૩ લોકોને પ્રેમ કરવા છતાં પણ કુંવારી છે ૪૯ વર્ષની આ અભિનેત્રી, અજય દેવગનને કારણે ના થઈ શક્યા લગ્ન

અભિનેત્રી તબસ્સુમ ફાતિમા હાશ્મી એટલે કે તબ્બુએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. ૯૦નાં દશકમાં તબ્બુને બોલીવુડમાં એક ખાસ ઓળખ મળી હતી અને આ દરમિયાન તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તબ્બુનો જન્મ ૪ નવેમ્બર, ૧૯૭૧માં હૈદરાબાદમાં થયો હતો. તેમનો સંબંધ એક મુસ્લિમ પરિવાર સાથે છે. તે શબાના આઝમીની ભત્રીજી અને ફરાહ નાજ ની બહેન છે.

બાળપણથી કરી રહી છે ફિલ્મોમાં કામ

તબ્બુને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ૧૯૮૦માં કરી હતી અને ફિલ્મ “બજાર” માં નજર આવી હતી. જો કે આ ફિલ્મમાં તેમનો રોલ વધારે મોટો હતો નહીં. ત્યારબાદ તબ્બુ “હમ નૌજવાન” ફિલ્મમાં નજર આવી હતી. જેમાં તે દેવાનંદની દીકરી બની હતી. આ ફિલ્મ દરમિયાન તબ્બુની ઉંમર ૧૪ વર્ષની હતી. આ ફિલ્મમાં તબ્બુનાં કિરદારને ખૂબ જ પસંદ કરવામાં આવેલ હતું અને ધીરે ધીરે તેમને બોલિવૂડમાં ઓળખ મળવા લાગી.

લીડ એક્ટ્રેસ તરીકે તેમણે “પહેલા પહેલા પ્યાર” ફિલ્મમાં કામ કર્યું. ત્યારબાદ તેમણે ઘણી બધી ફિલ્મો કરી. “માચીસ” ફિલ્મમાં તબ્બુનાં પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે કાલાપાની, અસ્તિત્વ, ચાંદની બાર, મકબુલ અને હૈદર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને ઘણા બધા પુરસ્કાર પણ પોતાના નામે કર્યા. જોકે આટલી સફળ હોવા છતાં પણ ૪૯ વર્ષની તબ્બુ એકદમ એકલી છે. તેમણે ઘણા હીરો સાથે ડેટ કરેલ છે, પરંતુ પ્રેમમાં તેમનું નસીબ સારું રહેલ નથી.

ફિલ્મમાં કામ કરવા દરમિયાન તબ્બુએ અભિનેતા સંજય કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ અમુક સમય બાદ બંને અલગ થઈ ગયા. સંજય કપૂર સાથે બ્રેકઅપ બાદ પોતાનું સમગ્ર ધ્યાન કારકિર્દી પર લગાવવાનું શરૂ કરી દીધું હતું. વળી તે દરમિયાન તેમના જીવનમાં સાજિદ નડિયાદવાલા આવ્યા. તબ્બુને નિર્દેશક નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે પ્રેમ થઈ ગયો અને બંને એકબીજા સાથે ઘણો સમય પસાર કર્યો હતો.

કહેવામાં આવે છે કે આ બંનેનું અફેર તે સમયથી શરૂ થયું હતું, જ્યારે સાજીદની પત્ની દિવ્યા ભારતીનું મૃત્યુ થઈ ગયું હતું. તબ્બુએ દિવ્યા ભારતીનાં મૃત્યુ માંથી બહાર નીકળવા માટે સાજિદની ખૂબ જ મદદ કરી હતી અને આ દરમિયાન બંને એકબીજાથી નજીક આવી ગયા હતા. પરંતુ અમુક સમય બાદ અને તબ્બુ એકબીજાથી દૂર થઈ ગયા હતા.

તબ્બુએ સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન અને અંદાજે ૧૦ વર્ષ સુધી ડેટ કર્યું હતું. જોકે જ્યારે આ બન્ને રિલેશનશિપમાં હતાં તે સમયે નાગાર્જુન પરિણીત હતા, પરંતુ તેમ છતાં પણ નાગાર્જુન સાથે પ્રેમ કરવાની હિંમત કરી અને ૧૦ વર્ષથી વધારે સમય સુધી તેમનું અફેર ચાલ્યું. તબ્બુને લાગ્યું કે કદાચ નાગાર્જુન પોતાની પત્નીને છોડીને તેની સાથે લગ્ન કરી લેશે, પરંતુ નાગાર્જુન પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતાં હતાં અને તેમણે પોતાના લગ્નને જાળવી રાખવાનો નિર્ણય કર્યો. જેના કારણે તબ્બુ પાછળ હટી ગઈ. તેમને સમજમાં આવી ગયું હતું કે નાગાર્જુન તેમની સાથે લગ્ન કરશે નહીં. આવી રીતે તબ્બુ ત્રીજી વખત પ્રેમમાં નિષ્ફળ રહી હતી.

જે સમય દરમિયાન તબ્બુ લવ લાઈફ ખરાબ ચાલી રહી હતી. તે સમયમાં તેમની ફિલ્મો ખૂબ જ હિટ થઇ રહી હતી. તબ્બુ અજય દેવગણની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું અને આ ફિલ્મ પણ હિટ રહી હતી. અજય દેવગન અને તબ્બુ એકબીજાને ખૂબ જ સારા મિત્ર છે.

તબ્બુ એક ઇન્ટરવ્યૂમાં તે વાતનો ખુલાસો કર્યો હતો કે તેમના લગ્ન અજય દેવગનની કારણે થઈ શક્યા નથી. હકીકતમાં અજય દેવગન તબ્બુ અને પહેલાથી જ ઓળખે છે અને તેઓ પાડોશમાં રહેતા હતા. તબ્બુનાં અનુસાર જ્યારે પણ કોઇ યુવક તેને હેરાન કરતો હતો, અજય દેવગન તેને ધમકાવતા હતા. તબ્બુએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું અને અજય ૨૫ વર્ષથી એકબીજાને જાણીએ છીએ. હકીકતમાં અજય મારા કઝીન સમીરનાં પાડોશી અને ક્લોઝ ફ્રેન્ડ હતા. આ બંને મારા પર નજર રાખતા હતા. વળી કોઈ યુવક જ્યારે મારી સાથે વાત કરે, તો આ બંને તેને મારતા હતા. જેના કારણે હું સિંગલ રહી ગઈ. આ બંને મોટા ગુંડા છે.

વળી એક ઇન્ટરવ્યૂમાં તેમણે એવું પણ કહ્યું હતું કે અજય હવે ઈચ્છે છે કે હું લગ્ન કરું. હું દરેક વખતે અજયને કહું છું કે મારા માટે યુવક શોધે. પરંતુ આ એક મજાક છે, તે આજે પણ ખૂબ જ પ્રોટેક્ટિવ છે. બધા અભિનેતામાંથી મારા માટે અજય ખૂબ જ મહત્વ રાખે છે.

બાળકો માટે લગ્ન જરૂરી નહીં

ભલે તબ્બુએ લગ્ન કર્યા ના હોય પરંતુ તે માં બનવાના સપના જરૂરથી જુએ છે. તબ્બુ અનુસાર દરેક મહિલાને માં બનવાનો હક છે, વળી તેના લગ્ન થયા હોય કે ના થયા હોય. તબ્બુ કહે છે કે લગ્ન વગર જો હું બાળકોની ઈચ્છા રાખું તો આવું કરવાથી મને કોઈ રોકી શકતું નથી.