કાર પર આ ઓગસ્ટ મહિનામાં ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. હકીકતમાં દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી પોતાની મારુતિ સુઝુકી અલ્ટો પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જ્યાં ગ્રાહકોને ૪૩ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જણાવી દઈએ કે મારુતિ અલ્ટો ની શરૂઆતી કીમત ૩ લાખ રૂપિયાથી ઓછી છે. આજે અમે તમને તેના પણ મળી રહેલ બધી ઓફર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તે સિવાય અમે તમને આ કાર નાં સ્પેસિફિકેશન, કિંમત અને માઇલેજ વિશે પણ જાણકારી આપીશું.

મારુતિ સુઝુકી અલ્ટો પર શું છે ઓફર?

મારુતિ સુઝુકી અલ્ટો નાં પેટ્રોલ મોડલ ઉપર ઓગસ્ટ મહિનામાં ગ્રાહકોને કુલ ૪૩ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ ૨૫,૦૦૦ રૂપિયા, એક્સચેન્જ બોનસ ૧૫,૦૦૦ રૂપિયા તથા કોર્પોરેટ બોનસ ૩,૦૦૦ રૂપિયા છે.

સીએનજી મોડલ પર શું છે ઓફર?

મારુતિ સુઝુકી અલ્ટો સીએનજી મોડલ ઉપર આ ઓગસ્ટ મહિનામાં ગ્રાહકોને કુલ ૨૩ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ ૫,૦૦૦ રૂપિયા એક્સચેન્જ બોનસ ૧૫,૦૦૦ રૂપિયા અને કોર્પોરેટ બોનસ ૩,૦૦૦ રૂપિયા મળી રહ્યું છે.

નોંધ : ઓફર અલગ-અલગ રાજ્યો અને ડીલરશીપ પર બદલી શકે છે તે સિવાય આ ઓફર 31 ઓગસ્ટ સુધી માન્ય છે.

માઇલેજ

મારુતિ સુઝુકી અલ્ટો માં ૨૨.૫ કિલો મિટર પ્રતિ લીટર સુધીનું માઇલેજ મળે છે.

પર્ફોમન્સ

પાવર પર્ફોમન્સ ની વાત કરવામાં આવે તો મારુતિ સુઝુકી અલ્ટો માં ૭૯૬ સીસી, ૩ સિલિન્ડર, ૧૨ વાલ્વ, BS-6 કમ્પલાયન્ટ વાળું એન્જિન આવે છે. તેનું એન્જિન 6000 આરપીએમ પર 48PS નાં મેક્સિમમ પાવર અને 3500 આરપીએમ પર 69Nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે. અલ્ટો નું એન્જીન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન થી સજ્જ છે.

ડાયમેન્શન

મારુતિ અલ્ટો ની લંબાઈ ૩૪૪૫ મિલીમીટર, પહોળાઈ ૧૫૧૫ મિલીમીટર અને ઉંચાઇ ૧૪૭૫ મિલીમીટર છે. વળી તેનો વ્હીલબેઝ ૨૩૬૦ મિલીમીટર છે.

સીટીંગ ક્ષમતા અને ફ્યુઅલ ટેન્ક

મારુતિ અલ્ટો માં એક સાથે પાંચ લોકો બેસી શકે છે. વળી તેના ૩૫ લિટરની ફ્યુઅલ ટેન્ક મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *