કોરોના વાયરસ : ૩ મે બાદ લોકડાઉન વધે છે, તો પડકારો શું હશે?

૩ મે બાદ લોકડાઉનને લઈને શું પગલાં લેવામાં આવશે, તેના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી. હાલમાં દેશમાં લોકડાઉન છે. જે કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે ૨૫ માર્ચથી શરૂ થયેલ છે. સૌપ્રથમ ૨૧ દિવસનું લોકડાઉન કરવામાં આવેલ હતું. ૧૪ એપ્રિલના દિવસે તેને ૩ મે સુધી વધારી દેવામાં આવેલ હતું.

શું હવે ૩ મે બાદ પણ લોકડાઉન માં વધારો થશે? દરેક ભારતીયના મગજમાં આ સવાલ ચાલી રહ્યો છે અને તેનો જવાબ મળવાનો હજુ બાકી છે. વિડિયો કોન્ફરન્સિંગ માં અમુક રાજ્યોએ લોકડાઉન વધારવા માટેની સલાહ આપી. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ટ્વિટ કરીને જણાવ્યું કે તેઓએ મેઘાલય ના ગ્રીન ઝોન અથવા નોન-કોવિડ પ્રભાવિત જિલ્લામાં છૂટછાટની સાથે ૩ મે બાદ લોકડાઉન વધારવાનો વિચારી રાખ્યો છે.

દેશ યુદ્ધની વચ્ચે ઊભું છે

રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશ યુદ્ધની વચ્ચે ઊભું છે અને લોકોએ સાવધાની રાખવાની ખૂબ જ જરૂરિયાત છે. તેઓએ દેશવાસીઓને આ વાત તે સમયે કરી જ્યારે આર્થિક ગતિવિધિઓને ફરીથી ચાલુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ધીરે ધીરે છૂટછાટ આપી રહી છે. તેવામાં હવે બધાની નજર તે વાત પર છે કે ૩ મે બાદ લોકડાઉન લઈને શું નિર્ણય લેવામાં આવે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો લોકડાઉનને મદદગાર માને છે. કારણ કે જો લોકડાઉન કરવામાં ન આવી હોત તો ૧ વ્યક્તિ દ્વારા સરેરાશ ૩ વ્યક્તિને વાયરસનું સંક્રમણ લાગી શકે તેમ હતું. પરંતુ વધતું જતું લોકડાઉન પોતાની સાથે ઘણા પડકારો લઈને પણ ચાલી રહ્યું છે, જે પસાર થતા દિવસોની સાથે સાથે તે પડકારો મોટા થતા જાય છે.

લોકડાઉન વધ્યું તો …

અર્થશાસ્ત્રી વિવેક કોલ કહે છે કે, “જો લોકડાઉન વધે છે તો મોટાભાગે નાના વેપાર અને મોટા વેપાર બંધ જ રહેશે. વેપાર બંધ રહેશે તો વેપારીઓ અને તેમને ત્યાં કામ કરવા વાળા લોકોની આવક પર અસર પડશે. આવક પર અસર પડશે તો તેની સીધી અસર વપરાશ પર પડશે. વપરાશ પર અસર પડશે તો તેની સીધી અસર અર્થવ્યવસ્થાને પડશે.”

નાના વેપારીઓએ તો એક મહિનાથી વધારેનું લોકડાઉન જેમ તેમ કરીને પસાર કરી લીધું. પરંતુ વિવેક કોલ કહે છે કે, “જો આગળ વધ્યું તો નાના વેપારીઓને પોતાના કારીગરોને પગાર આપવાની ક્ષમતા વધુ ઓછી થઈ જશે. તેના લીધે લોકોની નોકરીઓ જશે અને તેમના પગાર આપવામાં આવશે.”

વેપારને માર પડશે તો લોકોને પણ …

જો આર્થિક રૂપથી સંપન્ન લોકોની વાત કરવામાં આવે તો તેઓ પણ પોતાના ઘરમાં બંધ છે. આર્થિક બાબતોના જાણકાર કહે છે કે લોકોના ઘરની બહાર ન નીકળવાને કારણે તેમની ખરીદદારી ની ક્ષમતા પર અસર પડે છે. પરંતુ જો આવી રીતે જ ચાલુ રહે છે તો લોકો ગાડીઓ, સ્કૂટર વોશિંગ મશીન એસી ખરીદશે નહિ. મે અને જૂન મહિનામાં આવી ખરીદી ખૂબ જ થતી હોય છે, પરંતુ તેના ઉપર પણ પ્રભાવ પડશે. તો કુલ મળીને વેપાર પર માર પડશે તો લોકો ઉપર પણ તેનો માર પડશે.

આંશિક લોકડાઉન થી કોઈ ફાયદો થશે?

કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકડાઉનને સંપૂર્ણ રીતે ખોલવાના પક્ષમાં નજર આવતી નથી. પાછળના દિવસોમાં આવેલ સરકારી નિર્દેશ પણ કહે છે કે ગ્રીન ઝોન એટલે કે જ્યાં એક પણ મામલો નથી અથવા ઓરેન્જ ઝોન જ્યાં ઓછા થઈ રહ્યા છે, ત્યાં અમુક સાવધાનીઓ રાખીને આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં આવશે.

પરંતુ આ આંશિક લોકડાઉન પણ ઓછા પડકારો ભરેલું નથી. માની લો કે તમે શહેરના એક ભાગમાં કામ કરો છો અને બીજા ભાગમાં તમારું ઘર છે. જ્યાં તમે કામ કરો છો ત્યાં ચીજો ઠીક ઠાક છે, છૂટ મળી રહે છે. પરંતુ જ્યાં તમે રહો છો તે જગ્યા ખુલી શકતી નથી, તો તમે એક જગ્યાથી બીજી જગ્યા પર કઈ રીતે જોઇ શકશો.

સપ્લાય ચેઇન ની મુશ્કેલીઓ

સપ્લાય ચેઇનમાં થોડો સુધારો જરૂર થયો છે, પરંતુ વિસ્તારોને ગ્રીન ઝોન ઓરેન્જ ઝોન અને રેડ ઝોનમાં વહેંચી દેવાથી નવી મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. વિકાસ જૈન કહે છે કે, “હવે એ પડકારો સામે આવી ગયા છે કે ગ્રીન ઝોન અથવા ઓરેન્જ ઝોન પોતાને પ્રોટેક્ટ કરી રહ્યા છે, જેથી બહારથી કંઈ પણ આવવાની પરવાનગી આપવામાં આવતી નથી. જેવી રીતે તામિલનાડુએ હાઈવે પર એક દીવાલ ઊભી કરી દીધી છે. આંધ્રપ્રદેશ દ્વારા હાઇવે પર ખાડો ખોદી દીધો છે, જેથી કોઈ તેને ક્રોસ ન કરી શકે. હરિયાણા એ પોતાની સીમા સીલ કરી દીધી છે. તેનાથી ઇન્ટર સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં પરેશાની આવી રહી છે.

બસ અને ટ્રેન

લોકડાઉન વધે છે તો બસ અને ટ્રેન ઉપર પણ પ્રતિબંધ જળવાઈ રહી શકે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો કહે છે કે તે જરૂરી પણ છે. કારણ કે તેનાથી વાયરસ જંગલની આગની જેમ ફેલાઈ શકે છે. દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના ચેરમેન ડૉ એસ.પી. બયોત્રા કહે છે કે, “બસ અને ટ્રેન ચાલુ કરવા ખતરનાક થશે. એક પણ વ્યક્તિ સંક્રમિત હશે તો ઘણા બધા લોકો તેનાથી સંક્રમિત થઇ જશે. તેનાથી તો સમગ્ર સિસ્ટમ ફેલ થઇ જશે.” જોકે ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યો પોતાના પ્રવાસી મજૂરો અને છાત્રોને લાવવાની વાત કરી રહ્યા છે પરંતુ વિકાસ જૈન કહે છે કે “ત્યાં જઈને પણ લોકો શું ખાશે? આ બધા લોકોને પોતાના રાજ્યમાં તો કામ મળી શકશે નહીં.” આ પડકારોની સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપર પણ આર્થિક દબાણ વધી રહ્યું છે.

આર્થિક જાણકાર કહે છે કે, સ્થિતિ આવી જ રહી તો પોલીસ, હેલ્થ કેયરવર્કર જેવા સરકારી કર્મચારીઓને પગાર આપવામાં પરેશાની આવી શકે છે. ડોક્ટર બાયોત્રા કહે છે કે, સોસાયટીમાં હજુ વાયરસ ખતમ થયું નથી. આપણે હજુ પણ એવી સ્થિતિમાં છીએ જ્યાં આપણે વાયરસને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. તેઓ માને છે કે લોકડાઉન અને હાલમાં તો સંપૂર્ણ રીતે ખોલવામાં આવી શકે નહીં. પરંતુ સુરક્ષા ઉપાય કરીને અમુક નાની-મોટી આર્થિક ગતિવિધિઓને શરૂ કરવાના પક્ષમાં પણ તેઓ છે. વળી મેડિસિન ડિપાર્ટમેન્ટના જ વાઇસ ચેરમેન અતુલ કક્કડ કહે છે કે હજુ પણ આપણે ક્રિટીકલ સ્ટેજમાં છીએ અને સોશ્યલ ડીસ્ટેંસિંગ હજુ પણ મહત્વનું છે અને તેમાં લોકડાઉન મદદ કરશે.